________________
નવમું પદ યોનિ
૭૭.
નવમું પદ - આ છે; છે છે
પરિચય હક છે. છે
ક ક છે
: છે કે આ છે
આ પદનું નામ “યોનિપદ છે.
કોઈ પણ જીવ એક ભવનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે સ્થલ શરીરને છોડીને તૈજસ અને કાર્પણ શરીર સહિત ઉત્પત્તિ સ્થાનમાં પહોંચે છે. તે સ્થાનમાં પહોંચીને, ઔદારિક આદિ સ્થૂલ શરીરના નિર્માણ માટે આહારના પુલોને ગ્રહણ કરે છે. આ ઉત્પત્તિસ્થાનને યોનિ' કહેવામાં આવે છે.
પ્રત્યેક પ્રાણીના જીવનમાં યોનિનું ઘણું મહત્ત્વ છે. જીવ જે યોનિમાં ઉત્પન્ન થાય ત્યાંનું વાતાવરણ, પ્રકૃતિ, સંસ્કાર, પરંપરાગત પ્રવૃત્તિ આદિનો પ્રભાવ તે પ્રાણીના જીવન પર પડે છે.
આ પદમાં યોનિન અનેક દષ્ટિઓથી નિરૂપણ છે. જેમ કે– (૧) શીત. ઉષ્ણ અને શીતોષ્ણ. (ર) સચિત્ત, અચિત્ત અને મિશ્ર (૩) સંવત્ત, વિવૃત્ત અને સંવૃત્તવિવૃત્ત આદિ યોનિઓની વિચારણા છે. તે ઉપરાંત મનુષ્યોની કૂર્મોન્નતા, શંખાવર્તા, વંશીપત્રા, આ ત્રણ વિશિષ્ટ યોનિઓનો ઉલ્લેખ કરી, તે યોનિવાળી સ્ત્રીઓનું તથા તે યોનિમાં જન્મ લેનારા મનુષ્યોનું પ્રતિપાદન કર્યું છે.
જીવોની કુલ યોનિઓ ચોરાશી લાખ છે, તે સર્વનો સમાવેશ આ નવ પ્રકારની યોનિઓમાં થાય છે. આ યોનિઓ જ વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ભેદથી અનેક પ્રકારની થઈ જાય છે. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુની સાત-સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દશ લાખ, સાધારણ વનસ્પતિની ચૌદ લાખ, ત્રણ વિકલેન્દ્રિયની બે-બે લાખ, દેવ, નારક, તિર્યંચ પંચેન્દ્રિયની ચાર-ચાર લાખ, મનુષ્યોની ચૌદ લાખ જીવાયોનિઓની ગણના થાય છે. કુલ મળીને સર્વ જીવોની ૮૪ લાખ જીવાયોનિ થાય છે.
જીવો અનંત હોવાથી વ્યક્તિ ભેદે અનંત યોનિ થાય છે પરંતુ અપેક્ષિત સમાનતાવાળી યોનિઓને એક રૂપે ગણના કરતાં ૮૪ લાખ જીવાયોનિ (ઉત્પત્તિસ્થાનો) થાય છે.