________________
સાતમ ૫દ: શ્વાસોશ્વાસ
[ ૧]
સાતમું પદ : શક છેછે ક છે
પરિચય . છે
છ
. છેક છે
આ પદનું નામ “શ્વાસોશ્વાસ પદ' છે. તેમાં સમસ્ત સંસારી જીવોના શ્વાસોશ્વાસના કાલમાનની વિચારણા છે.
જીવન ધારણ કરવા પ્રત્યેક સંસારી પ્રાણીને શ્વાસોચ્છવાસની આવશ્યકતા રહે છે, તેથી જ શ્વાસોચ્છવાસ નામના પ્રાણનું અત્યંત મહત્ત્વ છે. જીવના જીવન સાથે તે વિશેષરૂપે સંબંધિત છે. પ્રાયઃ જીવ જીવે છે કે કેમ? તે તેના શ્વાસોચ્છવાસ ઉપરથી પ્રમાણિત થાય છે. જીવનના મહત્ત્વપૂર્ણ વિષય સંબંધી જાણકારી આ પદમાં પ્રાપ્ત થાય છે.
સમસ્ત સંસારી જીવોના શ્વાસોચ્છવાસના કાલમાનની આ પ્રરૂપણાથી સ્પષ્ટ થાય છે કે જીવ જેટલો વધુ દુઃખી હોય છે, તેટલી તેની શ્વાસોચ્છવાસની ક્રિયા તીવ્ર હોય છે અને દુઃખી જીવોની આ ક્રિયા સતત અવિરતરૂપે ધમણની જેમ ચાલ્યા જ કરે છે. જે જીવો જેટલા અધિક-અધિકતર કે અધિકતમ સુખી હોય છે, તેઓની શ્વાસોચ્છવાસ કિયા ઉત્તરોત્તર મંદ, મંદતર, મંદતમ ગતિથી (શાંત-પ્રશાંત રીતે) ચાલે છે.
પ્રસ્તુત પદમાં ૨૪ દંડકના જીવોના એક શ્વાસોશ્વાસની સંપૂર્ણ પ્રક્રિયાનો સમય ત્રણ પ્રકારે દર્શાવવામાં આવ્યો છે– (૧) તીવ્રગતિએ લેવાતો શ્વાસોશ્વાસ. નારકીઓ દુઃખ અને વેદનાના કારણે વિરહ વિના, નિરંતર ધમણની જેમ તીવ્રવેગથી શ્વાસોશ્વાસ લે છે. (૨) મંદગતિએ લેવાતો શ્વાસોશ્વાસ. દેવો સુખી છે તેથી તેમના શ્વાસોશ્વાસ મંદ ગતિએ ચાલે છે અને તે દીર્ઘકાલીન હોય છે. દેવોના શ્વાસોશ્વાસનો સમય જઘન્ય સાત સ્તોક અને ઉત્કૃષ્ટ ૩૩ પખવાડીયાનો છે. અર્થાત્ કેટલાક દેવો સાત સ્તોકાદિ સમય પર્યત એક શ્વાસોશ્વાસ ક્રિયાને પૂર્ણ કરે છે અને કોઈ દેવો ૩૩ પખવાડીયા પર્યત એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. (૩) વિભિન્ન માત્રામાં લેવાતો શ્વાસોશ્વાસ. મનુષ્ય અને તિર્યંચો વિમાત્રાથી અર્થાત્ અનેક પ્રકારે શ્વાસોશ્વાસ લે છે. તે જીવમાં કેટલાક તીવ્ર-તીવ્રતમ ગતિએ અને કેટલાક મંદ-મંદતમ ગતિએ શ્વાસોશ્વાસ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરે છે. અર્થાત્ ઔદારિકના દસ દંડકમાં કોઈપણ જીવ માટે શ્વાસોશ્વાસની મંદતા કે તીવ્રતાનો કોઈ જ નિયમ નથી.