________________
| દશમું પદ : ચરમ
[ ૧૦૩ ]
એક ચરમ છે અને બીજા પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં સાતમા ભંગ કરતાં એક અવક્તવ્ય વધુ છે. શેષ સર્વ વિગત સાતમા ભંગની સમાન છે. (૨૦) એક ચરમ, એક અચરમ, અનેક અવક્તવ્ય- સાત પ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશ સુધીનો કોઈપણ સ્કંધ, જ્યારે ત્રણ પ્રતરના સાત આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં મધ્યવર્તી ખતરના પાંચ આકાશ પ્રદેશોમાંથી વચ્ચે એક પ્રદેશ અને તેની ચાર દિશામાં ચાર પ્રદેશ સ્થિત થાય અને ઉપરના તથા નીચેના પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ ઉપર એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યવર્તી પ્રતરમાં એક ચરમ, એક અચરમ અને ઉપર-નીચેના પ્રતરોમાં બે(અનેક)અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં ઓગણીસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે. શેષ સર્વ વિગત તેની સમાન છે. ૨૧) એક ચરમ, અનેક અચરમ, એક અવક્તવ્ય- સાત પ્રદેશી અંધથી અનંત પ્રદેશ સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના સાત આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય ત્યારે તેમાં એક પ્રતરના છ આકાશ પ્રદેશ પર મધ્યમાં બે અને તેની ચાર દિશામાં ચાર પ્રદેશ સ્થિત થાય તથા ઉપરના કે નીચેના એક પ્રતરના એક આકાશ પ્રદેશ પર એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં પ્રથમ પ્રતરમાં મધ્યવર્તી બે પ્રદેશ અનેક (બે) અચરમ, ચાર દિશાના ચાર પ્રદેશ એક ચરમ અને અન્ય પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં ઓગણીસમા ભંગ કરતાં એક અચરમ વધુ છે. શેષ સર્વ વિગત તેની સમાન છે. (૨૨) એક ચરમ, અનેક અચરમ, અનેક અવક્તવ્ય- આઠ પ્રદેશી ઢંધથી અનંત પ્રદેશ સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના આઠ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાયત્યારે તેમાં એક પ્રતરના છ આકાશ પ્રદેશ પર મધ્યમાં બે અને તેની ચાર દિશામાં ચાર પ્રદેશ સ્થિત થાય અને ઉપર તથા નીચેના બંને પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ ઉપર એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યના | પ્રતરમાં મધ્યવર્તી બે પ્રદેશ અનેક અચરમ છે, ચાર દિશાના ચાર પ્રદેશો એત્વની વિવક્ષાથી એક ચરમ છે અને ઉપર-નીચેના પ્રતરોના એક-એક પ્રદેશ અનેક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં એકવીસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે. (૨૩) અનેક ચરમ, એક અચરમ, એક અવક્તવ્ય- ચાર પ્રદેશી ઢંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના ચાર આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીએ ત્રણ આકાશ પ્રદેશ પર ત્રણ પ્રદેશ સ્થિત થાય અને ઉપર કે નીચેના કોઈપણ એક પ્રતરમાં એક આકાશ પ્રદેશ પર એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં એક પ્રતર પરના ત્રણ પ્રદેશોમાં મધ્યવર્તી એક પ્રદેશ એક અચરમ છે, તેની આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ છે અને ઉપર કે નીચેના પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં નવમા ભંગ કરતા એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે.
ના બે પ્રદેશ અનેક
.