________________
[ ૧૧૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
णो अचरिमे, सिए अवत्तव्वए, णो चरिमाई, णो अचरिमाइं, णो अवत्तव्वयाई;
सिय चरिमे य अचरिमे य, सिय चरिमे य अचरिमाइं च, सिय चरिमाइं च अचरिमे य, सिय चरिमाइं च अचरिमाइं च; सिय चरिमे य अवत्तव्वए य, सिय चरिमे य अवत्तव्वयाई च, सिय चरिमाइं च अवत्तव्वए य, सिय चरिमाइं च अवत्तव्वयाई च; णो अचरिमे य अवत्तव्वए य, णो अचरिमे य अवत्तव्वयाई च, णो अचरिमाइं च अवत्तव्वए य, णो अचरिमाइं च अवत्तव्वयाइं च;
सिय चरिमे अचरिमे य अवत्तव्वए य, सिय चरिमेय अचरिमे य अवत्तव्वयाइं च, सिय चरिमे य अचरिमाइं च अवत्तव्वए य, णो चरिमे य अचरिमाइं च अवत्तव्वयाइं च; सिय चरिमाइंच अचरिमेय अवत्तव्वए य, सिय चरिमाइंच अचरिमेय अवत्तव्वयाइंच, सिय चरिमाइं च अचरिमाइं च अवक्तव्वए य, सिय चरिमाइं च अचरिमाइं च अवत्तव्वयाइं च । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સાત પ્રદેશ સ્કંધ શું ચરમ છે, ઇત્યાદિ છવ્વીસ ભંગાત્મક પ્રશ્ન પૂર્વવત્?
ઉત્તર– હે ગૌતમ! સાતપ્રદેશી સ્કંધ (૧) કદાચિત ચરમ હોય છે, (૨) અચરમ હોતો નથી, (૩) કદાચિત્ અવક્તવ્ય હોય છે, (૪) અનેક ચરમ હોતો નથી, (૫) અનેક અચરમ હોતો નથી, (૬) અનેક અવક્તવ્ય હોતો નથી; (૭) કદાચિત્ એક ચરમ અને એક અચરમ હોય છે, (૮) કદાચિત્ એક ચરમ અને અનેક અચરમ હોય છે, (૯) કદાચિત્ અનેક ચરમ અને એક અચરમ હોય છે, (૧૦) કદાચિત્ અનેક ચરમ અને અનેક અચરમ હોય છે; (૧૧) કદાચિત્ એક ચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૧૨) કદાચિત્ એક ચરમ અને અનેક અવક્તવ્ય હોય છે, (૧૩) કદાચિતુ અનેક ચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૧૪) કદાચિત્ અનેક ચરમ અને અનેક અવક્તવ્ય હોય છે; (૧૫) એક અચરમ અને એક અવક્તવ્ય નથી, (૧૬) એક અચરમ અને અનેક અવક્તવ્ય હોતો નથી, (૧૭) અનેક અચરમ અને એક અવક્તવ્ય હોતો નથી, (૧૮) અનેક અચરમ અને અનેક અવક્તવ્ય હોતો નથી;
(૧૯) કદાચિત્ એક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૨૦) કદાચિત્ એક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય હોય છે, (૨૧) કદાચિત એક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૨૨) એક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય નથી, (૨૩) કદાચિત્ અનેક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૨૪) કદાચિત્ અનેક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય હોય છે, (૨૫) કદાચિતુ અનેક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય હોય છે તથા (૨૬) કદાચિત્ અનેક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાત પ્રદેશ સ્કંધમાં ૧૭ ભંગ(૧,૩,૭,૮,૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪, ૧૯,૨૦,૨૧, ૨૩, ૨૪,૨૫,૨૬) હોવાનું નિરૂપણ છે, જેમાં વીસમા અને એકવીસમા ભંગ સિવાય ૧૫ ભંગો પૂર્વોક્ત યુક્તિ અનુસાર સમજવા. વીસમો ભંગ- સાત પ્રદેશ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના સાત આકાશ પ્રદેશો પર સ્થિત હોય અને તેમાં ચાર પ્રદેશો એક પ્રતરમાં આડી-ઊભી બે શ્રેણીમાં ચારે દિશામાં, એક પ્રદેશ તેની મધ્યમાં તથા બીજા બે પ્રદેશો ઉપર-નીચેના ભિન્ન-ભિન્ન પ્રતરમાં હોય, ત્યારે ચાર દિશાના ચાર પ્રદેશ એકત્વ પરિણામે પરિણત