________________
[ ૧૩૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક રસ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ ! રસ ચરમની અપેક્ષાએ કદાચિત ચરમ છે અને કદાચિત અચરમ છે. આ જ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. ५१ णेरइया णं भंते ! रसचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं णिरंतरं जाव वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકો રસ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ? ઉત્તર- હે ગૌતમ! રસ ચરમની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. ५२ णेरइए णं भंते ! फासचरिमेणं किं चरिमे अचरिमे? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । एवं णिरंतरं जाव वेमाणिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક સ્પર્શ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ ! એક નૈરયિક સ્પર્શ ચરમની અપેક્ષાએ કદાચિત ચરમ છે અને કદાચિતુ અચરમ છે. આ જ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. ५३ णेरइया णं भंते ! फासचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं णिरंतरं जाव वेमाणिया ।
गइ ठिई भवे य भासा, आणापाणुचरिमे य बोद्धव्वे ।
आहारा भावचरिमे य, वण्ण रस गंध फासे य ॥१॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકો સ્પર્શ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ! અનેક નૈરયિકો સ્પર્શ ચરમની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ.
ગાથાર્થ- (૧) ગતિ, (૨) સ્થિતિ, (૩) ભવ, (૪) ભાષા, (૫) આનાપાન(શ્વાસોશ્વાસ), (૬) આહાર, (૭) ભાવ, (૮) વર્ણ, (૯) ગંધ, (૧૦) રસ અને (૧૧) સ્પર્શ (આ અગિયાર દ્વારોની અપેક્ષાએ જીવોની ચરમ-અચરમ પ્રરૂપણા) જાણવી જોઈએ. ll૧// વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં ગતિ આદિ અગિયાર દ્વારોની અપેક્ષાએ ચોવીશ દંડકવર્તી જીવોના ચરમ-અચરમનું નિરૂપણ છે. ગતિ ચરમ આદિ પદોની વ્યાખ્યા – ગતિ ચરમ-અચરમ:- વર્તમાનમાં(પૃચ્છા સમયે) જે જીવ અંતિમ ગતિ પર્યાયમાં હોય, તેને ગતિચરમ કહે છે. જેમ કે તદ્ભવ મોક્ષગામી જીવ વર્તમાને મનુષ્ય ગતિમાં છે અને મનુષ્ય ગતિમાંથી તે મોક્ષને પ્રાપ્ત કરવાનો છે તેમજ ફરી કોઈપણ ગતિમાં જન્મ ધારણ કરવાનો નથી, તે ગતિ ચરમ કહેવાય છે. જે જીવ આ ભવ પછી કોઈપણ ગતિમાં જન્મ ધારણ કરવાનો હોય, તેને ગતિઅચરમ કહે છે.