________________
[ ૧૦૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ઉત્તર- હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ નિયમા(ત્રીજા ભંગ રૂ૫) અવક્તવ્ય છે. શેષ (૧) ચરમ, (૨) અચરમ આદિ ૨૫ ભંગોનો પરમાણુ પુદગલમાં નિષેધ કરવો જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ પુદ્ગલમાં ચરમ, અચરમ અને અવક્તવ્યના એકવચન, બહુવચનના અસંયોગી અને સંયોગી ભંગોની પ્રરૂપણા છે.
તેમાં ચરમ, અચરમ અને અવક્તવ્ય, તે ત્રણ બોલ છે. તેના એકવચન અને બહુવચનના અસંયોગી ૬, દ્ધિક સંયોગી ૧૨ અને ત્રિક સંયોગી ૮ ભંગ, એ રીતે કુલ ૨૬ ભંગ થાય છે. અસંયોગીના છ ભંગ – (૧) એક ચરમ, (૨) એક અચરમ, (૩) એક અવક્તવ્ય, (૪) અનેક ચરમ, (૫) અનેક અચરમ અને (૬) અનેક અવક્તવ્ય. દ્વિસંયોગી (ત્રણ ચૌભંગી) - ૧૨ ભંગ - (૧) હિંસયોગીની પ્રથમ ચૌભંગી –
| (૭) એક ચરમ-એક અચરમ, (૯) અનેક ચરમ-એક અચરમ
(૮) એક ચરમ–અનેક અચરમ (૧૦) અનેક ચરમ–અનેક અચરમ (૨) દ્વિસંયોગીની બીજી ચૌભંગી
(૧૧) એક ચરમ–એક અવક્તવ્ય (૧૩) અનેક ચરમ-એક અવક્તવ્ય,
(૧૨) એક ચરમ-અનેક અવક્તવ્ય (૧૪) અનેક ચરમ-અનેક અવક્તવ્ય. (૩) દ્વિસંયોગીની ત્રીજી ચૌભગી -
(૧૫) એક અચરમ-એક અવક્તવ્ય (૧૭) અનેક અચરમ-એક અવક્તવ્ય
(૧૬) એક અચરમ-અનેક અવક્તવ્ય (૧૮) અનેક અચરમ-અનેક અવક્તવ્ય ત્રિસંયોગીના આઠ ભંગ –
(૧૯) એક ચરમ - એક અચરમ - એક અવક્તવ્ય, (૨૦) એક ચરમ - એક અચરમ – અનેક અવક્તવ્ય, (૨૧) એક ચરમ – અનેક અચરમ – એક અવક્તવ્ય (૨૨) એક ચરમ – અનેક અચરમ – અનેક અવક્તવ્ય (૨૩) અનેક ચરમ – એક અચરમ
એક અવક્તવ્ય (૨૪) અનેક ચરમ – એક અચરમ – અનેક અવક્તવ્ય (૨૫) અનેક ચરમ – અનેક અચરમ – એક અવક્તવ્ય (૨૬) અનેક ચરમ – અનેક અચરમ - અનેક અવક્તવ્ય.
આ રીતે અસંયોગીના–છ ભંગ, દ્વિસંયોગીના–બાર ભંગ, ત્રિસંયોગીના–આઠ ભંગ. કુલ – દ+૧૨૮ = ૨૬ ભંગ થાય છે.