________________
[
પ
]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
આયુષ્ય બાંધે છે. સોપક્રમ આયુષ્યવાળા, કદાચિત્ આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે, કદાચિત આયુષ્યના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, કદાચિત્ આયુષ્યના ત્રીજા ભાગના, ત્રીજા ભાગનો, ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. મનુષ્યોના પારભવિક આયુષ્યબંધ સંબંધી સંપૂર્ણ કથન પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ. વાણવ્યંતર,
જ્યોતિષ્ક અને વૈમાનિકોના પારભવિક આયુષ્યબંધનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ચારેય ગતિના જીવોના આયુષ્ય બંધકાલનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સંસારી જીવો સમયે સમયે આયુષ્યને છોડીને શેષ સાત કર્મોનો બંધ કરે છે. આયુષ્ય કર્મનો બંધ જીવનમાં એક જ વાર થાય છે. અન્ય કર્મોની પરંપરા ભવ-ભવાંતર સુધી સાથે હોય છે, પરંતુ આયુષ્ય કર્મમાં તે પ્રમાણે થતું નથી. જીવ પોતાના આ ભવના કર્માનુસાર આગામી એક જ ભવનું આયુષ્ય એક જ વાર બાંધે છે. બે-ત્રણ ભવનું આયુષ્ય સાથે બંધાતું નથી. આયુષ્ય બંધ પછી તેમાં ફેરફાર થતો નથી. અહીં સૂત્રમાં સંસારી જીવોમાં આયુષ્ય બંધ કાલની વિસ્તૃત પ્રરૂપણા છે. આયુષ્ય બંધ કાલના નિરૂપણ માટે આયુષ્યના બે-બે પ્રકાર કર્યા છે– સોપક્રમ આયુષ્ય અને નિરુપક્રમ આયુષ્ય, તેમજ સંખ્યાત વર્ષાયુષ્ક અને અસંખ્યાત વર્ષાયુષ્ક. આ ભેદોના આધારે જ આયુષ્યબંધના સમયનું નિર્ધારણ દર્શાવ્યું છે. સોપક્રમ-નિરુપક્રમ આયુષ્ય- જે આયુષ્ય ઉપક્રમ સહિત હોય, તીવ્ર વિષ, અગ્નિ, જલ, શસ્ત્ર પ્રયોગ આદિ કોઈ પણ ઉપક્રમરૂપ નિમિત્તથી તૂટી જાય, દીર્ઘકાલમાં ભોગવવા યોગ્ય આયુષ્ય અલ્પકાલમાં જ ભોગવાય જાય તેને સોપક્રમ આયુષ્ય કહે છે અને જે આયુષ્ય ઉપક્રમ રહિત હોય, વિષ-અગ્નિ આદિ કોઈ પણ નિમિત્તથી તૂટે નહીં, જેટલા કાલનું આયુષ્ય બાંધ્યું હોય તેટલા જ કાલમાં ભોગવાય, તે આયુષ્યને નિરુપમ આયુષ્ય કહે છે. જેમ દશ ફૂટ લાંબી દોરીને એક છેડાથી બાળવામાં આવે તો ક્રમશઃ બળતી બળતી તે આખી દોરી દશ મિનિટમાં બળી જાય છે પરંતુ તે જ દોરીને કોઈ ગૂંચળું વાળીને અગ્નિમાં નાંખી દે, તો તે આખી દોરી બે મિનિટમાં બળી જાય છે. તે જ રીતે સોપક્રમી આયુષ્ય ક્યારેક ગૂંચળું વાળેલી દોરીની સમાન એક સાથે ભોગવાય જાય છે અને નિરુપક્રમી આયુષ્ય લાંબી દોરીની સમાન ક્રમશઃ ભોગવાય છે.
આ રીતે સોપક્રમી આયુષ્યમાં સ્થિતિઘાત શક્ય છે. તેમાં પણ બે તૃતીયાંશ ભાગનું આયુષ્ય વ્યતીત થયા પછી અને એક તૃતીયાંશ ભાગનું આયુષ્ય શેષ રહે ત્યાર પછી જ કોઈ પણ નિમિત્તથી આયુષ્ય તૂટી શકે છે. - તત્ત્વાર્થ સૂત્ર અનુસાર પરિવાર મહોત્તમપુરુષસંહોચવવુાનપવર્તનીયાઃ | ઔપપાતિક જન્મવાળા નારકી અને દેવો, ચરમ શરીરી જીવો, ઉત્તમ પુરુષો(ત્રેસઠ શલાકા પુરુષ) અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકો ઇત્યાદિ નિરુપક્રમ(અનાવર્તનીય-અપરિવર્તનીય) આયુષ્યવાળા હોય છે. શેષ જીવો અર્થાત્ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સંખ્યાત વર્ષાયુષ્ક તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો સોપક્રમ અને નિરુપક્રમ બંને પ્રકારના આયુષ્યવાળા હોય છે. (તસ્વાર્થ સૂત્ર-૨/૨૫) આયુષ્ય બંધકાલ– નારકી, દેવો અને યુગલિકો વર્તમાન ભવના આયુષ્યના છ મહિના શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે.
શેષ જીવોમાં નિરુપક્રમી આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો આયુષ્યના બે ભાગ વ્યતીત થાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે અવશ્ય પરભવનું આયુષ્ય બાંધે છે. સોપક્રમ આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચોનો