________________
| ૧૦૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ચાર પ્રદેશી સ્કંધમાં ચરમ અચરમ આદિ - | ९ चउपएसिए णं भंते ! खंधे पुच्छा ?
गोयमा ! चउपएसिए णं खंधे सिय चरिमे, णो अचरिमे, सिय अवत्तव्वए , णो चरिमाई, णो अचरिमाइं, णो अवत्तव्वयाई; णो चरिमे य अचरिमे य, णो चरिमे य अचरिमाइं च, सिय चरिमाइं च अचरिमे य, सिय चरिमाइं च अचरिमाइं च; सिय चरिमे य अवत्तव्वए य, सिय चरिमे य अवत्तव्वयाइं च, णो चरिमाइं च अवत्तव्वए य, णो चरिमाइं च अवत्तव्वयाइं च; णो अचरिमे य अवत्तव्वए य, णो अचरिमे य अवत्तव्वयाई च, णो अचरिमाइं च अवत्तव्वए य, णो अचरिमाइं च अवत्तव्वयाइं च; णो चरिमे य अचरिमे य अवत्तव्वए य, णो चरिमे य अचरिमे य अवत्तव्वयाइं च, णो चरिमे य अचरिमाइं च अवत्तव्वए य, णो चरिमे य अचरिमाइं च अवत्तव्वयाइं च; सिय चरिमाई च अचरिमे य अवत्तव्वए य, सेसा भंगा पडिसेहेयव्वा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ચતુષ્પદેશી સ્કંધ શું ચરમ છે, ઇત્યાદિ છવ્વીસ ભંગાત્મક પ્રશ્ન ?
ઉત્તર- હે ગૌતમ! ચતુuદેશી સ્કંધ (૧) કદાચિત્ ચરમ છે, (૨) અચરમ નથી, (૩) કદાચિતું અવક્તવ્ય છે, (૪) અનેક ચરમ નથી (૫) અનેક અચરમ નથી (૬) અનેક અવક્તવ્ય નથી(૭) એક ચરમ અને એક અચરમ નથી (૮) એક ચરમ અને અનેક અચરમ નથી (૯) કદાચિત અનેક ચરમ અને એક અચરમ છે, (૧૦) કદાચિત અનેક ચરમ અને અનેક અચરમ હોય છે, (૧૧) કદાચિતુ એકચરમ અને એક અવક્તવ્ય છે (૧૨) કદાચિત્ એક ચરમ અને અનેક અવક્તવ્ય છે, (૧૩) અનેક ચરમ અને એક અવક્તવ્ય હોતો નથી(૧૪) અનેક ચરમ અને અનેક અવક્તવ્ય નથી (૧૫) એક અચરમ અને એક અવક્તવ્ય નથી (૧) એક અચરમ અને અનેક અવક્તવ્ય નથી (૧૭) અનેક અચરમ અને એક અવક્તવ્ય નથી (૧૮) અનેક અચરમ અને અનેક અવક્તવ્ય નથી (૧૯) એક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય નથી(૨૦) એક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય નથી (૨૧) એક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય નથી (૨૨) એક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય નથી (૨૩) કદાચિત અનેક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય છે. શેષ ભંગોનો નિષેધ કરવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચાર પ્રદેશી સ્કંધમાં સાત ભંગ(૧, ૩, ૯, ૧૦, ૧૧, ૧૨, ૨૩) હોવાનું નિરૂપણ છે. તે આ પ્રમાણે છે(૧) પ્રથમ મંગ– ચાર પ્રદેશ સ્કંધ જ્યારે એક પ્રતરના બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તેમાં એક ચરમ નામનો આ પ્રથમ ભંગ ઘટિત થાય છે. (૨) ત્રીજો ભગ– ચાર પ્રદેશી અંધ જ્યારે એક પ્રતરના એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તેમાં એક અવક્તવ્ય નામનો આ ત્રીજો ભંગ ઘટિત થાય છે. (૩) નવમો ભંગ– ચાર પ્રદેશ સ્કંધ જ્યારે એક પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ પર સમશ્રેણીએ સ્થિત હોય, ત્યારે તેમાં અનેક ચરમ એક અચરમ નામનો આ નવમો ભંગ ઘટિત થાય છે. (૪) દશમો ભંગ- ચાર પ્રદેશ સ્કંધ જ્યારે એક જ પ્રતરના ચાર આકાશ પ્રદેશ પર સમશ્રેણીએ સ્થિત