________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! શું ગર્ભજ મનુષ્યોની શીતયોનિ હોય છે, ઉષ્ણયોનિ હોય છે કે શીતોષ્ણયોનિ હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઓની શીતયોનિ નથી, ઉષ્ણયોનિ નથી પરંતુ શીતોષ્ણયોનિ હોય છે. १० वाणमंतरदेवाणं भंते ! किं सीया जोणि, उसिणा जोणी, सियोसिणा जोणी ? गोयमा ! णो सीया जोणी, णो उसिणा जोणी, सीयोसिणा जोणी । जोइसिय-वेमाणियाण वि एवं चेव ।
८०
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું વાણવ્યંતર દેવોની શીતયોનિ હોય છે, ઉષ્ણયોનિ હોય છે કે શીતોષ્ણયોનિ હોય છે. ઉત્તર– હે ગૌતમ ! તેઓની શીતયોનિ નથી, ઉષ્ણયોનિ નથી પરંતુ શીતોષ્ણયોનિ હોય છે. આ જ રીતે જ્યોતિષ્ઠો અને વૈમાનિકોની યોનિના વિષયમાં પણ જાણવું જોઈએ.
११ एएसि णं भंते ! जीवाणं सीयजोणियाणं उसिणजोणियाणं सीयोसिणजोणियाणं अजोणियाणं य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया ?
गोयमा ! सव्वत्थोवा जीवा सीयोसिणजोणिया, उसिणजोणिया असंखेज्जगुणा, अजोणिया अनंतगुणा, सीयजोणिया अनंतगुणा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શીતયોનિક જીવો, ઉષ્ણયોનિક જીવો, શીતોષ્ણયોનિક જીવો તથા અયોનિક જીવોમાં કોણ-કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્ત૨– હે ગૌતમ ! સર્વથી થોડા શીતોષ્ણયોનિક જીવો છે, તેનાથી ઉષ્ણયોનિક જીવો અસંખ્યાતગુણા અધિક છે, તેનાથી અયોનિક જીવો અનંતગુણા છે અને તેનાથી શીતયોનિક જીવો અનંતગુણા છે. વિવેચનઃ
સાત નરક પૃથ્વીઓમાં યોનિ –સમુચ્ચય રીતે નારકીમાં બે યોનિઓ હોય છે– શીત યોનિ અને ઉષ્ણયોનિ. રત્નપ્રભા, શર્કરાપ્રભા અને વાલુકાપ્રભામાં– બધા જ ઉપપાત ક્ષેત્રો (કુંભીઓ) શીતસ્પર્શવાળા હોય છે. શંકપ્રભાપૃથ્વીમાં– અધિકાંશ ઉપપાત ક્ષેત્રો શીત સ્પર્શવાળા અને થોડા ક્ષેત્રો ઉષ્ણસ્પર્શવાળા હોય છે. ધૂમપ્રભાપૃથ્વીમાં અધિકાંશ ઉપપાત ક્ષેત્રો ઉષ્ણસ્પર્શવાળા હોય છે, થોડાક ક્ષેત્રો શીતસ્પર્શવાળા હોય છે. તમઃપ્રભા અને તમસ્તમઃપ્રભા પૃથ્વીમાં– બધા જ ઉપપાત ક્ષેત્રો ઉષ્ણસ્પર્શવાળા છે. દરેક નરકમાં નૈયિકોને ઉત્પન્ન થવાની કુંભીઓમાં જે સ્પર્શ હોય, તેનાથી વિપરીત સ્પર્શ કુંભીની બહારના સર્વ સ્થાનોમાં હોય છે અને તેથી કુંભીમાં જન્મ ધારણ કરીને બહાર નીકળતાં જ વિપરીત સ્પર્શના અનુભવથી નૈરયિકો તીવ્ર વેદનાનો અનુભવ કરે છે.
દેવ અને ગર્ભજ મનુષ્ય-તિર્યંચમાં શીતોષ્ણ યોનિ – ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો, ગર્ભજ મનુષ્યોના ઉપપાત ક્ષેત્રો અર્થાત્ તેઓની યોનિ શીત અને ઉષ્ણ બંને સ્વભાવવાળી ન હોવાથી શીતોષ્ણ કહેવાય છે. અર્થાત્ તિર્યંચ અને મનુષ્યોના ઉત્પત્તિ સ્થાનરૂપ સ્ત્રીનું ગર્ભાશય અતિ ઉષ્ણ કે અતિ શીત હોતું નથી પરંતુ સહજ સામાન્ય સ્વભાવી હોય છે તેમજ દેવોના ઉત્પત્તિ સ્થાનરૂપ શય્યાઓ પણ શીત–ઉષ્ણતાથી ભિન્ન સહજ સામાન્ય સ્વભાવી એટલે સમશીતોષ્ણ હોય છે. ત્રણે ય પ્રકારની યોનિ – તેજસ્કાયિક સિવાયના અન્ય સમસ્ત એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ