________________
આઠમું પદ : સંશા
गोयमा! ओसण्णं कारणं पडुच्च भयसण्णोवउत्ता, संतइभावं पडुच्च आहारसण्णोवडत्ता वि जाव परिग्गहसण्णोवडत्ता वि ।
૭૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિકો શું આહાર સંજ્ઞોપયુક્ત(આહાર સંજ્ઞાથી યુક્ત), ભય સંશોપયુક્ત, મૈથુનસંજ્ઞોપયુક્ત કે પરિગ્રહ સંશોપયુક્ત હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! બહુલતા અને બાહ્ય કારણની અપેક્ષાએ તેઓ ભય સંજ્ઞાથી ઉપયુક્ત હોય છે અને આંતરિક પરિણામોના અસ્તિત્વની અપેક્ષાએ નૈયિકો આહાર સંજ્ઞોપયુક્ત પણ હોય છે યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત પણ હોય છે.
५ एएसि णं भंते ! रइयाणं आहारसण्णोवउत्ताणं भयसण्णोवउत्ताणं मेहुणसण्णोवउत्ताणं परिग्गहसण्णोवउत्ताण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा णेरइया मेहुणसण्णोवउत्ता आहारसण्णोवउत्ता संखेज्जगुणा, परिग्गहसण्णोवउत्ता संखेज्जगुणा, भयसण्णोवउत्ता संखेज्जगुणा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આહાર સંજ્ઞોપયુક્ત, ભય સંશોપયુક્ત, મૈથુન સંજ્ઞોપયુક્ત અને પરિગ્રહ સંજ્ઞોપયુક્ત નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા મૈથુન સંશોપયુક્ત નૈરયિકો છે, તેનાથી આહાર સંજ્ઞોપયુક્ત નૈરયિકો સંખ્યાતગુણા છે, તેનાથી પરિગ્રહ સંજ્ઞોપયુક્ત નૈરયિકો સંખ્યાતગુણા છે અને તેનાથી ભય સંજ્ઞોપયુક્ત નૈરયિકો સંખ્યાતગુણા અધિક છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં બે દષ્ટિએ આહારાદિ ચાર સંજ્ઞાઓમાંથી નારકોમાં પ્રાપ્ત થતી સંજ્ઞાઓ તથા તેના અલ્પબહુત્વની વિચારણા છે.
નૈયિકોમાં આહારાદિ ચારે સંજ્ઞાઓ હોય છે. તેમ છતાં ત્યાંના બાહ્ય વાતાવરણ આદિની અપેક્ષાએ અને નારકોની આંતરિક પરિણતિની અપેક્ષાએ તેની સંજ્ઞામાં તરતમતા પ્રતીત થાય છે. સૂત્રકારે તેના માટે બે શબ્દોનો પ્રયોગ કર્યો છે.
(૧) ઓસÜ ારાં પડુ’- તત્રોત્સત્રશલ્વેન બાહુલ્યમુષ્યતે વાપરત્વેન ન વાદ્ય વારÜ । ઉત્સન્ન = બાહુલ્ય, પ્રાયઃ, અધિકાંશ રૂપે અને કારણ = બાહ્ય કારણ– બાહ્ય અપેક્ષાએ નૈરયિકોમાં પ્રાયઃ ભયસંજ્ઞા અધિક હોય છે. નરકપૃથ્વીનું વાતાવરણ અત્યંત ભયજનક હોય છે. નૈયિકોને ક્ષેત્રકૃત, દેવકૃત અને પરસ્પરકૃત વેદનાનો ભય સતત રહે છે. તેથી તેમાં ભય સંજ્ઞાની બહુલતા છે.
(૨) સંતમાનું પડુન્ન- હાન્તરોનુંભવમાવ સન્નતિમાવમુતે । પ્રસ્તુતમાં આંતરિક અનુભૂતિને, અસ્તિત્વને સંતતિભાવ કહ્યો છે. બાહ્ય કારણની વિવક્ષા વિના નૈરયિકોના આંતરિક પરિણામોમાં આહાર, ભય, મૈથુન કે પરિગ્રહ તે ચારે સંજ્ઞાના ભાવો અવશ્ય હોય છે.
નૈરયિકોમાં ચારેય સંજ્ઞાઓનું અલ્પબહુત્વ :– (૧) સર્વથી થોડા મૈથુન સંશોપયુક્ત નૈરયિકો છે, કારણ કે નૈરિયકોનું શરીર રાત-દિવસ નિરંતર દુઃખની અગ્નિમાં સંતપ્ત રહે છે. તેઓને ક્ષણ માત્ર સુખ