________________
| દશમું પદ : ચરમ
|
૧૨૧ ]
હોય છે, કદાચિત્ અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોય છે પરંતુ અનંત પ્રદેશોમાં અવગાઢ હોતું નથી. આ જ રીતે આયત સંસ્થાન સુધી કહેવું જોઈએ. २० परिमंडले णं भंते ! संठाणे अणंतपएसिए किं संखेज्जपएसोगाढे असंखेज्ज पएसोगाढे अणंतपएसोगाढे? गोयमा! सिय संखेज्जपएसोगाढे सिय असंखेज्जपएसोगाढे, णो अणंतपएसोगाढे । एवं जाव आयते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંત પ્રદેશી પરિમંડળ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોય છે, અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોય છે કે અનંતપ્રદેશોમાં અવગાઢ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! અનંત પ્રદેશી પરિમંડળ સંસ્થાન કદાચિત્ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોય છે. કદાચિત્ અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોય છે, અનંત પ્રદેશાવગાઢ હોતું નથી. આ જ રીતે આયત સંસ્થાન સુધી જાણવું જોઈએ. २१ परिमंडलेणं भंते ! संठाणे संखेज्जपएसिए संखेज्जपएसोगाढे किं चरिमे अचरिमे चरिमाइं अचरिमाइं चरिमंतपएसा अचरिमंतपएसा?
गोयमा ! परिमंडले णं संठाणे संखेज्जपएसिए संखेज्जपदेसोगाढे णो चरिमे णो अचरिमे णो चरिमाइं णो अचरिमाइं णो चरिमंतपएसा णो अचरिमंतपएसा, णियमा अचरिमं च चरिमाणि य चरिमंतपएसा य अचरिमंतपएसा य । एवं जाव आयते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત પ્રદેશી, સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડળ સંસ્થાન શું ચરમ છે, અચરમ છે, અનેક ચરમ છે, અનેક અચરમ છે, ચરમાંત પ્રદેશો છે કે અચરમાંત પ્રદેશો છે?
ઉત્તર– હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડળ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી, અચરમ નથી, અનેક ચરમ નથી, અનેક અચરમ નથી, ચરમાંત પ્રદેશ નથી અને અચરમાન્ત પ્રદેશ પણ નથી, પરંતુ વિભાગની અપેક્ષાએ નિયમથી એક અચરમ, અનેક ચરમ, ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો છે. આ જ રીતે સંખ્યાત પ્રદેશી-સંખ્યાત પ્રદેશાવગાઢ વૃત્ત સંસ્થાનથી લઈ આયત સંસ્થાન સુધી જાણવું જોઈએ. | २२ परिमंडलेणं भंते! संठाणे असंखेज्जपएसिए संखेज्जपएसोगाढे किं चरिमे पुच्छा? गोयमा! असंखेज्जपएसिए संखेज्जपएसोगाढे जहा संखेज्जपएसिए। एवं जाव आयते । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! અસંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાન શું ચરમ છે, અચરમ છે, અનેક ચરમ છે, અનેક અચરમ છે, ચરમાંતપ્રદેશ છે કે અચરમાંત પ્રદેશ છે?
ઉત્તર- હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશી-સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના વિષયમાં સંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાનની સમાન જ જાણવું જોઈએ. આ જ રીતે અસંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ આયત સંસ્થાન સુધી જાણવું જોઈએ. २३ परिमंडले णं भंते । संठाणे असंखेज्जपएसिए असंखेज्जपएसोगाढे किं चरिमे पुच्छा? गोयमा ! असंखेज्जपएसिए असंखेज्जपएसोगाढे णो चरिमे, एवं जहा संखेज्ज पएसिए संखेज्जपएसोगाढे । एवं जाव आयते ।