________________
[ ૭૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
– નવમું પદ : યોનિ - PPPPPPPPPPER શીત-ઉષ્ણ આદિ યોનિ - | १ कइविहा णं भंते ! जोणी पण्णता ? गोयमा ! तिविहा जोणी पण्णत्ता, तं जहासीया जोणी, उसिणा जोणी, सीयोसिणा जोणी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યોનિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! યોનિના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શીતયોનિ, ઉષ્ણયોનિ અને શીતોષ્ણુયોનિ. વિવેચન - યોનિ અને તેના પ્રકાર - યોનિ” શબ્દ “જુ મિશ્રધાતુથી નિષ્પન્ન થયો છે, જેનો વ્યુત્પત્યર્થ– યુવન્તિ तैजसकार्मणशरीरवन्तः सन्त औदारिकादि शरीरप्रायोग्य पुद्गलस्कन्धसमुदायेन मिश्रीभवन्त्यस्यामिति
નિઃ ૩ત્પત્તિસ્થાના તૈજસ અને કાર્પણ શરીરી જીવ જે સ્થાનમાં ઔદારિક આદિ ચૂલ શરીરને યોગ્ય પુગલ સ્કંધોના સમુદાયની સાથે મિશ્રિત થાય છે, તે યોનિ છે. આ રીતે યોનિનો અર્થ ઉત્પત્તિસ્થાન થાય છે.
જે યોનિ(ઉત્પત્તિ સ્થાન) શીતસ્પર્શવાળી હોય તે શીતયોનિ જે યોનિ ઉષ્ણસ્પર્શવાળી હોય તે ઉષયોનિ અને જે યોનિશીત અને ઉષ્ણ (ઉભય) સ્પર્શવાળી નહોય(સમશીતોષ્ણ હોય) તે શીતોષણયોનિ. આ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થનારા જીવો જન્મ સમયે સર્વપ્રથમ તે યોનિગત અર્થાતુ ઉત્પત્તિ સ્થાનમાં રહેલા શીત કે ઉષ્ણ આદિ પુદ્ગલોનો આહાર ગ્રહણ કરીને ઔદારિકાદિ શરીરોનું નિર્માણ કરે છે. ર૪ દંડકમાં શીતાદિ યોનિઃ| २ | णेरइयाणं भंते ! किं सीया जोणी, उसिणा जोणी, सियोसिणा जोणी? गोयमा ! सीया वि जोणी, उसिणा वि जोणी, णो सीयोसिणा जोणी । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શુંઔરયિકોની શીતયોનિ હોય છે, ઉષ્ણયોનિ હોય છે કે શીતોષ્ણયોનિ હોય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોની શીતયોનિ પણ હોય છે, ઉષ્ણયોનિ પણ હોય છે પરંતુ શીતોષ્ણુયોનિ નથી. | ३ असुरकुमाराणं भंते ! किं सीया जोणी, उसिणा जोणी, सीयोसिणा जोणी ? गोयमा! णो सीया, णो उसिणा, सीयोसिणा जोणी । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર દેવોની શીતયોનિ હોય છે, ઉષ્ણુયોનિ હોય છે કે શીતોષ્ણુયોનિ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અસુરકુમાર દેવોની શીતયોનિ નથી, ઉષ્ણયોનિ નથી પરંતુ શીતોષ્ણુયોનિ હોય છે. આ રીતે યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. | ४ पुढविकाइयाणं भंते !किं सीया जोणी उसिणा जोणी सीयोसिणा जोणी? गोयमा! सीया वि जोणी, उसिणा वि जोणी, सीयोसिणा वि जोणी ।