________________
| દશમું પદ : ચરમ
અલોકમાં ચરમ-અચરમનું દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વઃવિકલ્પ પ્રમાણ
કારણ (૧) અચરમ
સર્વ અલ્પ
એક ખંડ રૂપ છે. (૨) અનેક ચરમ
અસંખ્યાત ગુણા | નિકૂટો અસંખ્યાત છે. (૩) અચરમ-ગરમ
વિશેષાધિક
બંનેની સાથે ગણના છે. (૪) ચરમાંત પ્રદેશો
અસંખ્યાતગુણા અલોકના પ્રત્યેક નિષ્ફટો અસંખ્યાત પ્રદેશ છે. (૫) અચરમાંત પ્રદેશો
અનંતગુણા નિષ્ફટ સિવાયનું અલોક ક્ષેત્ર અનંત છે. () ચરમાંત-અચરમાંત પ્રદેશો વિશેષાધિક
બંને પ્રકારના પ્રદેશોની સાથે ગણના છે. લોકાલોકના ચરમ-અચરમાદિનું અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા લોક અને અલોકના અચરમ ખંડ છે કારણ કે તે એક-એક જ છે. (૨) તેનાથી લોકના અનેક ચરમખંડો અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી અલોકના અનેક ચરમખંડો વિશેષાધિક છે. અલોક અનંત છે. તેનો અંતિમ ભાગ નથી પરંતુ લોકને સ્પર્શતા જે અલોકના નિકૂટો છે તે જ ખૂણાના વિભાગો અલોકના ચરમખંડ કહેવાય છે. લોકના ચરમ ખંડોથી અલોકના ચરમખંડો વિશેષાધિક થાય છે. (૪) તેનાથી લોકના અને અલોકના અચરમ અને ચરમખંડો બંને મળીને વિશેષાધિક હોય છે. (૫) તેનાથી લોકના ચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા છે. લોકના અસંખ્યાત નિકૂટો અસંખ્યાત પ્રદેશ છે, તેથી ચરમાંત પ્રદેશો અસંખ્યાત ગુણા થાય છે. (૬) તેનાથી અલોકના ચરમાંત પ્રદેશો વિશેષાધિક છે. લોકના ચરમખંડો(
નિટો) કરતાં અલોકના નિટો કાંઈક વધુ છે. અલોકમાં અંતભાગ જેવું નથી. પરંતુ જ્યાં લોકના ખૂણાના ભાગ છે ત્યાં અલોકના પણ કરવતની જેમ દંતાકાર ભાગ સર્જાય છે. તે લોક કરતાં કાંઈક વધુ છે. તે અસંખ્યાત પ્રદેશી આકાશ ખંડો હોવાથી તેના પ્રદેશ પણ વિશેષાધિક છે. (૭) તેનાથી લોકના અચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા છે. લોક અસંખ્યાત પ્રદેશાત્મક છે. નિકૂટ સિવાયનો મધ્યવર્તી લોક વિભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક છે માટે અચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા છે. (૮) તેનાથી અલોકના અચરમાંત પ્રદેશો અનંતગુણા છે. લોકાન્ત સમીપે લોકના ખૂણાઓની વચ્ચે-વચ્ચે અલોકના ખૂણાઓ છે. આ દંતાકાર ભાગ સિવાયનો અલોક અનંતગુણો વિસ્તૃત છે, તેથી તેના અચરમાંત પ્રદેશો અનંતગુણા છે. (૯) તેનાથી લોક-અલોક બંનેના ચરમાંત-અચરમાંત પ્રદેશો વિશેષાધિક છે. ચરમાંત-અચરમાંત બંને ખંડના પ્રદેશોની સાથે ગણના છે તેથી સર્વ સમ્મિલિત પ્રદેશો વિશેષાધિક થાય છે.
(૧૦) તેનાથી સર્વ દ્રવ્ય વિશેષાધિક છે. અહીં સર્વ દ્રવ્યમાં ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યોની ગણના કરવામાં આવી છે. તે આકાશના પ્રદેશોની સંખ્યા કરતાં બમણા થતા નથી માટે સર્વ દ્રવ્યો, લોક-અલોકના ચરમાંત-અચરમાંત પ્રદેશ કરતાં વિશેષાધિક કહ્યા છે.
સામાન્ય દષ્ટિએ અલોકાકાશના પ્રદેશોથી સર્વ દ્રવ્યો અનંતમા ભાગ પ્રમાણ છે અર્થાત્ સર્વ દ્રવ્યો થોડા છે અને આકાશ પ્રદેશ અનંતગુણા છે. વિશેષ અપેક્ષાએ અલોકના ચરમાંત પ્રદેશમાં લોકના ચરમાંતથી સંબંધિત શ્રેણિઓના પ્રદેશોની જ ગણના કરવામાં આવે છે, તેમાં સર્વ આકાશ પ્રદેશોની ગણના કરવામાં આવતી નથી. માટે અપેક્ષિત અપૂર્ણ અલોકના આકાશ પ્રદેશોથી સર્વ દ્રવ્ય વિશેષાધિક થાય, તે શક્ય છે. (૧૧) તેનાથી સર્વ પ્રદેશો(અલોકના આકાશ પ્રદેશોની અપેક્ષાએ)અનંતગુણા છે. (૧૨) તેનાથી સર્વ પર્યાયો અનંતગુણા છે. પ્રત્યેક પ્રદેશના અનંત પર્યાયો હોય છે.