________________
| દશમું પદ : ચરમ
૧૧૧ ]
(૮) તેરમો ભંગ– પાંચ પ્રદેશીસ્કંધ જ્યારે ત્રણ પ્રતાના પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં બે પ્રદેશ સ્થિત હોય, બીજા બે પ્રદેશ બીજા પ્રતર પર એક શ્રેણીમાં સ્થિત હોય તથા તે પ્રતરની ઉપર કે નીચેના ત્રીજા પ્રતરમાં કોઈપણ એક પ્રદેશની ઉપર કે નીચે એક પ્રદેશ સ્થિત હોય ત્યારે બે પ્રતરના બે-બે આકાશ પ્રદેશ સ્થિત બે-બે પ્રદેશ બે(અનેક) ચરમ થાય અને અન્ય ત્રીજા પ્રતરમાં રહેલો એક પ્રદેશ એક અવકતવ્ય હોય છે. આ રીતે અનેક ચરમ એક અવક્તવ્ય નામનો આ તેરમો ભંગ ઘટિત થાય છે. () ત્રેવીસમો ભંગ– પાંચ પ્રદેશી અંધ જ્યારે બે પ્રતરના ચાર આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાં ત્રણ આકાશ પ્રદેશો એક જ પ્રતરમાં સમશ્રેણીએ સ્થિત હોય તથા એક આકાશ પ્રદેશ અન્ય પ્રતરમાં ઉપર કે નીચે હોય, ત્યારે અનેક ચરમ એક અચરમ એક અવક્તવ્ય ભંગ નામનો આ ત્રેવીસમો ભંગ થાય છે. (૧૦) ચોવીશમો ભંગ– પાંચ પ્રદેશ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાં ત્રણ પ્રદેશ એક પ્રતરના ત્રણ આકાશપ્રદેશ ઉપર એક શ્રેણીએ સ્થિત હોય તથા તેની ઉપર અને નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ સ્થિત હોય ત્યારે એક શ્રેણીગત આદિ અને અંતના બે પ્રદેશ અનેક ચરમ છે, મધ્યનો એક પ્રદેશ એક અચરમ છે અને ભિન્ન પ્રતરોના બે પ્રદેશ અનેક અવકતવ્ય છે. આ રીતે અનેક ચરમ, એક અચરમ અને અનેક અવકતવ્ય નામનો આ ચોવીસમો ભંગ ઘટિત થાય છે. (૧૧) પચ્ચીસમો ભંગ– પાંચ પ્રદેશ સ્કંધ જ્યારે બે પ્રતરના પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાં ચાર પ્રદેશ એક શ્રેણીમાં સ્થિત હોય તથા એક પ્રદેશ ભિન્ન પ્રતરમાં સ્થિત હોય, ત્યારે એક શ્રેણીમાં સ્થિત ચાર પ્રદેશોમાંથી આદિ અને અંતના બંને પ્રદેશો અનેક ચરમ, મધ્યના બે પ્રદેશો અનેક અચરમ અને ભિન્ન પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે અનેક ચરમ અનેક અચરમ અને એક અવક્તવ્ય નામનો આ પચીસમો ભંગ ઘટિત થાય છે.
આ પ્રમાણે પાંચપ્રદેશી સ્કંધમાં છવ્વીસ ભંગમાંથી અગિયાર ભંગ પ્રાપ્ત થાય છે. શેષ ૧૫ ભંગ પ્રાપ્ત થતા નથી. છ પ્રદેશ સ્કંધમાં ચરમ અચરમ આદિ - ११ छप्पएसिए णं भंते ! खंधे पुच्छा ? गोयमा ! छप्पएसिए णं खंधे सिय चरिमे, णो अचरिमे, सिय अवत्तव्वए, णो चरिमाइं, णो अचरिमाइं, णो अवत्तव्वयाई;
सिय चरिमे य अचरिमे य, सिय चरिमे य अचरिमाइं च, सिय चरिमाइं च अचरिमे य, सिय चरिमाइंच अचरिमाइं च; सिय चरिमेय अवक्तव्वए य, सिय चरिमे य अवक्तव्वयाई च, सिय चरिमाइं च अवत्तव्वए य, सिय चरिमाइं च अवत्तव्वयाइं च; णो अचरिमे य अवत्तव्वए य, णो अचरिमे य अवत्तव्वयाई च, णो अचरिमाइं च अवत्तव्वए य, णो अचरिमाइं च अवत्तव्वयाइं च;
सिय चरिमे च अचरिमे य अवत्तव्वए य, णो चरिमे य अचरिमे य अवत्तव्वयाइं च, णो चरिमे य अचरिमाइं च अवत्तव्वए य, णो चरिमे य अचरिमाइं च अवत्तव्वयाई च; सिय चरिमाइं च अचरिमे य अवत्तव्वए य, सिय चरिमाइं च अचरिमे य अवत्तव्वयाइं च, सिय चरिमाइंच अचरिमाइंच अवतव्वए य, सिय चरिमाइंच अचरिमाइंच अवत्तव्वयाइं च ।