________________
૧૨૪]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
अचरिमस्स य चरिमाण य चरिमंतपएसाण य अचरिमंतपएसाण यदव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठ-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा! जहा रयणप्पभाए अप्पाबहुयं तहेव णिरवसेसं भाणियव्वं एवं जाव आयते। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના એક અચરમ, અનેક ચરમ, ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશોમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા દ્રવ્ય-પ્રદેશ બંનેની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ! જેવી રીતે રત્નપ્રભા પૃથ્વીના ચરમાદિના અલ્પબદુત્વનું કથન કર્યું છે તેવી જ રીતે અહીં પણ સંપૂર્ણ અલ્પબદુત્વનું કથન કરવું. આ જ રીતે આયત સંસ્થાન સુધી જાણવું જોઈએ. २९ परिमंडलस्स णं भंते ! संठाणस्स अणंतपएसियस्स संखेज्जपएसोगाढस्स अचरिमस्स य चरिमाण य चरिमंतपएसाण य अचरिमंतपएसाण य दव्वट्ठयाए,पएसट्ठयाए, दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! जहा संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स णवरं संकमे अणतगुणा । एवं जाव आयते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનંત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના એક અચરમ, અનેક ચરમ, ચરમાંતપ્રદેશો અને અચરમાંત પ્રદેશોમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ, દ્રવ્ય-પ્રદેશ બંનેની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે સંખ્યાત પ્રદેશાવગાઢ સંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાનના ચરમાદિના અલ્પબદુત્વના વિષયમાં કહ્યું, તે જ રીતે અનંત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે સંક્રમમાં એટલે દ્રવ્ય પછી પ્રદેશનો બોલ આવે ત્યાં અનંતગુણા છે. આ જ રીતે વૃત્ત સંસ્થાનથી લઈને આયત સંસ્થાન સુધી કહેવું જોઈએ. |३० परिमंडलस्स णं भंते ! संठाणस्स अणंतपएसियस्स असंखेज्जपएसोगाढस्स अचरिमस्स य चरिमाण य चरिमंतपएसाण य अचरिमंतपएसाण य दव्वट्ठयाए, पएसट्ठयाए, दवट्ठ-पएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! जहा रयणप्पभाए, णवरं संकमे अणंतगुणा । एवं जाव आयते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનંતપ્રદેશી,અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના એક અચરમ, અનેક ચરમ, ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશોમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ, દ્રવ્ય-પ્રદેશ બંનેની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીના ચરમ, અચરમ, આદિના વિષયમાં અલ્પબદુત્વ કહ્યું છે, તે જ રીતે અનંત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમ, અચરમ આદિના અલ્પબદુત્વના વિષયમાં સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે સંક્રમમાં અર્થાત્ અલ્પબદુત્વમાં જ્યાં દ્રવ્ય પછી પ્રદેશનો બોલ આવે ત્યાં અનંતણા છે.