________________
જીવ પ્રકાર
સર્વ દેવો
ચાર સ્થાવર
તેઉકાય
ત્રણ વિકલેન્દ્રિય
અસંજ્ઞી પંચેન્દ્રિય
સંશી તિર્યંચ-મનુષ્ય
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
શીત–ઉષ્ણ—શીતોષ્ણ | સચિત્ત-અચિત્ત-મિશ્ર
યોનિ
યોનિ
શીતોષ્ણ
શીત, ઉષ્ણ, શીતોષ્ણ
ઉષ્ણ
શીત, ઉષ્ણ, શીતોષ્ણ
શીત, ઉષ્ણ, શીતોષ્ણ શીતોષ્ણ
અચિત્ત
સચિત્ત, અચિત્ત, મિશ્ર
સચિત્ત, અચિત્ત, મિશ્ર
સચિત્ત, અચિત્ત, મિશ્ર
સચિત્ત, અચિત્ત, મિશ્ર
મિશ્ર
સંવૃત્ત-વિવૃત્તસંવૃત્તવિવૃત્ત યોનિ
સંવૃત્ત
સંવૃત્ત
સંવૃત્ત
વિવૃત્ત
વિવૃત્ત
સંવૃત્તવિવૃત્ત–મિશ્ર
મનુષ્યોની ત્રિવિધ વિશિષ્ટ યોનિઓઃ
૨૨ વિહા ખં ભંતે ! ગોળી પળત્તા ? ગોયમા !તિવિહા ગોળી પળત્તા, कुम्मुण्णया संखावत्ता वंसीपत्ता ।
તં નહીં
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! યોનિના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! યોનિના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કૂર્મોન્નતા, (૨) શંખાવર્તા અને (૩) વંશીપત્રા.
२४ कुम्मुण्णया णं जोणी उत्तमपुरिसमाऊणं । कुम्मुण्णयाए णं जोणीए उत्तमपुरिसा गब्भे वक्कमंति, तं जहा - अरहंता चक्कवट्टी बलदेवा वासुदेवा ।
ભાવાર્થ :- કૂર્મોન્નતા યોનિ ઉત્તમ પુરુષોની માતાઓની હોય છે. કૂર્મોન્નતા યોનિમાં અરિહંત(તીર્થંકર) ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ આદિ ઉત્તમ પુરુષો ઉત્પન્ન થાય છે.
२५ संखावत्ता णं जोणी इत्थिरयणस्स । संखावत्ताए णं जोणीए बहवे जीवा य पोग्गला य वक्कमंति विउक्कमंति चयंति उवचयंति, णो चेव णं णिप्फज्जंति ।
ભાવાર્થ :– શંખાવર્તાયોનિ ચક્રવર્તીના સ્ત્રીરત્નની હોય છે. શંખાવર્તાયોનિમાં ઘણા જીવો અને પુદ્ગલો આવે છે, ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે. સામાન્ય અને વિશેષરૂપે તેની વૃદ્ધિ(ચય-ઉપચય) થાય છે પરંતુ તેની
નિષ્પત્તિ થતી નથી.
२६ वंसीपत्ता णं जोणी पिहुजणस्स । वंसीपत्ताए णं जोणीए पिहुजणे गब्भे वक्कमंति। ભાવાર્થ :– વંશીપત્રાયોનિ સાધારણ મનુષ્યોની માતાઓની હોય છે. વંશીપત્રાયોનિમાં સાધારણ જીવો ગર્ભમાં આવે છે.
વિવેચનઃ
આ સૂત્રમાં મનુષ્યોની કૂર્મોન્નતા આદિ ત્રણ વિશિષ્ટ યોનિઓનું, તે યોનિવાળી સ્ત્રીઓનું અને તે યોનિમાં જન્મ લેનારા મનુષ્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.