________________
[ ૭૪ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! શું દેવો આહાર સંજ્ઞોપયુક્ત યાવત પરિગ્રહ સંજ્ઞોપયુક્ત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! બહુલતાની અપેક્ષાએ દેવો પ્રાયઃ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત હોય છે અને ન્યુનાધિક અસ્તિત્વની અપેક્ષાએ તેઓ આહાર સંજ્ઞોપયુક્ત પણ હોય છે કાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત પણ હોય છે. ११ एएसिंणं भंते ! देवाणं आहारसण्णोवउत्ताणं जावपरिग्गहसण्णोवउत्ताण यकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया?
___ गोयमा ! सव्वत्थोवा देवा आहारसण्णोवउत्ता, भयसण्णोवउत्ता संखेज्जगुणा, मेहुणसण्णोवउत्ता संखेज्जगुणा, परिग्गहसण्णोवउत्ता संखेज्जगुणा । ભાવાર્થ-પ્રશ્નહે ભગવન્!આહાર સંજ્ઞોપયુક્ત યાવત પરિગ્રહ સંજ્ઞોપયુક્ત દેવોમાં કોણ-કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા આહાર સંજ્ઞોપયુક્ત દેવો છે, કારણ કે દેવોને આહારેચ્છાનો વિરહકાળ ઘણો લાંબો હોય છે અને આહાર સંજ્ઞાના ઉપયોગનો કાળ બહુ અલ્પ હોય છે. (૨) તેનાથી ભયસંજ્ઞોપયુક્ત દેવો સંખ્યાતગુણા છે કારણ કે ભય સંજ્ઞાનો કાળ દીર્ઘ છે. (૩) તેનાથી મૈથુન સંજ્ઞોપયુક્ત દેવો સંખ્યાતગુણા છે અને (૪) તેનાથી પરિગ્રહ સંજ્ઞોપયુક્ત દેવો સંખ્યાતગુણા છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં દેવોમાં પ્રાપ્ત થતી ચાર સંજ્ઞા અને ચાર સંજ્ઞાની તરતમતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
દેવોમાં આસક્તિજનક મણિ, મોતી, રત્નો, રૂપસુંદરી દેવીઓ વગેરે સચેત અને અચેત પદાર્થોની પ્રચુરતા હોવાથી બાહ્ય કારણો અને બહુલતાની અપેક્ષાએ દેવો પ્રાયઃ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત હોય છે. ન્યૂનાધિક અસ્તિત્વની અપેક્ષાએ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ ચારે ય સંજ્ઞોપયુક્ત દેવો હોય છે અને તે ક્રમશઃ સંખ્યાતગુણા હોય છે. ચાર ગતિના જીવોમાં ચાર સંજ્ઞાઓનું અલ્પબદુત્વઃજીવ પ્રકાર |આહાર સંશોપયુક્ત| ભય સંશોપયુક્ત | મૈથુન સંતોષયુક્ત પરિગ્રહ સંશોપયુક્ત નારકી | ૨ સંખ્યાતગુણા | ૪ સંખ્યાતગુણા | ૧ સર્વથી થોડા | ૩ સંખ્યાતગુણા તિર્યંચ | ૪ સંખ્યાતગુણા | ૩ સંખ્યાતણા | ૨ સંખ્યાતણા | ૧ સર્વથી થોડા મનુષ્ય | ૨ સંખ્યાતગુણા | ૧ સર્વથી થોડા | ૪ સંખ્યાતગુણા | ૩ સંખ્યાતગુણા દેવ | ૧ સર્વથી થોડા | ૨ સંખ્યાતગુણા | ૩ સંખ્યાતગુણા | ૪ સંખ્યાતગુણા
I આઠમું પદ સંપૂર્ણ