________________
અગિયારમું પદ : ભાષા
અગિયારમું પદ
૧૩૩
ußuu************
આ પદનું નામ ભાષા પદ છે. તેમાં ભાષાની ઉત્પત્તિ, તેના પ્રકાર, કાલમાન તથા ભાષક જીવો વગેરે વિષયોની વિસ્તૃત ચર્ચા છે.
વિચારોને પ્રગટ કરવાનું માધ્યમ ભાષા છે. ભાષા દ્વારા જ પરસ્પરનો વ્યવહાર થાય છે. ભાષાથી જ તીર્થંકરો દ્વારા શાસનની સ્થાપના અને શાસનની પરંપરા ચાલે છે. આ રીતે સાંસારિક અને આધ્યાત્મિક ક્ષેત્રે ભાષાનું સ્થાન આગવું હોવાથી સૂત્રકારે તેનું સાંગોપાંગ વર્ણન કર્યું છે.
ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત ત્રસ જીવોને જ્યારે બોલવાની ઇચ્છા થાય ત્યારે તે ભાષા વર્ગણાના પુદ્ગલોને કાયયોગ દ્વારા ગ્રહણ કરે, તે ગ્રહણ કરેલા પુદ્ગલોને વચનયોગથી ભાષારૂપે પરિણત કરે અર્થાત્ ભાષા બોલે છે.
જીવ, ભાષા વર્ગણાના− સ્થિત, અનંતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશાવગાઢ, એક સમયથી લઈને અસંખ્યાત સમયની સ્થિતિવાળા, ચર્લસ્પર્શી, સ્પષ્ટ, આત્મપ્રદેશાવગાઢ, અનંતરાવગાઢ પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે.
તીવ્ર પ્રયત્નવાન વક્તા જ્યારે ભાષા દ્રવ્યનો ત્યાગ કરે, ત્યારે તે દ્રવ્ય સૂક્ષ્મ ખંડ-ખંડ રૂપે ભેદાઈને નીકળે છે. તે સૂક્ષ્મ દલિકો અન્ય અનેક દ્રવ્યોને વાસિત કરી, અનંતગુણ વૃદ્ધિ પામતા લોકાંત સુધી ફેલાઈ જાય છે. મંદ પ્રયત્નવાન વક્તાના ભાષા દ્રવ્યો અખંડ રૂપે બહાર નીકળે છે. તે પુગલો સ્થૂલ હોવાથી સમગ્ર લોકમાં વ્યાપ્ત થતા નથી. સંખ્યાત યોજન સુધી જઈને નાશ પામી જાય છે અર્થાત ભાષા પરિણામનો
ત્યાગ કરે છે.
ભાષા જીવના પ્રયત્ન વિશેષથી બોલાતી હોવાથી તેનું આદિ કારણ જીવ છે, તેનું ઉત્પત્તિ સ્થાન ઔદારિકાદિ સ્થૂલ શરીર છે. કાયયોગ દ્વારા ભાષા દ્રવ્યોનું ગ્રહણ થાય અને વચનયોગ દ્વારા તેનો ત્યાગ થાય છે. ભાષા પુદ્ગલોનું સંસ્થાન વજ્ર જેવું છે. તેનો અંત લોકાંતે થાય છે. કદાચિત સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રમાં અંત થાય છે.
ભાષાના મુખ્ય ચાર પ્રકાર છે– (૧) સત્ય (૨) અસત્ય (૩) સત્યાસત્ય–મિશ્ર ભાષા અને (૪) અસત્યામૃષા-વ્યવહાર ભાષા. તેના ક્રમશઃ દશ, દશ, દેશ અને બાર ભેદ છે. સૂત્રમાં તે પ્રત્યેક ભેદનું સ્પષ્ટીકરણ છે.
પાંચ સ્થાવર જીવોને છોડીને શેષ ૧૯ દંડકના જીવો ભાષક છે. સંજ્ઞી જીવો ચારે પ્રકારની ભાષા બોલી શકે છે. અસી જવો માત્ર વ્યવહાર ભાષા જ બોલે છે.
તે ઉપરાંત વ્યક્તિ અને જાતિની અપેક્ષાએ પ્રજ્ઞાપની આદિ ભાષામાં સત્ય-અસત્યનો નિર્ણય કર્યો છે. ત્યારપછી સોળ પ્રકારનાં વચન, ભાષાનો ઉપયોગપૂર્વક પ્રયોગ કરનારા(બોલનારા) અને ઉપયોગ રહિત બોલનારા જીવોમાં આરાધક અને વિરાધક તથા સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહારભાષક જીવોનું અલ્પબહુત્વ આદિ વિષયોની વિશદ ચર્ચા કરવામાં આવી છે.
܀܀܀܀܀