________________
[ ૮૪ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
ર૪ દંડકમાં સંવૃત્તાદિ યોનિઃ|१९ णेरइयाणं भंते ! किं संवुडा जोणी, वियडा जोणी, संवुडवियडा जोणी? गोयमा! संवुडा जोणी,णो वियडा जोणी, णो संवुडवियडा जोणी । एवं जाववणस्सइकाइयाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકોની સંવૃત્ત યોનિ હોય છે, વિવૃત્ત યોનિ હોય છે કે સંવૃત્ત-વિવૃત્ત યોનિ હોય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોમાં સંવૃત્ત યોનિ હોય છે, વિવૃત્ત કે સંવૃત્ત-વિવૃત્ત યોનિ હોતી નથી. આ જ રીતે વનસ્પતિકાયિક જીવો સુધી જાણવું જોઈએ. અર્થાત્ દશ ભવનપતિ દેવો અને પાંચ સ્થાવરની સંવૃત્ત યોનિ હોય છે. २० बेइंदियाणं पुच्छा ? गोयमा ! णो संवुडा जोणी, वियडा जोणी, णो संवुडवियडा जोणी । एवं जावचउरिदियाणं। सम्मुच्छिमपंचेदियतिरिक्खजोणियाणं सम्मुच्छिममणुस्साणं च एवं चेव । ભાવાર્થ-પ્રશ્ન- શું બેઇન્દ્રિય જીવોની સંવત્ત યોનિ હોય છે, વિવૃત્ત યોનિ હોય છે કે સંવૃત્ત વિવૃત્ત યોનિ હોય છે? ઉત્તર-હે ગૌતમ!તેઓની સંવૃત્ત યોનિ નથી, વિવૃત્ત યોનિ હોય છે, સંવૃત્ત-વિવૃત્ત યોનિ નથી. આ જ રીતે ચોરેન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ.
સંમૂર્છાિમ પંચેદ્રિય તિર્યંચયોનિકો તથા સંમૂર્છાિમ મનુષ્યોની યોનિના વિષયમાં પણ વિકલૈંદ્રિય પ્રમાણે જાણવું જોઈએ અર્થાત્ તેની વિવૃત્ત યોનિ હોય છે. २१ गब्भवक्कंतियपंचेंदियतिरिक्खजोणियाणं गब्भवक्कंतियमणुस्साण यणो संवुडा નોળ, ગોવિયા નોળી, વુડવિયા નો .
वाणमंतर-जोइसियवेमाणियाणं जहा णेरइयाणं । ભાવાર્થ - ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોની સંવૃત્ત યોનિ નથી, વિવૃત્ત યોનિ નથી પરંતુ સંવૃત્તવિવૃત્ત યોનિ હોય છે.
વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોની (યોનિના સંબંધમાં) નૈરયિકોની સમાન જાણવું જોઈએ અર્થાત્ તેની સંવૃત્તયોનિ હોય છે. २२ एएसिणं भंते ! जीवाणं संवुडजोणियाणं वियडजोणियाणं संवुडवियडजोणियाणं अजोणियाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? । ___गोयमा ! सव्वत्थोवा जीवा संवुडवियडजोणिया, वियडजोणिया असंखेज्जगुणा, अजोणिया अणंतगुणा, संवुडजोणिया अणंतगुणा। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! સંવૃત્તયોનિક જીવો, વિવૃત્તયોનિક જીવો, સંવૃત્તવિવૃત્તયોનિક જીવો તથા અયોનિક જીવોમાં કોણ કોનાથી અલ્પ બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે?
ઉત્તર– હે ગૌતમ! સર્વથી થોડા સંવત્ત-વિવૃત્તયોનિક જીવો છે, કારણ કે ગર્ભજ તિર્યંચ પંચેદ્રિય અને ગર્ભજ મનુષ્યો જ સંવત્ત-વિવત્ત યોનિવાળા છે. તેનાથી વિવૃત્તયોનિક જીવો અસંખ્યાતગુણા છે; કારણ