________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
ભાગને કે સ્થાનને ચરમ કહે છે. (૨) અવિશ્મા- અચરમ, એક મધ્યવર્તી વિભાગ. કોઈ પણ વસ્તુના અંતિમ નહીં પરંતુ મધ્યવર્તી ભાગને અચરમ કહે છે. (રૂ) માર્ડ્ઝ અનેક ચરમ. અંતિમ અનેક વિભાગો. (૪) અપરિમા અનેક અચરમાં મધ્યવર્તી અનેક વિભાગો. (ધ) પરિમાંત પણ્ણા— ચરમાંત પ્રદેશો. અંતિમ વિભાગોના અનેક પ્રદેશો. (૬) પરિમાંત પક્ષા- અચરમાંત પ્રદેશો. મધ્યવર્તી વિભાગના અનેક પ્રદેશો.
૯૦
ઉપરોક્ત છ વિકલ્પોમાં પ્રથમના ચાર વિકલ્પો દ્રવ્યાપેક્ષાએ છે. તે ચારમાં પણ પ્રથમ બે એક વચનથી અને બીજા બે બહુવચનથી છે. અંતિમ બે વિકલ્પો વિભાગગત પ્રદેશોની અપેક્ષાએ છે.
ગરમ-અચરમ શબ્દો પરસ્પર સાપેક્ષ છે. જેમ કે એક જ ઓરડો હોય, તો તે ચરમ—તિમ ન કહેવાય અને અચરમ–મધ્યવર્તી પણ ન કહેવાય. એક જ ઓસરીએ બે ઓરડા બાજુ-બાજુમાં હોય, તો બંને ઓરડાઓ એકબીજાની અપેક્ષાએ ચરમ કહેવાય છે. જો ત્રણ ઓરડા હોય, તો તેમાં બંને કિનારાના ઓરડાઓ ચરમ કહેવાય અને કિનારાના ઓરડાની અપેક્ષાએ વચલા ઓરડાને અચરમ કહેવાય છે.
આ જ રીતે સૂત્રોક્ત વસ્તુઓ એક જ હોવાથી તે ચરમ પણ નથી અને અચરમ પણ નથી પરંતુ તે જ ઓરડામાં અનેક વિભાગની કલ્પના કરીએ, તો તેના ચારે કોરના ખૂણાઓ તેના ચરમ વિભાગ કહેવાય, તેથી તેમાં અનેક ચરમ રૂપ ત્રીજો વિકલ્પ ઘટિત થાય છે અને તે સિવાયનો મધ્યભાગ એક અચરમરૂપ છે. તેથી તેમાં બીજો વિકલ્પ ઘટિત થાય છે.
તે અનેક ચરમોના પ્રદેશોની વિવક્ષા કરીએ, તો તેના પ્રદેશો ચરમાંત પ્રદેશો રૂપ પાંચમો વિકલ્પ અને ચરમાન્ત પ્રદેશો સિવાયના મધ્યવર્તી વિભાગના પ્રદેશોમાં અચરમાન્ત પ્રદેશો રૂપ છઠ્ઠો વિકલ્પ ઘટિત થાય છે.
આ રીતે એક અખંડ દ્રવ્યની અપેક્ષાએ એક પણ વિકલ્પ ઘટિત થતો નથી પરંતુ તેના વિભાગોની કલ્પના કરીએ, તો બીજો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો આ ચાર વિકલ્પો ઘટિત થાય છે.
આ રીતે રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં સૂત્રકારે છએ પ્રશ્નોના ઉત્તરો બે પ્રકારે આપ્યા છે– (૧) અખંડ એક દ્રવ્યની અપેક્ષાએ અને (૨) તેના અવયવ વિભાગની અપેક્ષાએ.
(૧) દ્રવ્યાપેક્ષા :– રત્નપ્રભા આદિ આઠે પૃથ્વીઓ, વિમાનો વગેરે લોકના પ્રત્યેક ક્ષેત્રો તેમજ અલોક વગેરે દરેક સ્થાન અખંડ એક-એક દ્રવ્યરૂપે સ્થિત છે. તે એક રૂપ હોવાથી તેને ચરમ-અચરમ કહી શકાય નહીં. ચરમ કે અચરમ ન હોવાથી અનેક ચરમ કે અનેક અચરમ પણ કહી શકાય નહીં. તે અખંડ એક દ્રવ્યરૂપ હોવાથી, તેમાં ખંડ–વિભાગ સંભવિત નથી અને વિભાગ ન હોવાથી ચરમાંત પ્રદેશ કે અચરમાંત પ્રદેશ પણ કહી શકાતા નથી. આ રીતે રત્નપ્રભા આદિ પૃથ્વીમાં દ્રવ્યની અપેક્ષાએ ચરમાદિ છ એ છ વિકલ્પોનો નિષેધ કરવામાં આવ્યો છે.
=
(૨) વિભાગ—ખંડ અપેક્ષાએ ઃ– રત્નપ્રભા પૃથ્વી આદિ દરેક સ્થાનોમાં વિભાગોની કલ્પના થઈ શકે છે, કારણ કે તે પ્રત્યેક સ્થાનના કિનારાઓ સમચક્રાકાર(સીધા) નથી, વિષમચક્રાકાર એટલે દંતાકાર છે, તેમાં અનેક નિષ્કુટી (ખૂણાઓ) છે.