________________
| દશમું પદ : ચરમ
[ ૧૧૫ ]
હોવાથી એક ચરમ છે, મધ્યનો પ્રદેશ એક અચરમ અને ઉપર-નીચેના બે પ્રતરના એક-એક પ્રદેશ અનેક અવક્તવ્ય છે. આ રીતે એક ચરમ-એક અચરમ અને અનેક અવકતવ્યરૂપ આ ભંગ ઘટિત થાય છે. એકવીસમો ભંગ– સાત પ્રદેશી સ્કંધ જ્યારે બે પ્રકરના સાત આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાં એક જ પ્રતરમાં આડી-ઊભી બે શ્રેણીમાં ચારે દિશામાં ચાર પ્રદેશો, મધ્યમાં બે પ્રદેશો તથા એક પ્રદેશ અન્ય પ્રતરમાં ઉપર અથવા નીચે હોય, ત્યારે ચાર દિશાના ચાર પ્રદેશ તથાવિધ એકત્વ પરિણામી હોવાથી એક ચરમ છે. મધ્યના બે પ્રદેશ તથાવિધ ભિન્ન પરિણામે પરિણત હોવાથી અનેક અચરમ છે અને બીજા પ્રતરમાં સ્થિત એક પ્રદેશાવગાઢ એક પ્રદેશ એક અવકતવ્ય છે, આમ સાત પ્રદેશી સ્કંધમાં એક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય નામનો આ એકવીસમો ભંગ ઘટિત થાય છે. આ રીતે સાત પ્રદેશ સ્કંધમાં છવ્વીસ ભંગમાંથી કુલ ૧૫૨ = ૧૭ ભંગ ઘટિત થાય છે. શેષ નવ ભંગ ઘટિત થતા નથી. આઠ પ્રદેશી આદિ સ્કંધમાં ચરમાદિ - १३ अट्ठपएसिए णं भंते ! खंधे पुच्छा? गोयमा ! अट्ठपएसिए खंधे सिय चरिमे, णो अचरिमे, सिय अवत्तव्वए, णो चरिमाइं, णो अचरिमाइं, णो अवत्तव्वयाई;
सिय चरिमे य अचरिमे य, सिय चरिमे य अचरिमाइं च, सिय चरिमाइं च अचरिमे य, सिय चरिमाइं च अचरिमाइं च; सिय चरिमे य अवत्तव्वए य, सिय चरिमे य अवत्तव्वयाइं च, सिय चरिमाइं च अवत्तव्वए य, सिय चरिमाइं च अवत्तव्वयाइं च; णो अचरिमे य अवत्तव्वए य, णो अचरिमे य अवत्तव्वयाइं च, णो अचरिमाइं च अवत्तव्वए य, णो अचरिमाइं च अवत्तव्वयाइं च;
सिय चरिमे य अचरिमे य अवत्तव्वए य, सिय चरिमे य अचरिमे य अवत्तव्वयाई च, सिय चरिमे य अचरिमाइं च अवत्तव्वए य, सिय चरिमेय अचरिमाइं च अवत्तव्वयाइंच; सिय चरिमाइं च अचरिमे य अवत्तव्वए य, सिय चरिमाइंच अचरिमे य अवत्तव्वयाइं च, सिय चरिमाइंच अचरिमाइंच अवत्तव्वए य, सिय चरिमाइंच अचरिमाइंच अवत्तव्वयाइं च। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આઠ પ્રદેશી સ્કંધ શું ચરમ છે, ઇત્યાદિ છવ્વીસ ભંગાત્મક પ્રશ્ન પૂર્વવતુ? ઉત્તર- હે ગૌતમ ! આઠ પ્રદેશી સ્કંધ (૧) કદાચિત્ ચરમ છે, (૨) અચરમ હોતો નથી, (૩) કદાચિત્ અવક્તવ્ય છે, (૪) અનેક ચરમરૂપ હોતો નથી, (૫) અનેક અચરમરૂપ હોતો નથી, (૬) અનેક અવક્તવ્યરૂપ હોતો નથી;
(૭) કદાચિત્ એક ચરમ અને એક અચરમ હોય છે, (૮) કદાચિત્ એક ચરમ અને અનેક અચરમ હોય છે, (૯) કદાચિત્ અનેક ચરમ અને એક અચરમ હોય છે, (૧૦) કદાચિત્ અનેક ચરમ અને અનેક અચરમ હોય છે; (૧૧) કદાચિત એક ચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૧૨) કદાચિતુ એક ચરમ અને અનેક અવક્તવ્ય હોય છે, (૧૩) કદાચિતુ અનેક ચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૧૪) કદાચિત અનેક ચરમ અને અનેક અવક્તવ્ય હોય છે; (૧૫) એક અચરમ અને એક અવક્તવ્ય હોતો નથી, (૧૬) એક અચરમ અને અનેક અવક્તવ્ય હોતો નથી, (૧૭) અનેક અચરમ અને એક અવક્તવ્ય હોતો નથી, (૧૮) અનેક અચરમ અને અનેક અવક્તવ્ય હોતો નથી;