________________
૧૨૦
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
સંસ્થાનની અપેક્ષાએ ચરમાદિની પ્રરૂપણા ઃ
૧ ૬ ખં ભંતે ! સંડાળા પળતા ? ગોયમા ! પંચ સંડાળા પળતા, તં નહીંपरिमंडले वट्टे तसे चउरंसे आयते ।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! સંસ્થાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! સંસ્થાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે –(૧) પરિમંડળ, (૨) વૃત્ત, (૩) ત્ર્યસ, (૪) ચતુરસ અને (૫) આયત. १६ परिमंडला णं भंते ! संठाणा किं संखेज्जा असंखेज्जा अनंता ? गोयमा ! णो સંવેગ્ગા, નો અસલેખ્ખા, અનંતા । ′ નાવ આયતા |
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરિમંડળ સંસ્થાન શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પરંતુ અનંત છે. આ જ પ્રમાણે વૃત્તથી લઈ યાવત્ આયત સુધીના સંસ્થાનોના વિષયમાં જાણવું જોઈએ.
१७ परिमंडले णं भंते ! संठाणे किं संखेज्जपएसिए असंखेज्जपएसिए अणतपएसिए ? गोयमा ! सिय संखेज्जपएसिए सिय असंखेज्जपएसिए सिय अनंतपएसिए । एवं जाव આયતે 1
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરિમંડળ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશી છે, અસંખ્યાતપ્રદેશી છે કે અનંતપ્રદેશી છે ? ઉત્તર– હે ગૌતમ ! તે કદાચિત્ સંખ્યાત પ્રદેશી છે, કદાચિત્ અસંખ્યાતપ્રદેશી છે અને કદાચિત્ અનંત પ્રદેશી છે. આ જ રીતે યાવત્ આયત સંસ્થાન સુધી સમજી લેવું જોઈએ.
१८ परिमंडले णं भंते ! संठाणे संखेज्जपएसिए किं संखेज्जपएसोगाढे असंखेज्ज पएसोगाढे अणंतपएसोगाढे ? गोयमा ! संखेज्जपएसोगाढे, णो असंखेज्जपएसोगाढे, णो अणंतपएसोगाढे। एवं जाव आयते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંખ્યાત પ્રદેશી પરિમંડળ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોય છે, અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોય છે કે અનંત પ્રદેશોમાં અવગાઢ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી પરિમંડળ સંસ્થાન સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોય છે, અસંખ્યાતપ્રદેશોમાં અવાગઢ હોતા નથી અને અનંત પ્રદેશોમાં અવગાઢ હોતા નથી. આ જ રીતે આયત સંસ્થાન સુધી કથન કરવું જોઈએ.
१९ परिमंडले णं भंते ! संठाणे असंखेज्जपएसिए किं संखेज्जपएसोगाढे असंखेज्जपएसोगाढे अणंतपएसोगाढे ? गोयमा ! सिय संखेज्जपएसोगाढे सिय असंखेज्जपएसोगाढे, णो अणंतपएसोगाढे। एवं जाव आयते ।
•
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્યાત પ્રદેશી પરિમંડળ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોય છે, અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ હોય છે કે અનંત પ્રદેશોમાં અવગાઢ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશી પરિમંડળ સંસ્થાન કદાચિત્ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ