________________
| છઠ્ઠ પદ : વ્યકાંતિ
[ ૧૭ ]
આયુષ્ય બંધકાલનિશ્ચિત નથી. તે જીવો આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે અથવા ત્રીજા ભાગનો ત્રીજો ભાગ અર્થાત્ નવમો ભાગ શેષ રહે ત્યારે અથવા તેનો ત્રીજો ભાગ(એટલે આયુષ્યનો ૨૭મો ભાગ) શેષ રહે ત્યારે આયુષ્ય બાંધે. યથા– કોઈ મનુષ્યનું આયુષ્ય ૯૦ વર્ષનું હોય, તો તે બે ભાગ = ૬૦ વર્ષ પૂર્ણ થાય ત્યારે આયુષ્ય બાંધે છે. જો ત્યારે ન બાંધે તો શેષ ૩૦ વર્ષના બે ભાગ = ૨૦ વર્ષ પછી અને ૧૦ વર્ષ શેષ રહે ત્યારે બાંધે, જો ત્યારે પણ ન બાંધે તો ૧૦ વર્ષના ૧૨૦ મહીનામાંથી ૮૦ મહીના પૂર્ણ થયા પછી અને ૪૦ મહિના શેષ રહે ત્યારે બાંધે છે. જો ત્યારે પણ ન બાંધે તો આ રીતે ત્રીજો-ત્રીજો ભાગ કરતાં અંતિમ અંતર્મુહૂર્તમાં અવશ્ય આયુષ્ય બાંધે છે. પરભવના આયુષ્ય બંધ કર્યા વિના કોઈ પણ જીવનું મૃત્યુ થતું નથી. (૮) આકર્ષ દ્વારઃ કવિધ આયુબંધ:१६३ कइविहे णं भंते ! आउयबंधे पण्णते? गोयमा ! छव्विहे आउयबंधे पण्णत्ते तं जहा-जाइणामणिहत्ताउए, गइणामणि-हत्ताउए, ठिईणामणिहत्ताउए, ओगाहणाणामणिहत्ताउए पएसणामणिहत्ताउए, अणुभाव-णामणिहत्ताउए। ભાવાર્થ:- પ્રહન- હે ભગવન્! આયુષ્ય બંધના કેટલા પ્રકાર છે? ઉત્તર– ગૌતમ! આયુષ્યબંધના છે પ્રકાર છે. તે આ પ્રમાણે છે–(૧) જાતિનામ નિધત્તાયુ (૨) ગતિના નિધત્તાયુ (૩) સ્થિતિનામ નિધત્તાયુ (૪) અવગાહના નામનિધત્તાયુ, (૫) પ્રદેશ નામનિધત્તાયુ અને (૬) અનુભાવ (અનુભાગ) નામનિધત્તાયુ १६४ णेरइयाणं भंते!कइिविहे आउयबंधे पण्णत्ते? गोयमा ! छव्विहे आउयबंधे पण्णत्ते। तंजहा-जाइणामणिहत्ताउए गइणामणिहत्ताउए ठिईणामणिहत्ताउए ओगाहणा-णामणिहत्ताउए पएसणामणिहत्ताउए अणुभावणामणिहत्ताउए । एवं जाववेमाणियाणं । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!નૈરયિકોના આયુબંધના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ!નૈરયિકોના આયુબંધના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિનામનિધત્તાયુ (૨) ગતિનામનિધત્તાયુ (૩) સ્થિતિનામ નિધત્તાયુ (૪) અવગાહનાનામ નિધત્તાયુ (૫) પ્રદેશ નામ નિધત્તાયુ અને (૬) અનુભાવનામ નિધત્તાયુ.
આ રીતે યાવતુ વૈમાનિકો સુધીના સર્વ જીવોના આયુબંધની પ્રરૂપણા સમજવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં થતા છ પ્રકારના આયુષ્ય બંધનું નિરૂપણ છે.
જીવ જ્યારે આગામી ભવના આયુષ્યનો બંધ કરે ત્યારે તે આયુષ્યને અનુરૂપ ગતિ વગેરે અન્ય છ બોલનો બંધ થાય છે. સૂત્રકારે તે છ બોલને જ આયુષ્યના છ પ્રકાર તરીકે ગણના કરી છે. નિધત્તાયુ-નિષિતાયુ- એક સાથે જેટલા કર્મદલિકો જે રૂપે ભોગવાય તે કર્મદલિકોની તે રૂપે રચના થવી તેને નિષેક કહે છે. નિષેશ્વવર્માતાનામ7મરનાથના = પ્રતિ સમયે અનુભવવા યોગ્ય કર્મદલિકોની રચનાને નિષેક કહે છે. પોત પોતાના અબાધાકાળ છોડીને બાકીના સ્થિતિકાળમાં કર્મદલિકોની રચના થાય છે, તેમાં અબાધાકાળ પછીના પ્રથમ સમયે ઘણા દલિકો હોય છે, બીજા સમયે વિશેષહીન દલિકો હોય છે, તેથી ત્રીજા સમયે વિશેષહીન દલિકો હોય છે, તેથી ચોથા સમયે વિશેષહીન દલિકો હોય છે. આમ અંતિમ સમય સુધી અનુક્રમે વિશેષહીન-વિશેષહીન દલિકો હોય છે.
આ રીતે બંધાયેલા કર્મલિકોની નિષેક–ગોઠવણી થાય તેને નિધત્ત કહે છે અને આયુષ્ય સાથે