________________
| દશમું પદ : ચરમ
[ ૧૨૫]
આ જ રીતે વૃત્ત સંસ્થાનથી લઈને આયત સંસ્થાન સુધીના ચરમાદિ બોલોનું અલ્પબદુત્વ સમજી લેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરિમંડલ આદિ સંસ્થાનોના સંખ્યાત પ્રદેશી આદિ તથા સંખ્યાત પ્રદેશાવગાઢ આદિનું પ્રતિપાદન કરીને તેના અચરમ-ચરમાદિના અલ્પબદુત્વની પ્રરૂપણા છે.
આ લોકમાં અનંતાનંત પુદગલ સ્કંધો છે. તેમાં પરિમંડલ આદિ પાંચે સંસ્થાનવાળા પુદ્ગલો પણ અનંત-અનંત છે; તેમાંથી કેટલાક પરિમંડલ આદિ સંખ્યાત પ્રદેશી, કેટલાક અસંખ્યાતપ્રદેશી અને કેટલાક અનંતપ્રદેશ છે. સંસ્થાનોની અવગાહના :- સંખ્યાત પ્રદેશ પરિમંડલ આદિ સંસ્થાનવાળા સ્કંધો જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકે છે.
અસંખ્યાત પ્રદેશ પરિમંડલ આદિ સંસ્થાનવાળા સ્કંધો જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા આકાશ પ્રદેશો પર અવગાઢ થઈ શકે છે.
તે જ રીતે અનંત પ્રદેશી પરિમંડલ આદિ સંસ્થાનવાળા સ્કંધો જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત આકાશ પ્રદેશો પર અવગાઢ થઈ શકે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશો જ હોવાથી કોઈ પણ સ્કંધની અવગાહના અસંખ્યાત પ્રદેશથી અધિક થતી નથી.
સંક્ષેપમાં જેટલા પ્રદેશ સ્કંધ હોય તેટલા પ્રદેશમાં તે ઉત્કૃષ્ટ અવગાહના પામી શકે છે. તેનાથી ન્યૂન અવગાહના પામી શકે છે, પરંતુ અધિક અવગાહના પામી શકતા નથી. જેમ કે પચાસ પ્રદેશ સ્કંધ જઘન્ય ૧, ૨, ૩ પ્રદેશો પર અને ઉત્કૃષ્ટ ૫૦ આકાશપ્રદેશો પર સ્થિત થાય છે. ૫૦ થી અધિક પ્રદેશો પર સ્થિત થઈ શકતો નથી. અનંત પ્રદેશી અંધ ઉત્કૃષ્ટ અસંખ્યાત આકાશ પ્રદેશ પર અવગાહન કરી શકે છે, કારણ કે લોકમાં સર્વ આકાશ પ્રદેશો અસંખ્યાત જ છે. સંસ્થાનોમાં ચરમ–અચરમ આદિ- દ્રવ્યની અપેક્ષાએ પાંચે સંસ્થાન એકત્વ પરિણામ વડે પરિણત હોવાથી એક દ્રવ્યરૂપ છે, તેથી તેમાં ચરમ કે અચરમપણું ઘટિત થતું નથી. પરંતુ પરિમંડલ આદિ પાંચે સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશી તેમજ સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશાવગાઢ હોય છે; તેથી તેમાં વિભાગની અપેક્ષાએ અવયવોની કલ્પના કરી શકાય છે, જેથી રત્નપ્રભાપૃથ્વીની જેમ તેમાં (૧) અનેક ચરમ (૨) એક અચરમ (૩) ચરમાંત પ્રદેશ (૪) અચરમાંત પ્રદેશ રૂપ ચાર ભંગ ઘટિત થાય છે.
જેમ કે (૧) કોઈપણ સંસ્થાનવાળા સ્કંધમાં દતાકાર ખૂણાઓ હોય તો વિભાગાપેક્ષયા તેના અનેક ચરમ હોય છે. (૨) મધ્યનો ભાગ હોય તો તે એક અચરમ હોય છે. (૩) તેમાં ચરમ વિભાગોના પ્રદેશો ચરમાન્ત પ્રદેશો હોય છે અને (૪) અચરમ વિભાગના પ્રદેશો અચરમાન્ત પ્રદેશો હોય છે.
- પ્રસ્તુત સૂત્રોમાં પરિમંડલ આદિ સંસ્થાનોના પ્રદેશ અને અવગાહનાના સંયોગે પાંચ વિકલ્પ કર્યા છે–(૧)સંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ. (૨) અસંખ્યાત પ્રદેશી-સંખ્યાત પ્રદેશાવગાઢ(૩)અસંખ્યાતપ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢ (૪) અનંત પ્રદેશી-સંખ્યાત પ્રદેશાવગાઢ. (૫) અનંત પ્રદેશી-અસંખ્યાતપ્રદેશાવગાઢ. આ પાંચેય પ્રકારના વિશેષણોથી યુક્ત પરિમંડલાદિ સંસ્થાનોમાં વિભાગાદેશથી(અવયવોની અપેક્ષાએ)- (૧) અનેક ચરમ (૨) એક અચરમ (૩) ચરમાંત પ્રદેશો (૪) અચરમાંત પ્રદેશો, તે ચાર