________________
[ ૮૮]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
દશમું પદ . છેક છે' 8 8 8 8 8 8 8 8 ક છે
પરિચય છે
આ પદનું નામ ચરમપદ છે. તેમાં રત્નપ્રભા આદિ સાત નરક પૃથ્વી, સિદ્ધશિલા, દેવલોક, સમગ્ર લોક, અલોક, પરમાણુ પુગલ, સ્કંધ આદિની વિવિધ અપેક્ષાએ ચરમ-અચરમની અને તેના અલ્પબદુત્વની વિચારણા છે.
ચરમ એટલે અંતિમ વિભાગ અને અચરમ એટલે અંતિમ ન હોય, તેવો મધ્યવર્તી વિભાગ. કોઈ પણ વસ્તુનો અંતિમ વિભાગ મધ્યવિભાગની અને મધ્ય વિભાગ અંતિમ વિભાગની અપેક્ષા રાખે છે. આ રીતે ચરમ-અચરમ શબ્દ સાપેક્ષ છે.
પ્રસ્તુતમાં ચરમ અને અચરમના છ વિકલ્પો કર્યા છે– (૧) એક ચરમ (૨) એક અચરમ (૩) અનેક ચરમ (૪) અનેક અચરમ (૫) ચરમાન્ત પ્રદેશો (૬) અચરમાન્ત પ્રદેશો.
લોક કે અલોકને તેમજ રત્નપ્રભા પૃથ્વી આદિ લોકના કોઈ પણ વિભાગને એક અખંડ દ્રવ્ય રૂપે સ્વીકારીએ, તો તેમાં અખંડ દ્રવ્ય દષ્ટિએ એક પણ વિકલ્પ ઘટિત થતો નથી. પરંતુ તેના અનેક અવયવોની સીમાંત–વિભાગોની વિવક્ષા કરીએ, તો તે દષ્ટિએ તેમાં ચરમ આદિ ચાર વિકલ્પો ઘટિત થાય છે.
લોક, અલોક, દ્વીપ, નરક પૃથ્વી આદિ પ્રત્યેક શાશ્વત સ્થાનો અનેક ખૂણાઓવાળા એટલે કરવતના દાંતાની જેમ વિષમ સીમાંત વિભાગવાળા છે. તેથી તેમાં (૧) તે સીમાંત વિભાગો અનેક ચરમ (૨) તે ખૂણાઓ સિવાયનો મધ્યભાગ એક અચરમ (૩) ચરમ વિભાગોના પ્રદેશો, ચરમાન્ત પ્રદેશો અને (૪) અચરમ વિભાગના પ્રદેશો, અચરમાંત પ્રદેશો, કહેવાય છે. આ રીતે પ્રત્યેક સ્થાનમાં ચાર ચાર વિકલ્પો ઘટિત થાય છે. આ રીતે પ્રત્યેક સ્થાનમાં પ્રાપ્ત થતાં આ ચાર-ચાર વિકલ્પોમાં (૧) દ્રવ્યાર્થ (૨) પ્રદેશાર્થ અને (૩) દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ સમ્મિલિતની અપેક્ષાએ અલ્પબદુત્વનું નિરૂપણ પણ આ પદમાં છે.
પુદ્ગલ સ્કંધોમાં ચરમ, અચરમ અને અવક્તવ્ય, આ ત્રણ પદોના એકવચનાત છે અને બહુવચનાત છ પદો પરથી અસંયોગી, દ્રિકસંયોગી, ત્રિકસંયોગી ૨૬ ભંગ (વિકલ્પો) કઈ રીતે બને છે? એક પરમાણુ પુદ્ગલ તથા દ્વિપ્રદેશથી લઈ અનંતપ્રદેશી સુધીના પ્રત્યેક સ્કંધમાં ૨૬ ભંગોમાંથી કેટલા-કેટલા ભંગો પ્રાપ્ત થાય છે, તેની ગહન ચર્ચા કરવામાં આવી છે.
ભેદ-પ્રભેદ સહિત પરિમંડળાદિ પાંચ સંસ્થાનો, તેના પ્રદેશ, અગવાહના અને ચરમાદિની વિચારણા આ પદમાં કરી છે.
પદની સમાપ્તિમાં ગતિ, સ્થિતિ, ભવ, ભાષા, શ્વાસોચ્છવાસ, આહાર, વર્ણ, ભાવ, ગંધ, રસ અને સ્પર્શ આ ૧૧ દ્વારના માધ્યમથી ચોવીસ દંડકના જીવોના ચરમ-અચરમ આદિનું પ્રતિપાદન છે.