________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
અવક્તવ્ય છે, (૪) અનેક ચરમ નથી (૫) અનેક અચરમ નથી (-) અનેક અવક્તવ્ય નથી (૭) કદાચિત્ એક ચરમ અને એક અચરમ છે, (૮) એક ચરમ અને અનેક અચરમ નથી (૯) કદાચિત્ અનેક ચરમ અને એક અચરમ છે. (૧૦) કદાચિત્ અનેક ચરમ અને અનેક અચરમ છે, (૧૧) કદાચિત્ એક ચરમ અને એક અવક્તવ્ય છે, (૧૨) કદાચિત એકચરમ અને અનેક અવક્તવ્ય છે, (૧૩) કદાચિત્ અનેક ચરમ અને એક અવક્તવ્ય છે, (૧૪) અનેક ચરમ અને અનેક અવક્તવ્યરૂપ નથી (૧૫) એક અચરમ અને એક અવક્તવ્ય નથી (૧૬) એક અચરમ અને અનેક અવક્તવ્ય નથી (૧૭) અનેક અચરમ અને એક અવક્તવ્ય નથી (૧૮) અનેક અચરમ અને અનેક અવક્તવ્ય નથી (૧૯) એક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય નથી (૨૦) એક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય નથી (૨૧) એક ચરમ, અનેક ચરમ અને એક અવક્તવ્ય નથી (૨૨) એક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય નથી (૨૩) કદાચિત્ અનેક ચરમ એક અચરમ અને એક અવક્તવ્ય છે (૨૪) કદાચિત્ અનેક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય છે (૨૫) કદાચિત્ અનેક અચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય છે (૨૬) અનેક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રદેશી ધના અગિયાર ભંગ (૧, ૩, ૭, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૩, ૨૪, ૨૫) હોવાનું નિરૂપણ છે. તે આ પ્રમાણે છે—
૧૧૦
(૧) પ્રથમ ભંગ- પાંચ પ્રદેશી સ્કંધ જ્યારે એક પ્રતરના બે આકાશ પ્રદેશ પર સમશ્રેણીએ સ્થિત હોય, ત્યારે તેમાં એક ચરમ નામનો આ પ્રથમ ભંગ ઘટિત થાય છે.
(૨) ત્રીજો ભંગ- પાંચ પ્રદેશી સ્કંધ જ્યારે એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તેમાં એક અવક્તવ્ય નામનો આ ત્રીજો ભંગ ઘટિત થાય છે.
(૩) સાતમો ભંગ— પાંચ પ્રદેશી ધ જ્યારે એક જ પ્રતરની આડી-ઊભી(વચ્ચેથી પરસ્પર કોશ કરતી) બે શ્રેણીઓમાં પાંચ આકાશપ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તદ્યાવિધ એકત્વ પરિણામે પરિણત હોવાથી બાહ્યવર્તી ચાર દિશાગત ચાર પ્રદેશ એક ચરમ હોય છે અને વચ્ચેનો એક પ્રદેશ એક અચરમ હોય છે. આ રીતે પાંચપ્રદેશીસ્કંધમાં એક ચરમ અને એક અચરમ' નામનો આ સાતમો ભંગ ટિત થાય છે.
(૪) નવમો ભંગ— પાંચ પ્રદેશી સ્કંધ જ્યારે એક જ પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ પર એક શ્રેણીમાં સ્થિત હોય, ત્યારે તેમાં અનેક ચરમ એક અચરમ નામનો આ નવમો ભંગ ઘટિત થાય છે.
(૫) દસમો ભંગ– પાંચ પ્રદેશી ધ જ્યારે એક જ પ્રતરના ચાર આકાશ પ્રદેશ પર એક શ્રેણીમાં સ્થિત હોય, ત્યારે તેમાં અનેક ચરમ અનેક અચરમ નામનો આ દસમો ભંગ ઘટિત થાય છે.
(૬) અગિયારમો ભંગ– પાંચ પ્રદેશી સ્કંધ જ્યારે બે પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તેમાં બે પ્રદેશો એક પ્રતરમાં એક શ્રેણીમાં બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને એક પ્રદેશ તેની ઉપર કે નીચેના અન્ય પ્રતરના, એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે તેમાં એક ચરમ એક અવક્તવ્ય નામનો આ અગિયારમો ભંગ ઘટિત થાય છે.
(૭) બારમો ભંગ– પાંચ પ્રદેશી સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના ચાર આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તેમાં બે પ્રદેશો એક પ્રતરમાં એક શ્રેણીએ સ્થિત હોય અને તેની ઉપર નીચેની એક એક પ્રતરમાં મધ્ય પ્રતરવર્તી કોઇપણ એક પ્રદેશની ઉપર નીચે એક-એક આકાશપ્રદેશ ઉપર સ્થિત હોય, ત્યારે એક ચરમ અનેક અવક્તવ્ય નામનો આ બારમો ભંગ ઘટિત થાય છે.