________________
|
દર
|
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
– સાતમું પદઃ શ્વાસોશ્વાસ - 27/7/27/28/27/EE નૈરયિકોના શ્વાસોશ્વાસઃ| १ रइया णं भंते! केवइय कालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा णीससंति वा? गोयमा ! सययं संयतामेव आणमंति वा पाणमंति वा ऊससंति वा णीससंति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો કેટલા કાળે અન્તઃસ્ફરિત આન-પ્રાણ અને બાહ્ય સ્ફરિત ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે અને મૂકે છે? ઉત્તર-હે ગૌતમ! તેઓ સતત નિરંતર આન-પ્રાણ અને ઉચ્છવાસનિઃશ્વાસ લે અને મૂકે છે. વિવેચન -
પ્રત્યેક સંસારી પ્રાણીઓમાં જન્મથી મૃત્યુ પર્યત શ્વાસોશ્વાસની ક્રિયા સહજ રીતે ચાલે જ છે પરંતુ જીવોની તે ક્રિયામાં તીવ્રતા-મંદતારૂપ તરતમતા હોય છે. આ પદમાં તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
રડ્યા બંન્ને વિદ્યાનસ્ટ આપતિ વા પાપતિ વા નૈરયિકો કેટલા કાલે શ્વાસ લે છે અને મૂકે છે? અર્થાત્ નારકોની શ્વાસોશ્વાસની ક્રિયા કેટલા કાલે થાય છે? વ્યક્તિ ભેદે શ્વાસોશ્વાસની ગતિમાં ભિન્નતા જોઈ શકાય છે. નારકીની શ્વાસોશ્વાસની ક્રિયા અત્યંત તીવ્ર ગતિથી, નિરંતર ધમણની જેમ છે. દેવોની શ્વાસોશ્વાસ ક્રિયા અત્યંત મંદ ગતિથી થાય છે. મનુષ્યોમાં કેટલાક મનુષ્યોનો શ્વાસોશ્વાસ અત્યંત ઝડપથી ચાલે છે અને કેટલાક મનુષ્યોનો શ્વાસોશ્વાસ મંદ ગતિવાળો હોય છે. કોઈ પણ જીવોનો શ્વાસ અટકી-અટકીને અર્થાત્ વિરહપૂર્વક ચાલતો હોય તેમ જણાતું નથી. તેથી સૂત્રકારનો આશય પ્રત્યેક જીવોના શ્વાસોશ્વાસના કાલમાનને અર્થાત્ કેટલા સમયમાં એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ થાય છે, તે કાલમાન પ્રદર્શિત કરવાનો જ હોય તેમ જણાય છે. આપત્તિ પાપતિ પતિ પતિ :- શ્વાસ ગ્રહણ કરવો અને શ્વાસ છોડવો. આ પદોમાંથી આપત્તિ અને સતિ આ બે પદોનો અર્થ છે– શ્વાસ લેવો. શ્વાસ લેવાની આત્યંત સૂક્ષ્મક્રિયાને આગમતિ અને શ્વાસ લેવાની બાહ્ય, સ્થલક્રિયાને સતિ કહેવામાં આવે છે. પતિ અને સંતિ આ બે પદોનો અર્થ છે– શ્વાસ મૂકવો. શ્વાસ મૂકવાની આત્યંતર સૂક્ષ્મ ક્રિયાને પાપનતિ અને શ્વાસ મૂકવાની બાહ્ય, સ્થૂલ ક્રિયાને સતિ કહેવામાં આવે છે. સૂત્રકારે શ્વાસ લેવા અને મૂકવાની આત્યંતર-બાહ્ય ક્રિયાનું સૂચન કરવા આ ચારેય શબ્દોનો પ્રયોગ એક સાથે કર્યો છે. શ્વાસ લેવાની અને મૂકવાની આ સમસ્ત ક્રિયા માટે શ્વાસોશ્વાસ’ શબ્દનો પ્રયોગ થાય છે. ભવનપતિ દેવોના શ્વાસોશ્વાસ - | २ | असुरकुमारा णं भंते ! केवइय कालस्स आणमंति व पाणमंति वा ऊससंति वा णीससंति वा? गोयमा !जहण्णेणं सत्तण्हं थोवाणं, उक्कोसेणं सातिरेगस्स पक्खस्स वा आणमंति वा जावणीससंति वा ।