________________
[ ૧૦૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
(૧૧) એક ચરમ, એક અવક્તવ્ય-ત્રણ પ્રદેશ સ્કંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં બે પ્રદેશ એક પ્રતરના બે આકાશ પ્રદેશ ઉપર એક શ્રેણીમાં હોય અને તે બે પ્રદેશમાંથી કોઈ એક પ્રદેશની ઉપર અથવા નીચે બીજા પ્રતરમાં એક પ્રદેશ સ્થિત હોય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. આ ભંગમાં પ્રથમ ભંગની જેમ બે પ્રદેશ પરસ્પર એક ચરમ છે અને બીજા પ્રતર પરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. (૧૨) એક ચરમ, અનેક અવક્તવ્ય- ચાર પ્રદેશી અંધથી અનંતપ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના ચાર આકાશ પ્રદેશ પર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં બે આકાશ પ્રદેશ પર બે પ્રદેશ સ્થિત હોય અને તેની ઉપર તથા નીચેના પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ ઉપર એક-એક પ્રદેશ સ્થિત હોય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. આ ભંગ અગિયારમાં ભંગની સમાન છે પરંતુ આમાં એક અવક્તવ્ય વધુ હોય છે. (૧૩) અનેક ચરમ, એક અવક્તવ્ય- પાંચ પ્રદેશી ઢંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં બે આકાશ પ્રદેશ પર બે પ્રદેશ સ્થિત હોય અને તેની ઉપર બીજા પ્રતરમાં તે જ રીતે એક શ્રેણીએ બે પ્રદેશ સ્થિત હોય અને ત્રીજા પ્રતરમાં એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં બે પ્રતરના બે-બે પ્રદેશ અનેક ચરમ છે અને ત્રીજા પ્રતર પરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. (૧૪) અનેક ચરમ, અનેક અવક્તવ્ય– છ પ્રદેશી અંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે ચાર પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય ત્યારે તેમાં મધ્યવર્તી બે પ્રતરમાં તેરમા ભંગની જેમ એક-એક શ્રેણીએ બે-બે પ્રદેશ સ્થિત થાય અને તેની ઉપર તથા નીચેના એક-એક પ્રતરના એક-એક આકાશ પ્રદેશ પર એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યના બે પ્રતરના બે-બે પ્રદેશ અનેક ચરમ અને ઉપર-નીચેના પ્રતરના એક-એક પ્રદેશ અનેક અવક્તવ્ય છે. (૧૫ થી ૧૮) એક અચરમ એક અવક્તવ્ય, એક અચરમ અનેક અવક્તવ્ય, અનેક અચરમ એક અવક્તવ્ય અને અનેક ચરમ અનેક અવક્તવ્ય; આ ચાર ભંગમાં ચરમ વિના અચરમનું કથન છે, તેમ શક્ય ન હોવાથી, આ ચારે ભંગ શૂન્ય છે. (૧૯) એક ચરમ, એક અચરમ, એક અવક્તવ્ય- છ પ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરના પાંચ આકાશ પ્રદેશોમાંથી મધ્યમાં એક પ્રદેશ અને ચાર દિશામાં ચાર પ્રદેશ સ્થિત હોય તથા તેની ઉપરના અથવા નીચેના કોઈપણ એક પ્રતરમાં એક આકાશ પ્રદેશ ઉપર એક પ્રદેશ સ્થિત હોય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યનો એક પ્રદેશ એક અચરમ, ચારે દિશાના ચાર પ્રદેશો એકત્વની વિવક્ષાથી