________________
| દશમું પદ : ચરમ
| ૧૦૯ ]
હોય, ત્યારે તેમાં બંને છેવટના પ્રદેશ ચરમ હોય છે અને વચ્ચેના બંને પ્રદેશ અચરમ હોય છે. તેથી તેમાં અનેક ચરમ અનેક અચરમ નામનો આ દસમો ભંગ ઘટિત થાય છે. (૫) અગિયારમો ભંગ– ચાર પ્રદેશ સ્કંધ જ્યારે બે પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાંથી બે કે ત્રણ પ્રદેશ એક પ્રતરના બે આકાશ પ્રદેશ પર સમશ્રેણીએ સ્થિત હોય અને એક કે બે પ્રદેશ બીજા પ્રતરમાં એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તેમાં એક ચરમ એક અવક્તવ્ય નામનો આ અગિયારમો ભંગ ઘટિત થાય છે. () બારમો ભંગ- ચાર પ્રદેશી સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના ચાર આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાંથી બે પ્રદેશ એક પ્રતરના બે આકાશપ્રદેશ પર સમશ્રેણીએ સ્થિત હોય અને બે પ્રદેશ અલગ-અલગ ઉપર નીચેના બે પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે સમશ્રેણીમાં સ્થિત બે પ્રદેશ પરસ્પર એક બીજાની અપેક્ષાએ(એક) ચરમરૂપ છે અને અન્ય બે જુદા જુદા પ્રતરમાં રહેલા બંને પ્રદેશ બે અવક્તવ્ય છે, ત્યારે તેમાં એક ચરમ અનેક અવક્તવ્ય નામનો આ બારમો ભંગ ઘટિત થાય છે. (૭) ત્રેવીસમો ભંગ– ચાર પ્રદેશ સ્કંધ જ્યારે બે પ્રતરના ચાર આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાંથી ત્રણ પ્રદેશ એક પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ પર સમશ્રેણીએ સ્થિત હોય અને એક પ્રદેશ બીજા પ્રતરમાં એક પ્રદેશાવગાઢ હોય, ત્યારે એક શ્રેણીગત ત્રણ પ્રદેશમાંથી આદિ અને અંતના બે પ્રદેશ પર્યતવર્તી હોવાથી અનેક ચરમ અને વચ્ચેનો એક પ્રદેશ એક અચરમ હોય છે તથા બીજા પ્રતરમાં રહેલો એક પ્રદેશ, એક આકાશ પ્રદેશાવગાઢ હોવાથી અવક્તવ્ય છે. આ રીતે અનેક ચરમ એક અચરમ અને એક અવક્તવ્ય નામનો આ ત્રેવીસમો ભંગ ઘટિત થાય છે.
આ રીતે ચાર પ્રદેશ સ્કંધમાં છવ્વીસ ભંગમાંથી સાત ભંગ પ્રાપ્ત થાય છે, શેષ ૧૯ ભંગ પ્રાપ્ત થતા નથી. પાંચપ્રદેશી સ્કંધમાં ચરમ-અચરમ આદિ - १० पंचपएसिए णं भंते ! खंधे पुच्छा?
गोयमा ! पंचपएसिए णं खंधे सिय चरिमे, णो अचरिमे, सिय अवत्तव्वए, णो चरिमाइं, णो अचरिमाइं, णो अवत्तव्वयाई; सिय चरिमे य अचरिमे य, णो चरिमे य अचरिमाइं च, सिय चरिमाइं य अचरिमे य, सिय चरिमाइं च अचरिमाइं च; सिय चरिमे य अवत्तव्वए य, सिय चरिमे य अवत्तव्वयाइं च, सिय चरिमाइं च अवत्तव्वए य, णो चरिमाइं च अवत्तव्वयाइं च; णो अचरिमे य अवत्तव्वए य, णो अचरिमे य अवत्तव्वयाई च, णो अचरिमाइं च अवत्तव्वए य, णो अचरिमाइं च अवत्तव्वयाई च; णो चरिमे य अचरिमे य अवत्तव्वए य, णो चरिमे य अचरिमे य अवत्तव्वयाई च, णो चरिमे य अचरिमाइं च अवत्तव्वए य, णो चरिमे य अचरिमाइं च अवत्तव्वयाइं च, सिय चरिमाइं च अचरिमेय अवत्तव्वए य, सिय चरिमाइं च अचरिमे य अवत्तव्वयाइं च, सिय चरिमाई च अचरिमाइं च अवत्तव्वए य, णो चरिमाइं च अचरिमाइं च अवत्तव्वयाइं च । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચપ્રદેશી અંધ શું ચરમ છે, ઇત્યાદિ છવ્વીસ ભંગાત્મક પ્રશ્ન પૂર્વવતું?
ઉત્તર- હે ગૌતમ! પંચપ્રદેશી સ્કંધ (૧) કદાચિત્ ચરમ છે, (૨) અચરમ નથી, (૩) કદાચિત્