________________
૪
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, ઔદારિકના આ ૧૦ દંડકવર્તી જીવોના શ્વાસોશ્વાસનું પ્રતિપાદન છે.
ઔદારિક શરીરધારી જીવોમાં શ્વાસોશ્વાસની ક્રિયાનું કાલમાન નિશ્ચિત નથી. જે જીવો જીવનમાં જ્યારે સુખી, સ્વસ્થ હોય છે, તે જીવો ત્યારે મંદગતિથી શ્વાસ લે છે અને મૂકે છે અને જે જીવો જ્યારે દુઃખી, રોગી, કષાયાદિના આવેગમાં હોય છે, તે જીવો ત્યારે તીવ્રગતિથી શ્વાસ લે છે અને મૂકે છે. આ વિભિન્નતાને સૂચિત કરવા સૂત્રકારે ઔદારિક દંડકોના જીવો માટે સર્વત્ર ‘વિમાત્રા’ શબ્દપ્રયોગ કર્યો છે.
વ્યંતર-જ્યોતિષી-વૈમાનિક દેવોનો શ્વાસોશ્વાસ -
५ वाणमंतरा जहा णागकुमारा । जोइसिया णं भंते ! केवइय कालस्स आमंति पाणमति वा उससंति वा णीससंति वा ? गोयमा ! जहण्णेणं मुहुत्तपुहुत्तस्स, उक्कोसेणं वि मुहुत्तपुहुत्तस्स आणमंति वा जाव णीससंति वा ।
ભાવાર્થઃ– વાણવ્યંતરોના શ્વાસોશ્વાસનું કથન નાગકુમારોના શ્વાસોશ્વાસની સમાન જાણવું જોઈએ. પ્રશ્નહે ભગવન્ ! જ્યોતિષી દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે દેવો જઘન્ય અનેક મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અનેક મુહૂર્તમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે.
६ वेमाणिया णं भंते! केवइयकालस्स आणमंति वा पाणमंति वा, उससंति वा णीससंति वा ? गोयमा ! जहण्णेणं मुहुत्तपुहुत्तस्स, उक्कोसेणं तेत्तीसाणं पक्खाणं आणमंति वा जाव णीससंति वा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! વૈમાનિક દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અનેક મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે.
७ सोहम्मगदेवा णं भंते ! केवइयकालस्स आणमंति वा पाणमंति वा, उससंति वा णीससति वा । गोयमा ! जहण्णेणं मुहुत्तपुहुत्तस्स, उक्कोसेणं दोन्हं पक्खाणं आणमंत वा जावणीससंति वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ કલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અનેક મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બે પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે ?
८ ईसाणगदेवा णं भंते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा ? गोयमा ! जहण्णेणं साइरेगस्स मुहुत्तपुहुत्तस्स, उक्कोसेणं सातिरेगाणं दोन्हं पक्खाणं जावणीससंति वा । ભાવાર્થ::- પ્રશ્ન− હે ભગવન્ ! ઈશાન કલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય સાધિક અનેક મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક બે પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે.