________________
| ૧૦૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
(૨૪) અનેક ચરમ, એક અચરમ, અનેક અવક્તવ્ય- પાંચ પ્રદેશ સ્કંધથી અનંત પ્રદેશ સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં ત્રેવીસમા ભંગની જેમ એક પ્રતરની એક શ્રેણીમાં ત્રણ પ્રદેશ અને તેની ઉપર તથા નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યના પ્રતરમાં વચ્ચેનો એક પ્રદેશ એક અચરમ છે અને આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ છે તથા ઉપર-નીચેના પ્રતરમાં સ્થિત એક-એક પ્રદેશ અનેક (બે) અવક્તવ્ય છે.આ રીતે આ ભંગમાં ત્રેવીસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે. (૨૫) અનેક ચરમ, અનેક અચરમ, એક અવક્તવ્ય- પાંચ પ્રદેશી ઢંધથી અનંત પ્રદેશ સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતાના પાંચ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં ચાર આકાશ પ્રદેશો પર ચાર પ્રદેશ સ્થિત થાય અને ઉપર કે નીચેના કોઈ પણ એક પ્રતરના એક આકાશ પ્રદેશ પર એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં એક પ્રતરના ચાર પ્રદેશોમાં મધ્યના બે પ્રદેશ અનેક (બે) અચરમ છે, આજુબાજુના બે પ્રદેશ અનેક (બે) ચરમ છે અને ઉપરના પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં દસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે. (ર) અનેક ચરમ, અનેક અચરમ, અનેક અવક્તવ્ય- છ પ્રદેશ સ્કંધથી અનંત પ્રદેશ સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં ચાર આકાશ પ્રદેશ ઉપર ચાર પ્રદેશ સ્થિત થાય અને ઉપર તથા નીચેના પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ પર એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં એક પ્રતરના ચાર પ્રદેશમાંથી મધ્યના બે પ્રદેશ અનેક અચરમ છે અને આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ છે, ઉપર-નીચેના પ્રતરવર્તીએક-એક પ્રદેશ અનેક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં પચીસમા ભંગ કરતાં એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે. આકૃતિના સંકેત – [ | = એક પ્રતર, ] = એક આકાશ પ્રદેશ, • = પુદ્ગલ પ્રદેશ. દરેક ભાગમાં અનેક સ્કંધોનો સમાવેશ - અલ્પપ્રદેશી સ્કંધમાં પ્રાપ્ત થતાં ભંગ વધુ પ્રદેશી ઢંધમાં પણ ઘટિત થાય છે. તે ભંગોમાં આકાશ પ્રદેશ તો અલ્પપ્રદેશી સ્કંધની સમાન જ હોય છે. પરંતુ તેમાં એક-એક આકાશ પ્રદેશ પર સ્કંધ પ્રમાણે વધુ-વધુ પ્રદેશો સ્થિત થાય છે. જેમ કે- અનેક ચરમ એક અચરમ નામના નવમા ભંગમાં ત્રણ આકાશપ્રદેશ ઉપર ત્રણ પ્રદેશ સ્કંધ સ્થિત થાય ત્યારે દરેક આકાશ પ્રદેશ પર એક-એક પ્રદેશ રહે છે અને જ્યારે ત્રણ આકાશ પ્રદેશ પર છ પ્રદેશી ધ સ્થિત થાય તો એકએક આકાશપ્રદેશ પર બે-બે પ્રદેશ રહે છે. આ રીતે જેટલા પ્રદેશ સ્કંધ હોય તેના સર્વ પ્રદેશો આ નવમા ભંગમાં ત્રણ આકાશપ્રદેશોમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ રીતે ત્રણ પ્રદેશથી લઈને અનંત પ્રદેશી સુધીના સર્વ સ્કંધોમાં આ નવમો ભંગ ઘટિત થાય છે. આ જ રીતે અન્ય ભંગોમાં વધુ પ્રદેશી ઢંધોને સમજી લેવા જોઈએ. યથા– (1 = આકાશ પ્રદેશ, ૦ = સ્કંધ પ્રદેશ) નવમા ભંગમાં ત્રણ પ્રદેશી સ્કંધની આકૃતિ • • •| છ પ્રદેશ સ્કંધની આકૃતિ [] ] દશ પ્રદેશી સ્કંધની આકૃતિ :::::