________________
૧૧૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! છ પ્રદેશી અંધ શું ચરમ છે, ઇત્યાદિ છવ્વીસ બંગાત્મક પ્રશ્ન પૂર્વવતુ?
ઉત્તર- હે ગૌતમ ! છ પ્રદેશી સ્કંધ (૧) કદાચિત્ ચરમ હોય છે, (૨) અચરમ હોતો નથી, (૩) કદાચિત્ અવક્તવ્ય હોય છે, (૪) અનેક ચરમરૂપ હોતો નથી (૫) અનેક અચરમરૂપ હોતો નથી (૬) અનેક અવક્તવ્યરૂપ હોતો નથી.
(૭) કદાચિત્ એક ચરમ અને એક અચરમ હોય છે, (૮) કદાચિત્ એક ચરમ અને અનેક અચરમ હોય છે, (૯) કદાચિત્ અનેક ચરમ અને એક અચરમ હોય છે, (૧૦) કદાચિત્ અનેક ચરમ અને અનેક અચરમ હોય છે (૧૧) કદાચિત્ એક ચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૧૨) કદાચિત્ એક ચરમ અને અનેક અવક્તવ્ય હોય છે, (૧૩) કદાચિત્ અનેક ચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૧૪) કદાચિત્ અનેક ચરમ અને અનેક અવક્તવ્ય હોય છે, (૧૫) એક અચરમ અને એક અવક્તવ્ય હોતો નથી (૧૬) એક અચરમ અને અનેક અવક્તવ્ય હોતો નથી (૧૭) અનેક અચરમ અને એક અવક્તવ્ય હોતો નથી (૧૮) અનેક અચરમરૂપ અને અનેક અવક્તવ્યરૂપ હોતો નથી. ' (૧૯) કદાચિતુ એક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૨૦) એક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય હોતો નથી (૨૧) એક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય હોતો નથી (રર) એક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય હોતો નથી (૨૩) કદાચિત્ અનેક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૨૪) કદાચિત્ અનેક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય હોય છે, (૨૫) કદાચિત્ અનેક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય હોય છે અને (૨) કદાચિત્ અનેક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં છ પ્રદેશી સ્કંધમાં ૧૫ ભંગ(૧,૩,૭,૮,૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૯,૨૩,૨૪,૨૫, ૨૬) હોવાનું નિરૂપણ છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) પ્રથમ મંગ-છ પ્રદેશ સ્કંધ જ્યારે એક પ્રતરના બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તે એક ચરમ છે. (૨) ત્રીજો ભગ– છ પ્રદેશી કંધ જ્યારે એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તે એક અવક્તવ્ય છે. (૩) સાતમો ભંગ– છ પ્રદેશ સ્કંધ જ્યારે એક પ્રતરની આડી ઊભી પરસ્પર ક્રોસ કરતી બે શ્રેણીમાં પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તે એક ચરમ એક અચરમ છે. (૪) આઠમો ભંગ–છ પ્રદેશી સ્કંધના જ્યારે એક પ્રતરની આડી-ઊભી પરસ્પર ક્રોસ કરતી બે શ્રેણીઓમાં છ આકાશપ્રદેશ પર સ્થિત હોય અને તેમાં બે પ્રદેશ મધ્યમાં તથા તેની ચારે દિશામાં એક-એક પ્રદેશ હોય, ત્યારે તે ચાર દિશાના ચાર પ્રદેશ એકત્વ પરિણામે પરિણત હોવાથી એક ચરમ છે અને મધ્યના બે પ્રદેશ તથાવિધ ભિન્ન પરિણામે પરિણત હોવાથી બે અચરમ છે. આ રીતે એક ચરમ અને અનેક અચરમ રૂપ આ આઠમો ભંગ ઘટિત થાય છે. (૫) નવમો ભંગ– છ પ્રદેશ સ્કંધ જ્યારે એક પ્રતરના ત્રણ આકાશપ્રદેશ પર એક શ્રેણીમાં સ્થિત હોય, ત્યારે તે અનેક ચરમ એક અચરમ છે. () દસમો ભંગ– છ પ્રદેશ સ્કંધ જ્યારે એક પ્રતરના ચાર આકાશપ્રદેશ પર એક શ્રેણીમાં સ્થિત હોય, ત્યારે તે અનેક ચરમ અનેક અચરમ છે.