________________
[ ૧૩૪ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સત્ય આદિ ચાર ભાષાઓ માટે આરાધના-વિરાધના સંબંધી વિચારણા છે. (૧) સત્યભાષા - સત શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) સતું એટલે મુનિઓ (૨) ગુણો અને (૩) વિદ્યમાન પદાર્થો; તેથી સત્યભાષાની વ્યાખ્યા ત્રણ પ્રકારે થાય છે.
૧. સક્યો પિતા હત્યા ! સજ્જનોને હિતકારી ભાષા તે સત્યભાષા. સત્ = સંતો, મુનિઓ, સંતો ભગવાનની આજ્ઞાના આરાધક હોવાથી સતુ–સજ્જન કહેવાય છે. તેમને હિતકારક એટલે મોક્ષ પ્રાપ્તિમાં સહાયક હોય, તે સત્ય ભાષા છે. ૨. સત્ - શ્રેષ્ઠ ગુણ. મોક્ષ પ્રાપ્તિની સાધનામાં મૂળગુણ અને ઉત્તરગુણની આરાધના જ શ્રેષ્ઠ છે, તેથી મૂળગુણ અને ઉત્તરગુણ માટે હિતકારી હોય, મૂળગુણ-ઉત્તરગુણની પોષક હોય, તે સત્ય ભાષા છે. ૩. સન્ – વિદ્યમાન પદાર્થો. જગતના વિદ્યમાન પદાર્થોનું યથાર્થ દર્શન કરાવે, તે સત્યભાષા છે. આરાળી સંખ્યા- આરાધની ભાષા સત્યભાષા છે. જેના દ્વારા સમ્યગુદર્શનાદિ મોક્ષ માર્ગની આરાધના થાય, તે સત્યભાષા છે. જેમ કે આત્મા સ્વરૂપથી સતુ છે, પર રૂપથી અસતુ છે, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે, ઇત્યાદિ વિવિધ નય-દષ્ટિકોણથી વસ્તુ સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન કરનારી ભાષા જ સમ્યગુદર્શનનું કારણ છે અને તે જ મોક્ષ માર્ગની આરાધનામાં સહાયક બને છે, તેથી સત્યભાષા આરાધની ભાષા છે. (૨) મૃષાભાષા - સત્યભાષાથી વિપરીત સ્વરૂપવાળી હોય, તે મૃષા ભાષા છે. વિવાહ મોલા-વિરાધની ભાષા, અસત્યભાષા છે. જેના દ્વારા મુક્તિમાર્ગની વિરાધના થાય, તે વિરાધની ભાષા છે. જેમ કે– આત્મા નથી, આત્મા એકાંતે નિત્ય છે કે એકાંતે અનિત્ય છે ઇત્યાદિ. તેમજ જે ભાષા સત્ય હોવા છતાં પણ પરપીડાજનક હોય, તે ભાષા પણ વિરાધની છે. આ પ્રમાણે જે ભાષા રત્નત્રયરૂપ મુક્તિમાર્ગની વિરાધના કરનારી હોય, તે પણ વિરાધની છે; આવી વિરાધની ભાષા મૃષાભાષા કહેવાય છે. (૩) સત્યમષા–જેમાં સત્ય અને અસત્ય બંને અંશ મિશ્રિત હોય, તે સત્યમૃષા ભાષા છે. આપાવિરાણી સનાનો- જે ભાષા આરાધની-વિરાધની ઉભયરૂપવાળી હોય અર્થાતુ જે આંશિકરૂપે આરાધના અને આંશિકરૂપે વિરાધની હોય, તે આરાધની-વિરાધની ભાષા કહેવાય છે. જેમ કે કોઈ ગ્રામ કે નગરમાં પાંચ બાળકોનો જન્મ થયો હોય પરંતુ કોઈ પૂછે ત્યારે કહી દે કે આજે દશેક બાળકોનો જન્મ થયો છે. આ કથનમાં બાળકોનો જન્મ થયો એટલો અંશ સત્ય હોવાથી આરાધની છે, પરંતુ સંખ્યા ખોટી છે. પાંચ બાળકોનો જન્મ થયો છે, દશનો નહીં એટલે અંશે અસત્ય હોવાથી વિરાધની છે. આ રીતે સત્ય અને અસત્ય બંને અંશોથી મિશ્રિત ભાષા મિશ્રમૃષા છે અને તે આરાધની-વિરાધની ભાષા કહેવાય છે. (૪) અસત્યામૃષા – જે ભાષા આ ત્રણેય ભાષામાં સમાવિષ્ટ ન થઈ શકે અથવા જેમાં ઉપરોક્ત ત્રણે ભાષાના અને આરાધની કે વિરાધની ભાષાના લક્ષણો ઘટિત થતાં ન હોય, વ્યવહારમાં ઉપયોગી હોય, તેવી ભાષા અસત્યામૃષા છે. આમંત્રણ માટે બોલાવવા કે સંબોધન કરવા અથવા આજ્ઞા કરવી હોય ત્યારે આ ભાષાનો પ્રયોગ થાય છે. નેવ આરહળી-વનિરાળી-નેવ આરહળ વિરાળ-અન્નામોસા જે ભાષા આરાધની, વિરાધની કે આરાધની-વિરાધની નહોય તે ભાષા અસત્યામૃષા(વ્યવહાર) ભાષા કહેવાય છે. જેમ કે હે મુને ! પ્રતિક્રમણ કરો, ઈંડિલ ભૂમિનું પ્રતિલેખન કરો આદિ; તેને વ્યવહાર ભાષા કહે છે. પ્રજ્ઞાપની ભાષાના ઉદાહરણો - | ३ अह भंते! गाओ, मिया, पसू, पक्खी पण्णवणी णं एसा भासा?ण एसा भासा मोसा?