________________
| અગિયારમું પદ: ભાષા
[ ૧૩૫ ]
તે મધ્યમ પુરુષનો વાચક છે. (૧) હે ગૌતમ! તું માન કે ભાષા અવધારિણી છે (૨) હે ગૌતમ! તું ચિંતન કર કે ભાષા અવધારિણી છે. કદ માપતિ:- અહીં થશબ્દપ્રયોગ આનંતર્ય અર્થમાં છે. ભગવાન કહે છે કે હું તે વાત કેવળજ્ઞાનથી જાણું છું, તેથી તે વાત મને સંમત હોવાથી (૩) તું નિઃશંકપણે માન, કે ભાષા અવધારિણી છે (૪) હવે પછી તું નિઃશંકપણે ચિંતન કર કે ભાષા અવધારિણી છે. તદ મUUIનીતિઃ- (૫) તું જેમાં માનતો હતો, તે જ રીતે માન કે ભાષા અવધારિણી છે (૬) તું જેમ ચિંતન કરતો હતો, તે જ રીતે ચિંતન કર કે ભાષા અવધારિણી છે અર્થાત્ તારી ભૂતકાલીન અને વર્તમાનકાલીન માન્યતા યથાર્થ અને નિર્દોષ છે. ભાષા:- ભાષ્ય તિ ભાષા | જે બોલી શકાય, તે ભાષા છે અથવા ભાષાને યોગ્ય ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને, તેને ભાષારૂપે પરિણાવીને, મુખ આદિથી નીકળતા દ્રવ્યસંઘાતને ભાષા કહે છે. અવધારિણી ભાષા - અવયા-તે-અવાર્થોનત્યવારિણી-અવયવીગતા ત્યા જેના દ્વારા પદાર્થનો બોધ કેનિશ્ચય થાય તેને અવધારિણી કહે છે. ભાષા દ્વારા પદાર્થનો બોધ થાય છે, તેથી ભાષા અવધારિણી કહેવાય છે. અવધારિણી વિશેષણ ભાષાનું સ્વરૂપદર્શક વિશેષણ છે. ભાષાના ચાર પ્રકાર:
२ ओहारिणी णं भंते ! भासा किं सच्चा मोसा सच्चामोसा असच्चामोसा? गोयमा ! सिय सच्चा, सिय मोसा, सिय सच्चामोसा, सिय असच्चा मोसा ।
से केणटेणं भंते ! एवं वुच्चइ ओहारिणी णं भासा सिय सच्चा सिय मोसा सिय सच्चामोसा सिय असच्चामोसा?
गोयमा ! आराहणी सच्चा, विराहणी मोसा, आराहणविराहणी सच्चामोसा, जा णेव आराहणी णेव विराहणी णेव आराहणविराहणी असच्चामोसा णाम सा चउत्थी भासा। से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ- ओहारिणी णं भासा सिय सच्चा सिय मोसा सिय सच्चामोसा सिय असच्चामोसा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અવધારિણી ભાષા શું સત્ય છે, મૃષા–અસત્ય છે, સત્યમૃષા–મિશ્ર છે કે અસત્યામૃષા-વ્યવહારભાષા છે ? ઉત્તર- હે ગૌતમ ! અવધારિણી ભાષા કદાચિત્ સત્ય હોય છે, કદાચિત્ અસત્ય હોય છે, કદાચિત્ મિશ્ર હોય છે અને કદાચિત્ વ્યવહાર ભાષા હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અવધારિણી ભાષા કદાચિત્ સત્ય, કદાચિત્ અસત્ય, કદાચિત્ મિશ્ર અને કદાચિત્ વ્યવહાર ભાષા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જે ભાષા આરાધની છે, તે સત્ય છે. જે ભાષા વિરાધની છે, તે અસત્ય છે. જે ભાષા આરાધની-વિરાધની ઉભયરૂપ છે, તે મિશ્ર છે અને જે ભાષા આરાધની નથી, વિરાધની નથી, આરાધની-વિરાધની નથી, તે ચોથી વ્યવહાર ભાષા નામની ભાષા છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કથન કર્યું છે કે અવધારિણી ભાષા કદાચિત્ સત્ય, કદાચિત્ અસત્ય, કદાચિત્ મિશ્ર અને કદાચિત્ વ્યવહાર ભાષા હોય છે.