________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
મળતું નથી. અહર્નિશ દુઃખની આગમાં સંતપ્ત જીવોને મૈથુનેચ્છા પ્રાયઃ થતી નથી. કદાચિત્ કોઈને મૈથુન સંજ્ઞા હોય તો પણ થોડો જ સમય સુધી રહે છે. તેથી મૈથુન સંશોપયુક્ત નૈરયકો સર્વથી થોડા છે. (૨) તેનાથી આહાર સંજ્ઞોપયુક્ત નૈરયિકો સંખ્યાતગુણા છે, કારણ કે આહાર સંજ્ઞા લાંબા કાળ સુધી રહે છે. (૩) તેનાથી પરિગ્રહ સંજ્ઞોપયુક્ત નારકી સંખ્યાતગુણા કારણ કે આહારસંશા માત્ર શરીર માટે હોય છે જ્યારે પરિગ્રહ– આસક્તિના ભાવો આહાર સિવાય અન્ય સાધન સામગ્રી-શસ્ત્રાદિમાં પણ હોય છે અને તે આહાર કરતાં ચિરસ્થાયી હોય છે (૪) તેનાથી ભયસંજ્ઞોપયુક્ત સંખ્યાતગુણા છે. કારણ કે તેઓને મૃત્યુપર્યંત સતત મરણનો ભય રહ્યા જ કરે છે. નૈરિયકોમાં નરકપાલ, પરમાધાર્મિક અસુરો દ્વારા વિક્રિયા(વિકુર્વણા)થી બનાવેલા શૂળ, શક્તિ, ભાલા આદિ ભયોત્પાદક શસ્ત્રોનો ભય હોય છે. આ રીતે
નારકીમાં સર્વાધિક ભય સંજ્ઞા હોય છે.
૭૪
તિર્યંચોમાં સંજ્ઞાઓનું અલ્પબહુત્વ –
६ तिरिक्खजोणिया णं भंते! किं आहारसण्णोवउत्ता जाव परिग्गहसण्णोवउत्ता ? गोयमा ! ओसण्णं कारणं पडुच्च आहारसण्णोवउत्ता, संतइभावं पडुच्च आहारसण्णोवउत्ता वि जावपरिग्गहसण्णोवउत्ता वि ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યંચયોનિક જીવો શું આહાર સંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! બહુલતાની અપેક્ષાએ તિર્યંચો આહાર સંજ્ઞોપયુક્ત હોય છે અને અસ્તિત્વની અપેક્ષાએ તિર્યંચો આહાર સંશોપયુક્ત પણ હોય છે યાવત્ પરિગ્રહ સંશોપયુક્ત પણ હોય છે.
७ एएसि णं भंते ! तिरिक्खजोणियाणं आहारसण्णोवउत्ताणं जावपरिग्गहसण्णोवउत्ताण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा तिरिक्खजोणिया परिग्गहसण्णोवउत्ता, मेहुणसण्णोवउत्ता संखेज्जगुणा, भयसण्णोवउत्ता संखेज्जगुणा, आहारसण्णोवउत्ता संखेज्जगुणा । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આહારસંશોપયુક્ત યાવત્ પરિગ્રહ સંશોપયુક્ત તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે, તેનાથી મૈથુન સંજ્ઞોપયુક્ત સંખ્યાતગુણા છે, તેનાથી ભયસંજ્ઞોપયુક્ત તિર્યંચ સંખ્યાતગુણા હોય છે અને તેનાથી આહાર સંજ્ઞોપયુક્ત તિર્યંચયોનિકો સંખ્યાતગુણા હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યંચોમાં રહેલી સંજ્ઞાઓની તરતમતાનું પ્રતિપાદન છે.
બાહ્ય રીતે જોઈએ તો તિર્યંચોમાં પ્રાયઃ આહાર સંજ્ઞાની અધિકતા હોય છે અને આંતરિક પરિણામોમાં, ચારે સંજ્ઞા ન્યૂનાધિકરૂપે અસ્તિત્વમાં હોય છે.
અલ્પબğત્વઃ– (૧) તિર્યંચોમાં સર્વથી થોડા પરિગ્રહસંજ્ઞોપયુક્ત જીવો છે. કારણ કે એકેન્દ્રિયાદિ જીવોમાં મૂર્ચ્છના ભાવો અવ્યક્ત છે અને તિર્યંચ જીવોને પરિગ્રહ સંજ્ઞા અલ્પકાલીન હોય છે. (૨) તેનાથી મૈથુન સંશોપયુક્ત જીવો સંખ્યાતગુણા છે કારણ કે મૈથુન સંજ્ઞાના ભાવો અપેક્ષાકૃત દીર્ઘકાલ સુધી રહે છે. (૩)