________________
દશા પદ ચરમ
.
[ ૮૯ ]
– દશમું પદ : ચરમ 222222PPPPPPP આઠ પૃથ્વીઓ:| १ कइ णं भंते! पुढवीओ पण्णत्ताओ? गोयमा ! अट्ट पुढवीओ पण्णत्ताओ, तं जहारयणप्पभा सक्करप्पभा वालुयप्पभा पंकप्पभा धूमप्पभा तमप्पभा तमतमप्पभा ईसीपब्भारा। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! પૃથ્વીઓ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીઓ આઠ છે, તે આ પ્રમાણે છે–(૧) રત્નપ્રભા (૨) શર્કરા પ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમઃપ્રભા (૭) તમતમ પ્રભા અને (૮) ઈષ~ાભારા. રત્નપ્રભા પૃથ્વી આદિમાં ચરમ-અચરમ - | २ इमा णं भंते ! रयणप्पभा पुढवी किं चरिमा अचरिमा चरिमाई अचरिमाई चरिमंत पएसा अचरिमंतपएसा?
गोयमा ! इमा णं रयणप्पभा पुढवी णो चरिमा णो अचरिमा णो चरिमाई णो अचरिमाइं णो चरिमंतपएसा णो अचरिमंतपएसा, णियमा अचरिम च चरिमाणि य चरिमंत- पएसा च अचरिमंतपएसा य ।
एवं जाव अहेसत्तमा पुढवी । सोहम्मा जाव अणुत्तरविमाणा एवं चेव । ईसीपब्भारा वि एवं चेव । लोगे वि एवं चेव । एवं अलोगे वि । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભાપૃથ્વી શું (૧) ચરમ છે (૨) અચરમ છે (૩) અનેક ચરમ છે (૪) અનેક અચરમ છે (૫) ચરમાન્ત બહુપ્રદેશરૂપ છે કે (૬) અચરમાત્ત બહુપ્રદેશરૂપ છે ?
ઉત્તર- હે ગૌતમ! આ રત્નપ્રભાપૃથ્વી અખંડ એક દ્રવ્યાપેક્ષયા (૧) ચરમ નથી (૨) અચરમ નથી (૩) અનેક ચરમ નથી (૪) અનેક અચરમ નથી (૫) ચરમાંત બહુ પ્રદેશરૂપ નથી (૬) અચરમાંત બહુ પ્રદેશરૂપ પણ નથી પરંતુ વિભાગાપેક્ષા નિયમા(૧) એક અચરમ (૨) અનેક ચરમ(૩) ચરમાન્ત પ્રદેશ અને (૪) અચરમાન્ત પ્રદેશરૂપ છે.
આ જ રીતે યાવત તમસ્તમપ્રભા સાતમી પૃથ્વી સુધી અર્થાતુ સાતે નરક પૃથ્વીઓ, સૌધર્માદિ દેવલોકથી લઈને અનુત્તર વિમાન સુધી અને ઈષ~ામ્ભારા પૃથ્વી તથા લોક અને અલોકના વિષયમાં પણ કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રત્નપ્રભા આદિ આઠ પૃથ્વીઓ, સૌધર્મ આદિ દેવલોક વગેરે લોકના વિવિધ વિભાગોમાં ચરમ-અચરમ સંબંધી છ વિકલ્પોનું સ્પષ્ટીકરણ છે.
(૨) રિમ– ચરમ, એક અંતિમ વિભાગ. કોઈ પણ વસ્તુ, પૃથ્વી આદિના પર્યતવર્તી અંતિમ