________________
| દશમું પદ : ચરમ
[ ૧૩૧]
આ રીતે તદ્ભવ મોક્ષગામી મનુષ્યો જ સમુચ્ચય ગતિચરમ હોય છે કારણ કે મનુષ્ય ગતિમાંથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે સિવાય સર્વ ગતિના જીવો ગતિઅચરમ હોય છે.
તેમ છતાં તે તે ગતિની અપેક્ષાએ ચારે ગતિના જીવોમાં ચરમ-અચરમપણુ ઘટિત થાય છે. તે જ રીતે સ્થિતિ, ભવ આદિ પ્રત્યેક બોલમાં તે તે ભવની સ્થિતિ આદિની અપેક્ષાએ જ ૨૪ દંડકના એક અને અનેક જીવોમાં ચરમ-અચરમપણુ ઘટિત થાય છે. નરકગતિ ચરમ-અચરમઃ-નરકગતિમાં રહેલો જે નારકી ત્યાંથી નીકળ્યાં પછી ફરી ક્યારે ય નરકગતિમાં ઉત્પન્ન થવાનો ન હોય તેને નરકગતિ ચરમ કહે છે અને જે નારકી ત્યાંથી નીકળીને ભવભ્રમણ કરતાં-કરતાં ફરી ક્યારેક નરકમાં ઉત્પન્ન થવાના હોય તેને નરકગતિ અચરમ કહે છે.
એક નારકીની પુચ્છામાં તે જીવ નરકગતિનો ચરમ હોય અથવા નરકગતિનો અચરમ હોય છે અર્થાત્ એક નારકીમાં બેમાંથી કોઈપણ એક અવસ્થા હોય છે.
અનેક નારકી જીવોની પુચ્છામાં ઘણા નૈરયિકો નરકગતિ ચરમ પણ હોય છે અને ઘણા નૈરયિકો નરકગતિ અચરમ પણ હોય છે અર્થાત્ અનેક જીવોમાં બંને પ્રકારની અવસ્થાવાળા જીવો હંમેશાં હોય જ છે.
આ રીતે ચોવીસ દંડકમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ ચરમ અને અચરમપણુ સમજી લેવું જોઈએ. (ર) સ્થિતિ ચરમ-અચરમ :- તેના બે પ્રકારે અર્થ થાય છે– (૧) વર્તમાનમાં(પૃચ્છા સમયે) જે જીવ પોતાની સ્થિતિ(ઉંમર)ના અંતિમ સમયમાં વર્તતા હોય તે સ્થિતિચરમ અને તે સિવાયના સમયમાં વર્તતા જીવો સ્થિતિ અચરમ. (૨) નારકી આદિ જે દંડકના જીવ પૃચ્છા સમયે જે સ્થિતિ–આયુષ્યનો અનુભવ કરી રહ્યા હોય, તે સ્થિતિ તેની અંતિમ હોય, ફરી એ સ્થિતિ(ઉંમર)ને ક્યારેય પ્રાપ્ત કરવાના ન હોય તે સ્થિતિ ચરમ અને જો ભવિષ્યમાં ફરી તે સ્થિતિને પ્રાપ્ત કરવાના હોય તો તે સ્થિતિ અચરમ છે.
આ બે અર્થમાંથી અહીં બીજો અર્થ પ્રસંગોચિત છે. કારણ કે પ્રસ્તુત પ્રસંગમાં સુત્રકારે અનેક જીવોની પુચ્છામાં સ્થિતિ ચરમ અને સ્થિતિ અચરમ બંને પ્રકારના જીવોને શાશ્વત કહ્યા છે. તે બંને પ્રકારના જીવો હંમેશાં હોય છે.
છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં નરકાદિ ચારે ગતિનો વિરહકાલ બાર મુહૂર્તનો કહ્યો છે. નરકાદિ ગતિના વિરહકાલમાં એક પણ નારકી પોતાના આયુષ્યના–સ્થિતિના અંતિમ સમયમાં વર્તતો નથી. જેથી પ્રથમ અર્થાનુસાર ચારે ગતિના વિરહકાલની અપેક્ષાએ સ્થિતિ ચરમ જીવો હંમેશાં હોતા નથી.
બીજા અર્થ અનુસાર અનેક જીવોમાંથી કેટલાક જીવો પોતાની તે એક સાગરોપમ આદિ સ્થિતિને ભવભ્રમણ કરતાં ક્યારે ય પ્રાપ્ત કરવાના નથી, તે સ્થિતિ ચરમ છે અને કેટલાક જીવો ભવભ્રમણ કરતાં પોતાની તે સાગરોપમ આદિ સ્થિતિને ફરી પ્રાપ્ત કરવાના હોય, તે સ્થિતિ અચરમ છે. આ રીતે ૨૪ દંડકના અનેક જીવોમાં સ્થિતિ ચરમ અને સ્થિતિ અચરમ બંને પ્રકારના જીવો હંમેશાં હોય છે. આ રીતે બીજો અર્થ સૂત્રના તાત્પર્યમાં સંગત જણાય છે.
એક નારકીની પૃચ્છામાં તે જીવ ક્યારેક સ્થિતિ ચરમ હોય છે અને ક્યારેક સ્થિતિ અચરમ હોય છે. અર્થાતુ જો તે નારકી પોતાની તે સ્થિતિને ફરી ક્યારે ય પ્રાપ્ત કરવાનો ન હોય, તો તે સ્થિતિચરમ અને જો તે પોતાની સ્થિતિને ભવભ્રમણ કરતાં ફરી ક્યારે ય પ્રાપ્ત કરવાનો હોય, તો તે સ્થિતિ અચરમ છે. આ રીતે ૨૪ દંડકના એક જીવમાં પૃચ્છા સમયે સ્થિતિ ચરમ અથવા સ્થિતિ અચરમ બેમાંથી એક અવસ્થા હોય છે.
Sા
,
“ અર્થ સરીમાં સ્થિતિ પતિને ફરી ,