________________
| દશ પદ: ચરમ
[ ૯૯ ]
उदाहु चरिमे य अचरिमे य, उदाहु चरिमे य अचरिमाइं च, उदाहु चरिमाइं च अचरिमे य, उदाहु चरिमाइं च अचरिमाइं च? पढमा चउभंगी । उदाहु चरिमे य अवत्तव्वए य, उदाहु चरिमे य अवत्तव्वयाई च, उदाहु चरिमाइं च अवत्तव्वए य, उदाहु चरिमाइं च अवत्तव्वयाइं च? बीया चउभंगी । उदाहु अचरिमे य अवत्तव्वए य, उदाहु अचरिमे य अवत्तव्वयाइं च, उदाहु अचरिमाइं च अवत्तव्वए य, उदाहु अचरिमाइं च अवत्तव्वयाइं च? तइया चउभंगी ।
उदाहु चरिमे य अचरिमे य अवत्तव्वए य, उदाहु चरिमे य अचरिमे य अवत्तव्वयाई च, उदाहु चरिमे य अचरिमाइं च अवत्तव्वए य, उदाहु चरिमे य अचरिमाइं च अवत्तव्वयाई च, उदाहु चरिमाइं च अचरिमेय अवत्तव्वए य, उदाहु चरिमाइं च अचरिमेय अवत्तव्वयाई च, उदाहु चरिमाइं च अचरिमाइं च अवत्तव्वए य, उदाहु चरिमाइं च अचरिमाइं च अवत्तव्वयाई च? एवं एए छव्वीसं भंगा।
गोयमा । परमाणुपोग्गले णो चरिमे, णो अचरिमे, णियमा अवत्तव्वए, सेसा भंगा पडिसेहेयव्वा । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુગલ શું (૧) ચરમ છે (૨) અચરમ છે (૩) અવક્તવ્ય છે, (૪) અનેક ચરમ છે (૫) અનેક અચરમ છે (૬) અનેક અવક્તવ્ય છે; (અસંયોગી-૬ ભંગ છે).
અથવા (૭) એક ચરમ અને એક અચરમ છે () એકચરમ અને અનેક અચરમ છે (૯) અનેક ચરમ અને એક અચરમ છે કે (૧૦) અનેક ચરમ અને અનેક અચરમ છે; (આ દ્વિસંયોગી પ્રથમ ચતુર્ભગી છે.)
અથવા (૧૧) એક ચરમ અને એક અવક્તવ્ય છે (૧૨) એક ચરમ અને અનેક અવક્તવ્ય છે, (૧૩) અનેક ચરમ અને એક અવક્તવ્ય છે કે (૧૪) અનેક ચરમ અને અનેક અવક્તવ્ય છે; (આ દ્વિસંયોગી બીજી ચતુર્ભગી છે.)
અથવા (૧૫) એક અચરમ અને એક અવક્તવ્ય છે (૧૬) એક અચરમ અને અનેક અવક્તવ્ય છે (૧૭) અનેક અચરમ અને એક અવક્તવ્ય છે કે (૧૮) અનેક અચરમ અને અનેક અવક્તવ્ય છે? આ દ્વિસંયોગી ત્રીજી ચતુર્ભગી છે; (કુલ દ્વિસંયોગી ૧૨ ભંગ છે.)
અથવા (૧૯) એક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય છે (૨૦) એક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય છે (ર૧) એક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય છે કે (૨૨) એક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય છે; (આ ત્રણ સંયોગીની પ્રથમ ચૌભંગી.)
અથવા (ર૩) અનેક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય છે (૨૪) અનેક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય છે (૨૫) અનેક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય છે, અથવા (૨૬) અનેક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય છે? આ ત્રણ સંયોગીની બીજી ચૌભંગી છે કુલ ત્રણ સંયોગી ૮ ભંગ થયા. આ પ્રમાણે ચરમ, અચરમ અને અવક્તવ્યથી કુલ છવ્વીશ ભંગ થાય છે, તેમાંથી પરમાણુ પુગલમાં કયા ભંગ લાભે છે?