________________
નવમું પદ : યોનિ
ક્ર્મેશતા યોનિ– કાચબાની પીઠ જેવી ઉન્નત-ઊંચી ઉભરેલી હોય છે. શંખાવર્તાયોનિ– શંખના ઉતાર-ચડાવની જેમ તે યોનિમાં આવત્ત (આંટા) હોય છે. સ્ત્રીરત્નની અર્થાત્ ચક્રવર્તીની પટરાણીની શંખાવર્તા યોનિ હોય છે. તેમાં ઘણા જીવો આવે છે, ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે વૃદ્ધિ પણ પામે છે પરંતુ તે ગર્ભ પૂર્ણતાને પ્રાપ્ત થતા નથી. ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે. વંશીપત્રાયોનિ– સંયુક્ત વાસનાપત્રોના આકારવાળી હોય છે.
८७
ઉપરોક્ત ત્રણે પ્રકારની યોનિનું કથન સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના મનુષ્યોની અપેક્ષાએ છે. સૂત્રકારે તેના અલ્પબહુત્વનું કથન કર્યું નથી પરંતુ થોકડામાં તેના અલ્પબહુત્વનું નિરૂપણ છે. (૧) સર્વથી થોડા શંખાવર્ત યોનિવાળા જીવો. (૨) તેનાથી કૂર્મોન્નતા યોનિવાળા જીવો સંખ્યાતગુણા છે. (૩) તેનાથી વંશીપત્રા યોનિવાળા જીવો સંખ્યાતગુણા છે.
II નવમું પદ સંપૂર્ણ