________________
દશમું પદ : ચરમ
ત્યારે તે સ્કંધના બંને પ્રદેશોમાંથી કોઈ પણ એક પ્રદેશ બીજાની અપેક્ષાએ ચરમ થાય છે. તેથી તેમાં એક ચરમ નામનો આ ભંગ ઘટિત થાય છે.
૧૦૭
T,
ત્રણ પ્રદેશી સ્કંધમાં ચરમાદિઃ
८ तिपएसिए णं भंते! खंधे पुच्छा ? गोयमा ! तिपएसिए खंधे सिव चरिमे, णो अचरिमे, सिय अवत्तव्वए, णो चरिमाइं, णो अचरिमाइं, जो अवत्तव्वयाई; णो चरिमे अचरिमेय, णो चरिमे य अचरिमाई च, सिय चरिमाई च अचरिमे य, णो चरिमाई च अचरिमाई च, सिय चरिमे य अवत्तव्वए य, सेसा भंगा पडिसेहेयव्वा ।
4,
(૨) ત્રીજો ભંગ– દ્વિપ્રદેશી બંધ જ્યારે એક જ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તથાવિધ એકત્વ પરિણામે પરિણત હોવાથી તેમાં પરમાણુની જેમ એક અવક્તવ્ય નામનો આ ભંગ ઘટિત થાય છે. આ રીને વિપ્રદેશ સ્કંધમાં છવ્વીસ ભંગમાંથી બે ભંગ પ્રાપ્ત થાય છે, રોષ ૨૪ ભંગ પ્રાપ્ત થતા નથી.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ત્રિપ્રદેશી સ્કંધ શું ચરમ છે, ઇત્યાદિ છવ્વીસ ભંગાત્મક પ્રશ્ન પૂર્વવત્
ઉત્તર– હે ગૌતમ ! ત્રિપ્રદેશી બંધ (૧) કદાચિત્ ચરમ છે, (૨) અચરમ નથી, (૩) કદાચિત્ અવક્તવ્ય છે, (૪) અનેક ચરમ નથી (૫) અનેક અચરમ નથી (૬) અનેક અવક્તવ્ય નથી (૭) એક ચરમ અને એક અચરમ નથી (૮) એક ચરમ અને અનેક અચરમ નથી (૯) કદાચિત્ અનેક ચરમ અને એક અચરમ છે, (૧૦) અનેક ચરમ અને અનેક અચરમ નથી, (૧૧) કદાચિત્ એક ચરમ અને એક અવક્તવ્ય છે. શેષ મંગોનો નિષેધ કરવો જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રદેશી ધમાં ચાર ભંગ (૧, ૩, ૯, ૧૧) હોવાનું નિરૂપણ છે. તે આ પ્રમાણે છે— (૧) પ્રથમ ભંગ- ત્રિપ્રદેશી સંધ જ્યારે એક પ્રતરના બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે એક ચરમ નામનો આ પ્રથમ ભંગ ઘટિત થાય છે.
(૨) ત્રીજો ભંગ– ત્રિપ્રદેશી સ્કંધ જ્યારે એક જ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે તેમાં એક અવક્તવ્ય નામનો આ ત્રીજો ભંગ ઘટિત થાય છે.
(૩) નવમો ભંગ– ત્રિપ્રદેશી સ્કંધ જ્યારે એક જ પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ પર એક શ્રેણીમાં સ્થિત હોય, ત્યારે વચ્ચેના પ્રદેશની અપેક્ષાએ આજુબાજુના બંને પ્રદેશ અંતિમ હોવાથી બે ચરમ છે અને મધ્યનો પ્રદેશ અચરમ છે. તેથી અનેક ચરમ—એક અચરમ નામનો આ નવમો ભંગ ઘટિત થાય છે.
(૪) અગિયારમો ભંગ—ત્રિપ્રદેશી સ્કંધ જ્યારે બે પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાંથી બે પ્રદેશો એક પ્રતરમાં સમશ્રેણીએ બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને એક પ્રદેશ બીજા પ્રતરના એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે સમશ્રેણીમાં સ્થિત બે પ્રદેશ એકબીજાની અપેક્ષાએ પરસ્પર ચરમ છે, તેથી એક ચરમ અને બીજા પ્રતરગત એક પ્રદેશ અવક્તવ્ય છે, તેથી તેમાં એક ચરમ એક અવક્તવ્ય નામનો આ અગિયારમો ભંગ ઘટિત થાય છે. આ રીતે ત્રિપ્રદેશી કંધમાં છવ્વીસ ભંગમાંથી ચાર ભંગ પ્રાપ્ત થાય છે, શેષ બાવીસ ભંગ પ્રાપ્ત થતા નથી.