________________
નવમું પદ ઃ યોનિ
પંચેન્દ્રિય, સંમૂર્ચ્છિમ મનુષ્યોના ઉત્પત્તિસ્થાન શીત, ઉષ્ણ કે શીતોષ્ણ, તે ત્રણેય સ્પર્શવાળા હોય છે. તેમાં ત્રણે પ્રકારની યોનિ હોય છે.
૮૧
અપ્લાયિક જીવોમાં સૂત્રકારે ત્રણે પ્રકારની યોનિનું કથન કર્યું છે તેથી જ ઉષ્ણ જલના દ્રહ કે નદી વગેરે હોય છે. તે જ રીતે શીતોષ્ણુ યોનિ પણ આ અપ્લાયમાં શક્ય છે. તેમ છતાં બહુલતાએ અપ્લાયિક જીવોમાં શીતયોનિ જ હોય છે.
ઉષ્ણુ યોનિઃ – તેજસ્કાયિક જીવોની એક ઉયોનિ હોય છે; અર્થાત્ તેજસ્કાયિક જીવોના ઉત્પત્તિ સ્થાનમાં ઉષ્ણ પુદ્ગલો હોવા અનિવાર્ય છે. શીત કે શીતોષ્ણ પુદ્ગલ યુક્ત સ્થાનમાં અગ્નિકાયિક જીવોની ઉત્પત્તિ થતી નથી. કારણ કે તે સ્થાન અગ્નિકાયિક જીવોની ઉત્પત્તિ માટે યોગ્ય નથી.
ત્રિવિધયોનિકો અને અયોનિકોનું અલ્પબહુત્વ :– (૧) સર્વથી થોડા શીતોષ્ણયોનિ યુક્ત જીવો હોય છે કારણ કે તેમાં ચાર પ્રકારના દેવો, ગર્ભજ તિર્યંચો અને ગર્ભજ મનુષ્યો જ હોય છે. (૨) તેનાથી ઉષ્ણયોનિક જીવો અસંખ્યાતગુણા છે, કારણ કે તેજસ્કાયિકો, અધિકાંશ નૈરયિકો, કેટલાક પૃથ્વીકાયિક, અપ્લાયિક, વાયુકાયિક તથા પ્રત્યેક વનસ્પતિકાયિક જીવોને ઉષ્ણયોનિ પણ હોય છે. (૩) તેનાથી અયોનિક(યોનિ રહિત એટલે સિદ્ધ) જીવો અનંતગુણા છે, કારણ કે સિદ્ધ અનંત છે. (૪) તેનાથી શીતયોનિક અનંતગુણા છે, કારણ કે વનસ્પતિમાં ત્રણે પ્રકારની યોનિ હોવા છતાં અનંતકાયિક જીવો શીતયોનિવાળા હોય છે અને જીવો સિદ્ધો કરતાં અનંતગુણા છે.
સચિત્ત-અચિત્ત આદિ ત્રણ યોનિ :
૨૨, વિહા । ભંતે ! ગોળી પળત્તા ? ગોયમા !ત્તિવિહા લોળી પળત્તા, સવિત્તા, અશ્વિત્તા, મીસિયા ।
તું બહા
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! યોનિના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! યોનિના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સચિત્તયોનિ (૨) અચિત્તયોનિ અને (૩) મિશ્રયોનિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સચેત-અચેતાદિની અપેક્ષાએ યોનિના ત્રણ પ્રકારનું વર્ણન છે. સચિત્ત-અચિત્ત-મિશ્ર યોનિ :- સવિત્તા-નીવપ્રવેશસંવના, અવિત્તા-સર્વથા ગૌવવિપ્રમુવા, મિશ્રાનીવવિપ્રમુખ્ત અવિપ્રમુખ્ત સ્વરૂપા । જે ઉત્પત્તિ સ્થાન જીવપ્રદેશોથી યુક્ત હોય તેને સચિત્તયોનિ, જે ઉત્પત્તિ સ્થાન જીવપ્રદેશોથી મુક્ત હોય તેને અચિત્તયોનિ અને જે ઉત્પત્તિસ્થાન કંઈક અંશે જીવપ્રદેશોથી યુક્ત અને કંઈક અંશે જીવપ્રદેશોથી મુક્ત હોય તેને મિશ્રયોનિ કહે છે. જે જીવોની જે પ્રકારની યોનિ હોય, તે પ્રમાણે તે જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે.
ર૪ દંડકમાં સચિતાદિ યોનિઃ
| १३ णेरइयाणं भंते ! किं सचित्ता जोणी, अचित्ता जोणी मीसिया जोणी ? गोयमा ! णो सचित्ता जोणी, अचित्ता जोणी, णो मीसिया जोणी ।
ભાવાર્થ:- પ્રશ્ન—- હે ભગવન્ ! શું નૈરયિકોની સચિત્ત યોનિ હોય છે, અચિત્ત યોનિ હોય છે કે મિશ્રયોનિ