________________
દશમું પદ : ચરમ
(૭) અગિયારમો ભંગ– છ પ્રદેશી ધ જ્યારે બે પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાંથી બે આકાશ પ્રદેશ સમશ્રેણીએ એક પ્રતરમાં અને એક આકાશ પ્રદેશ ઉપર કે નીચેના બીજા પ્રતરમાં હોય, ત્યારે એક ચરમ એક અવક્તવ્ય નામો આ અગિયારમો ભંગ ઘટિત થાય છે.
૧૧૩
(૮) બારમો ભંગ– છ પ્રદેશી સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના ચાર આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાંથી બે આકાશ પ્રદેશ એક પ્રતરની સમશ્રેણીએ તથા બે આકાશપ્રદેશ ઉપર-નીચેના એક એક પ્રતર પર હોય, ત્યારે તે એક ચરમ અને અનેક અવક્તવ્ય છે.
(૯) તેરમો ભંગ– છ પ્રદેશી સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તેમાંથી ઉપર નીચેના બે ભિન્ન પ્રતરોમાં બે-બે આકાશપ્રદેશ પર અને ત્રીજા પ્રતરમાં એક આકાશપ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તે અનેક ગરમ અને એક અવક્તવ્ય છે.
(૧૦) ચૌદમો ભંગ છ પ્રદેશીસ્કંધ જ્યારે ચાર પ્રતરના છ આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાં ઉપર નીચેના બે ભિન્ન પ્રતરોના બે-બે આકાશ પ્રદેશ પર અને તેની ઉપર-નીચેના અન્ય પ્રતરોના એક-એક આકાશ પ્રદેશ પર હોય, ત્યારે તે અનેક ચરમ અને અનેક અવકતવ્ય છે. આ ભંગમાં સમશ્રેણિગત બે-બે પ્રદેશો અનેક ચરમ અને ત્રીજા-ચોથા પ્રતરમાં રહેલા એક એક પ્રદેશો અનેક અવક્તવ્ય છે.
–
(૧૧) ઓગણીસમો ભંગ ઃ– છ પ્રદેશી સ્કંધ જ્યારે બે પ્રતરના છ આકાશપ્રદેશ ઉપર સ્થિત હોય અને તેમાં એક પ્રતરમાંચાર દિશામાં ચાર અને મધ્યમાં એક પ્રદેશ અને બીજા પ્રતરમાં એક પ્રદેશ હોય, ત્યારે એકત્વ પરિણામથી પરિણત ચાર દિશાના ચાર પ્રદેશ એક ચરમ, મધ્યનો પ્રદેશ એક અચરમ અને બીજા પ્રતરનો એક પ્રદેશ અવક્તવ્ય હોવાથી તેમાં એક ચરમ, એક અચરમ અને એક અવકતવ્ય નામનો આ ઓગણીસમો ભંગ ઘટિત થાય છે.
(૧૨) ત્રેવીસમો ભંગ :– છ પ્રદેશી સ્કંધ જ્યારે બે પ્રતરના ચાર આકાશપ્રદેશ પર સ્થિત હોય અને તેમાં ત્રણ પ્રદેશો એક પ્રતરમાં ત્રણ આકાશ પ્રદેશ પર સમશ્રેણીએ તથા એક પ્રદેશ અન્ય પ્રતરમાં ઉપર કે નીચે હોય ત્યારે તે અનેક ગરમ, એક અચરમ અને એક અવક્તવ્ય છે.
(૧૩) ચોવીસમો ભંગ – છ પ્રદેશી સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાં તેના ચાર પ્રદેશ એક પ્રતરના ત્રણ આકારાપ્રદેશ પર સમશ્રેણીમાં હોય અને તેના શેષ બે પ્રદેશ ઉપર તથા નીચેના એક એક પ્રતરમાં એક એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તે અનેક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય છે.
(૧૪) પચ્ચીસમો ભંગ ઃ– છ પ્રદેશ સ્કંધ જ્યારે બે પ્રતરના પાંચ આકાશપ્રદેશ પર સ્થિત હોય અને તેમાં ચાર પ્રદેશ એક પ્રતરની સમશ્રેણીમાં તથા એક પ્રદેશ અન્ય પ્રતરમાં હોય ત્યારે તે અનેક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય છે.
ઃ
(૧૫) છવ્વીસમો ભંગ – છ પ્રદેશી સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર સ્થિત હોય અને તેમાં ચાર પ્રદેશ એક પ્રતરમાં સમશ્રેણીમાં હોય તથા બે પ્રદેશ ઉપર-નીચેના પ્રતરમાં હોય ત્યારે તે અનેક ચરમ,અનેક અગરમ અને અનેક અવકતવ્ય છે.
આ રીતે છ પ્રદેશી ધમાં છવ્વીસ ભંગમાંથી પંદર ભંગ ઘટિત થાય છે, શેષ ૧૧ ભંગ ઘટિત થતા નથી. સપ્તપ્રદેશી ધમાં ચરમ અચરમ આદિ :
१२ सत्तपएसिए णं भंते! खंधे पुच्छा ? गोयमा ! सत्तपएसिए णं खंधे सिय चरिमे,