________________
આઠમું પદ : સંશા
તેનાથી ભય સંજ્ઞોપયુક્ત જીવો સંખ્યાતગુણા છે કારણ કે તિર્યંચોને અન્ય તિર્યંચ જીવો અને મનુષ્યાદિનો ભય રહ્યા કરે છે. ભયસંજ્ઞાનો કાલ પણ અધિક હોય છે. (૪) તેનાથી આહાર સંજ્ઞોપયુક્ત જીવો સંખ્યાતગુણા છે કારણ કે બધા તિર્યંચોમાં પ્રાયઃ આહાર સંજ્ઞાનો સદ્ભાવ હોય છે.
૭૫
મનુષ્યોમાં સંજ્ઞાનું અલ્પબહુત્વઃ
८ मणुस्सा णं भंते ! किं आहारसण्णोवउत्ता जाव परिग्गहसण्णोवउत्ता ? गोयमा ! ओसण्णकारणं पडुच्च मेहुणसण्णोवउत्ता, संततिभावं पडुच्च आहारसण्णोवउत्ता व जा परिग्गहसण्णोवउत्ता वि ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું મનુષ્યો આહાર સંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહ સંશોપયુક્ત હોય છે? ઉત્તર– હે ગૌતમ ! બહુલતાની અપેક્ષાએ મનુષ્યો પ્રાયઃ મૈથુન સંજ્ઞોપયુક્ત હોય છે અને અસ્તિત્વની અપેક્ષાએ તેઓ ન્યૂનાધિક આહાર સંજ્ઞોપયુક્ત પણ હોય છે યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત પણ હોય છે. ९ एसिणं भंते ! मणुस्साणं आहारसण्णोवउत्ताणं जाव परिग्गहसण्णोवउत्ताण कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा मणुस्सा भयसण्णोवउत्ता, आहारसण्णवउत्ता संखेज्जगुणा, परिग्गहसण्णोवउत्ता संखेज्जगुणा, मेहुणसण्णोवउत्ता संखेज्जगुणा । ભાવાર્થ:- પ્રશ્ન—હે ભગવન્! આહાર સંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત મનુષ્યોમાં કોણ-કોનાથી બહુ, અધિક, તુલ્ય
કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા ભય સંજ્ઞોપયુક્ત મનુષ્યો હોય છે કારણ કે મનુષ્યોમાં ભયસંજ્ઞા અલ્પ સમય સુધી જ રહે છે. (૨) તેનાથી આહાર સંજ્ઞોપયુક્ત મનુષ્યો સંખ્યાતગુણા છે કારણ કે મનુષ્યોમાં ભય કરતાં આહાર સંજ્ઞાનો સમય અધિક હોય છે. (૩) તેનાથી પરિગ્રહ સંશોપયુક્ત મનુષ્યો સંખ્યાતગુણા છે કારણ કે મનુષ્યોને આહાર કરતાં પણ પરિગ્રહની ચિંતા અને લાલસા વધુ હોય છે. (૪) તેનાથી મૈથુન સંશોપયુક્ત મનુષ્યો સંખ્યાતગુણા અધિક છે, કારણ કે મૈથુન નિમિત્તક પાંચ ઇન્દ્રિયોના વિષયોની સામગ્રી તેમજ મૈથુન સંજ્ઞાનો કાળ અધિક હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યોમાં પ્રાપ્ત થતી સંજ્ઞાઓની તરતમતાનું નિરૂપણ છે.
મનુષ્યોમાં વિષય વિકારને ઉત્તેજિત કરે તેવું વાતાવરણ ચારે બાજુ હોવાથી બહુલતાની અપેક્ષાએ પ્રાયઃ મૈથુનસંશોપયુક્ત જીવો અધિક છે. મનુષ્યોમાં ભય, આહાર, પરિગ્રહ અને મૈથુન સંશોપયુક્ત જીવો ક્રમશઃ સંખ્યાતગુણા છે. તેના કારણો ભાવાર્થથી સ્પષ્ટ છે.
દેવોમાં સંજ્ઞાઓનું અલ્પબહુત્વ :
१० देवा णं भंते! किं आहारसण्णोवउत्ता जावपरिग्गहसण्णोवउत्ता ? गोयमा ! ओस्सण्णं कारण पडुच्च परिग्गहसण्णोवउत्ता, संततिभावं पडुच्च आहारसण्णोवउत्ता विव परिग्गहसण्णोवउत्ता वि ।