________________
નવમું પદ : યોનિ
ગર્ભજ મનુષ્યને જ હોય છે.) (૨) તેનાથી અચિત્તયોનિક જીવો અસંખ્યાતગુણા છે (કારણ કે સમસ્ત દેવો અને સમસ્ત નૈરયિકો, અનંતકાય સિવાયના કેટલાક પાંચ સ્થાવરો, કેટલાક ત્રણ વિક્લેન્દ્રિયો, સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયો અને સંમૂર્ચ્છિમ મનુષ્યો અચિત્તયોનિવાળા હોય છે.) (૩) તેનાથી અયોનિક જીવો અનંતગુણા છે, (કારણ કે સિદ્ધ જીવો અનંત છે.) (૪) તેનાથી સચિત્તયોનિક જીવો અનંતગુણા અધિક છે. (કારણ કે નિગોદના જીવો સચિત્તયોનિક હોય છે અને તેઓ સિદ્ધ કરતાં અનંતગુણા છે.)
વિવેચનઃ
૮૩
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકવર્તી જીવોમાં સચિત્તાદિ ત્રણ પ્રકારની યોનિનું કથન કરી તેના અલ્પબહુત્વની વિચારણા કરી છે.
કોઈ પણ જીવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ઉત્પત્તિ સ્થાનમાં પ્રથમ આહાર ગ્રહણ કરે છે. તે આહાર સચિત્ત, અચિત્ત અથવા મિશ્ર જેવો હોય તે પ્રમાણે તેની યોનિ નિશ્ચિત થાય છે. જો જીવનો પ્રથમ આહાર સચિત્ત હોય તો સચિત્તયોનિ, પ્રથમ આહાર અચિત્ત હોય તો અચિત્તયોનિ અને પ્રથમ આહાર મિશ્ર હોય તો મિશ્રયોનિ હોય છે.
નૈરયિકો અને દેવોમાં અચિત્તયોનિ છે કારણ કે દેવો પોતાના ઉત્પત્તિસ્થાન રૂપ દેવશય્યામાંથી અચિત્ત પુદ્ગલોનો પ્રથમ આહાર કરે છે. તે જ રીતે નૈરયિકો પણ પોતાના ઉત્પત્તિસ્થાન રૂપ કુંભીમાંથી અચિત્ત પુદ્ગલોનો જ આહાર ગ્રહણ કરે છે. તેથી નારકી અને દેવોની અચિત્તયોનિ કહી છે. સૂક્ષ્મ જીવો આખા લોકમાં વ્યાપ્ત છે પણ તે વ્યવહાર ભોગ્ય નથી, તેથી દેવ-નારકીની યોનિસ્થાનમાં સૂક્ષ્મ જીવો હોવા છતાં તે યોનિ અચિત જ કહેવાય છે.
પૃથ્વીકાયિકોથી સંમૂર્ચ્છિમ મનુષ્ય સુધી સર્વ જીવોની યોનિ સચિત્ત, અચિત્ત અને મિશ્ર, ત્રણેય પ્રકારની હોય છે. ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોની મિશ્રયોનિ હોય છે. ગર્ભજ જીવો પ્રથમ આહાર રજ અને વીર્યનો ગ્રહણ કરે છે. તેમાં શુક્ર-વીર્ય અચિત્ત અને શોણિત-રજ સચિત્ત હોય છે. આ રીતે તેનો આહાર મિશ્ર હોવાથી તેની યોનિ મિશ્ર કહેવાય છે. અલ્પ બહુત્વના કારણો ભાવાર્થથી સ્પષ્ટ છે. સંવૃત્તાદિ ત્રિવિધ યોનિઓ -
| ૨૮ વિહા ખં ભંતે ! ખોળિ પળત્તા ? ગોયમા !તિવિહા નોળિ પળત્તા, संवुडा जोणी, वियडा जोणी, संवुडवियडा जोणी ।
તેં નહીં
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! યોનિના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! યોનિના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સંવૃત્તયોનિ (૨) વિવૃત્તયોનિ અને (૩) સંવૃત્તવિવૃત્તયોનિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રકારાન્તરે યોનિના ત્રણ ભેદ કર્યા છે.
(૧) જે યોનિ આચ્છાદિત (ઢાંકેલી) હોય, તે સંવૃત્ત યોનિ છે (૨) જે યોનિ ખુલી હોય અથવા બહારથી સ્પષ્ટ દેખાતી હોય તે વિવૃત્ત યોનિ. (૩) જે યોનિ ઢાંકેલી અને ખુલ્લી બંને પ્રકારની હોય તે સંવૃત્તવિવૃત્ત યોનિ છે.