________________
0 |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
આ રીતે ગતિનામ નિધિત્તાયુથી થાવત અનુભાવનામ નિધત્તાયુ સુધીના બંધક જીવોનું અને તે છે એ પ્રકારના આયુષ્યબંધના અલ્પબહુ–સંબંધી કથન સમુચ્ચય જીવ અને ૨૪ દંડકની અપેક્ષાએ કહેવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આયુષ્ય બંધના આકર્ષો અને તેના અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. આકર્ષ... આ નામ તથાનિધન પ્રયત્ન કર્મyદોપાલાના કર્મબંધને યોગ્ય પ્રયત્ન વિશેષ ૩૫ અધ્યવસાયની ધારાથી કર્મપુગલોને ગ્રહણ કરવા.અધ્યવસાયની તીવ્રતા-મંદતાના આધારે જીવ અલ્પ–બહુ પ્રમાણમાં કર્મદલિકોને ખેંચે છે. આયુષ્યકર્મનો બંધકાલ અંતર્મુહૂર્ત માત્રનો છે. તીવ્ર અધ્યવસાયવાળા જીવો એક જ આકર્ષ વડે આયુષ્યને યોગ્ય સર્વ દલિકો ગ્રહણ કરી લે છે.
જેમ ગાય પાણી પીતી હોય ત્યારે કેટલીક વાર તે સતત પાણીમાં મોટું રાખીને એક સાથે પર્યાપ્ત પાણી પી લે છે અને ક્યારેક કોઈ પણ ભયાદિના કારણે પાણી પીતી અટકી જાય, મોટું બહાર કાઢીને ચારે તરફ જુએ અને ફરી પાણીમાં મોટું નાંખીને પાણી પીવે છે અર્થાતુ અટકી-અટકીને પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીએ છે. તેમ જીવ પણ ક્યારેક તીવ્ર પરિણામ ધારામાં એક જ આકર્ષમાં એકવારના ખેંચાણમાં જ આયુષ્યબંધ યોગ્ય સર્વ પુદ્ગલોને ગ્રહણ કરે છે. ક્યારેક કોઈ પણ કારણવશાતુ પરિણામની ધારા મંદ થાય તો અટકી-અટકીને પુગલો ગ્રહણ કરે છે. તેના પરિણામોની મંદતા, મંદતરતા, મંદતમતાના આધારે તે બે, ત્રણ, ચાર અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી આયુષ્યને યોગ્ય દલિકો ગ્રહણ કરે છે. કોઈ પણ જીવ જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષમાં આયુષ્યબંધ કરે છે. આઠથી વધુ આકર્ષા ક્યારેય કોઈને થતાં નથી.
આયુષ્યબંધના આકર્ષોનો આ નિયમ આયુષ્યકર્મ અને તેની સાથે બંધાતી ગતિ, જાતિ આદિ છએ પ્રકૃતિઓને સમાન રીતે લાગુ પડે છે. અન્ય પ્રકૃતિઓના બંધમાં આકર્ષનો નિયમ નથી. આકર્ષ કરનારા જીવોનું અલ્પબહત્વ– આયુષ્યકર્મના પુલોનું ગ્રહણ વધુમાં વધુ આઠ આકર્ષોમાં થાય છે અને આઠ આકર્ષથી આયુકર્મ બાંધનારા જીવો સર્વથી થોડા હોય છે. તેનાથી ક્રમશઃ ઓછા આકર્ષ કરનારા જીવો ઉત્તરોત્તર સંખ્યાત ગુણા અધિક હોય છે. એક આકર્ષથી જાતિ આદિ ષવિધ આયુબાંધનારા જીવો સર્વથી અધિક હોય છે.
II છઠ્ઠ પદ સંપૂર્ણ