________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
(૩) ભવચરમ-અચરમ – નારકી આદિ જે જીવનો વર્તમાન ભવ અંતિમ હોય, ફરીથી તે ભવને પ્રાપ્ત કરવાના ન હોય, તે તે જીવ ભવચરમ છે અને જેનો તે અંતિમ ભવ ન હોય અર્થાત્ ભવભ્રમણ કરતાં ફરીવાર ક્યારેક તે ભવને પ્રાપ્ત કરવાના હોય તો તે જીવ ભવ અચરમ છે. ૨૪ દંડકના કોઈપણ એક જીવમાં ભવચરમ અને ભવ અચરમ આ બેમાંથી એક અવસ્થા હોય અને અનેક જીવોમાં બંને પ્રકારના જવો હંમેશા હોય છે.
૧૩૨
(૪) ભાષા ચરમ-અચરમ ઃ— જેને વર્તમાન ભવ નિમિત્તક ભાષા અંતિમ હોય, ફરી કયારેય તે ભવમાં આવવાનો ન હોય, તે જીવ તે ભવની ભાષાની અપેક્ષાએ ભાષા ચરમ છે, જેને ફરી તે ભવરૂપે ભાષા પ્રાપ્ત થવાની હોય, તે ભાષા અચરમ છે. એકેન્દ્રિય જીવ ભાષારહિત હોય છે, કારણ કે તેને જિહેન્દ્રિય નથી, તેથી તેઓ ભાષા ચરમ કે ભાષા અચરમની કોટિમાં ગણાતા નથી. માટે મૂળપાઠમાં તેનો નિષેધ છે.
(૫) શ્વાસોશ્વાસ ચરમઅચરમ :– જેને વર્તમાન નરકાદિ ભવ નિમિત્તક શ્વાસોશ્વાસ અંતિમ હોય, ફરીર ક્યારે ય તે ભવમાં આવવાનો ન હોય, તો તે જીવ તે ભવની અપેક્ષાએ શ્વાસોશ્વાસ ચરમ છે. જેને ફરી ક્યારેક તે ભવરૂપે શ્વાસોશ્વાસ પ્રાપ્ત થવાના હોય, તે શ્વાસોશ્વાસ અચરમ છે.
(૬) આહાર ચરમ-અચરમ :– જેને વર્તમાન નરકાદિ ભવ નિમિત્તક આહાર અંતિમ હોય, ફરીવાર તે જીવ તે ભવમાં ક્યારે ય આવવાનો ન હોય, તો તે નારકી આદિ તે ભવની અપેક્ષાએ આહાર ચરમ છે. જેને ફરી ક્યારેક તે ભવરૂપે આહાર ગ્રહણ કરવાનો છે, તે આહાર અચરમ છે.
·
(૭) ભાવ ચરમ-અચરમ ઃ– જેને વર્તમાન નકાદિ ભવ નિમિત્તક ઔદયિક આદિ ભાવો અંતિમ હોય, ફરીવાર તે જીવ તે દંડકમાં ક્યારે ય આવવાનો ન હોય તો તે નારકી આદિ તે દંડકની અપેક્ષાએ ભાવ ચરમ છે. જેને ફરીવાર ક્યારેક તે ભવરૂપે ઔદયિક આદિ ભાવો પ્રાપ્ત થવાના હોય, તે ભાવ અચરમ છે. પાંચ ભાવમાંથી ઔયિક, ઔપશમિક અને ક્ષાયોપશમિક આ ત્રણ ભાવની અપેક્ષાએ જ ભાવચરમ ઘટી શકે છે. શેષ સાયિક અને પારિણામિક ભાવ સિદ્ધ અવસ્થામાં હોવાથી તેનો અંત કે અંતિમ સમય હોતો નથી. (૮ થી ૧૧) વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ ચરમ અચરમ :- જે નારકી આદિ જીવને માટે વર્તમાન ભવમાં જે પ્રાપ્ત વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ અંતિમ હોય, ફરી તે જીવ તે ભવને પ્રાપ્ત થવાના ન હોય તો તે જીવ તે ભવની અપેક્ષાએ વર્ણાદિ ચરમ છે. જેને ભવ ભ્રમણ કરતાં ફરી તે ભવરૂપે વર્ણાદિ પ્રાપ્ત થવાના હોય, તે વર્ણાદિ અચરમ છે.
સંક્ષેપમાં એક વચનાત્મક નારકી આદિ તે-તે જીવ ક્યારેક ચરમ હોય અને ક્યારેક અચરમ હોય, અર્થાત્ તે એક જીવમાં બેમાંથી કોઈપણ એક જ અવસ્થા હોય છે. બહુવચનાત્મક નારકી આદિ વોમાં ઘણા જીવો ચરમ પણ હોય છે અને ઘણા જીવો અચરમ પણ હોય છે.
II દશમું પદ સંપૂર્ણ ॥