________________
સાતમાં પદ: શ્વાસોશ્વાસ,
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો કેટલા કાળે શ્વાસ લે છે અને મૂકે છે? અર્થાતુ કેટલા કાલે શ્વાસોશ્વાસની પ્રક્રિયાને પૂર્ણ કરે છે? ઉત્તર-હે ગૌતમ! તેઓ જઘન્ય સાત સ્તોક અને ઉત્કૃષ્ટ સાધિક એક પખવાડિયે શ્વાસ લે છે અને મૂકે છે અર્થાત્ શ્વાસોશ્વાસની ક્રિયાને પૂર્ણ કરે છે. | ३ णागकुमारा णं भंते ! केवइय कालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा! जहण्णेणं सत्तण्हं थोवाणं, उक्कोसेणं मुहुत्तपुहुत्तस्स । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નાગકુમાર દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની ક્રિયાને પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તેઓ જઘન્ય સાત સ્તોક અને ઉત્કૃષ્ટ અનેક મુહૂર્ત શ્વાસોશ્વાસની ક્રિયાને પૂર્ણ કરે છે. આ જ રીતે યાવત સ્વનિતકુમારો સુધી શ્વાસોશ્વાસ ક્રિયાના વિષયમાં સમજી લેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દશ ભવનપતિ દેવોની શ્વાસોશ્વાસની ક્રિયાનું નિરૂપણ છે.
દેવોની શ્વાસોશ્વાસની ક્રિયા દીર્ઘકાલીન હોય છે. ભવનપતિ દેવોમાં શ્વાસોશ્વાસની ક્રિયાનો કાળ જઘન્ય સાત સ્તોક અને ઉત્કૃષ્ટ એક પક્ષનો છે.
તોક– જૈન દર્શનાનુસાર કાલનો અવિભાજ્ય અંશ સમય કહેવાય છે. અસંખ્યાત સમય = એક આવલિકા, સંખ્યાત આવલિકા = એક ઉચ્છવાસ, સંખ્યાત આવલિકા = નિઃશ્વાસ, એક ઉચ્છવાસ નિઃશ્વાસ = ૧ પ્રાણ, સાત પ્રાણ = ૧ સ્તોક, ૭ સ્ટોક = ૧ લવ, ૭૭ લવ = ૧ મુહૂર્ત. આ પ્રમાણે ગણના કરતાં એક મુહૂર્તમાં સ્વસ્થ મનુષ્યના ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય છે.
ભવનપતિ દેવોમાં શ્વાસોશ્વાસની ક્રિયા જઘન્ય સાત સ્ટોક જેટલા કાળે થાય છે અર્થાતુ મનુષ્યોમાં ૪૯ વાર શ્વાસોશ્વાસની ક્રિયા થાય ત્યારે ભવનપતિ દેવોમાં એક શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે.
સામાન્ય રીતે દેવોની જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા પખવાડિયે તેઓ એક શ્વાસોશ્વાસની પ્રક્રિયાને પૂર્ણ કરે છે. ભવનપતિ દેવોમાં અસુરકુમારની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક સાગરોપમની હોવાથી તે સાધિક એક પખવાડિયે એક શ્વાસોશ્વાસ પૂર્ણ કરે છે. નવનિકાય દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક ન્યૂન બે પલ્યોપમની છે. તેથી તેના શ્વાસોશ્વાસનું કાલમાન અનેક મુહૂર્ત છે.
આ રીતે દેવોની સ્થિતિના આધારે તેના શ્વાસોશ્વાસનું કાલમાન નિશ્ચિત થાય છે. ઔદારિકના દશ દંડકમાં શ્વાસોશ્વાસ:| ४ पुढविकाइया णं भंते ! केवइय कालस्स आणमंति वा जाव णीससंति वा ? गोयमा! वेमायाए आणमति वा जावणीससंति वा । एवं जावमणूसा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની ક્રિયાને પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવો વિમાત્રાથી અર્થાતુ વિભિન્ન પ્રકારે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયાને પૂર્ણ કરે છે. આ રીતે અપ્લાયિકથી યાવન્મનુષ્યો સુધીના જીવોના શ્વાસોશ્વાસના વિષયમાં જાણવું જોઈએ.