________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
परभवियाउयं पकरेंति, सिय तिभागतिभागावसेसाउया परभवियाउयं पकरेंति, सिय तिभागतिभागतिभागसेसाउया परभवियाउयं पकरेंति ।
आउतेउवाउवणस्सइकाइयाणं, बेइंदियतेइंदियचउरिंदियाण वि एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો, આયુષ્યનો કેટલો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! પથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સોપક્રમ આયુષ્યવાળા અને (૨) નિરુપક્રમ આયુષ્યવાળા. તેમાંથી જે નિરુપક્રમ(ઉપક્રમ રહિત) આયુવાળા છે, તે જીવો અવશ્ય આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ કરે છે અને જેઓ સોપક્રમ (ઉપક્રમ સહિત) આયુષ્યવાળા છે, તેઓ કદાચિતુ આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુનો બંધ કરે છે, કદાચિત આયુષ્યના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે અને કદાચિત્ આયુષ્યના ત્રીજા ભાગના, ત્રીજા ભાગનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે.
આ રીતે અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક તથા બેઇન્દ્રિય-તે ઇન્દ્રિયચૌરેન્દ્રિયોના પારભવિક આયુષ્યબંધના કાલનું કથન કરવું જોઈએ. १६२ पंचेदियतिरिक्खजोणिया णं भंते ! कइभागावसेसाउया परभवियाउयं पकरेंति?
गोयमा ! पर्चेदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता । तं जहा-संखेज्जवासाउया य असंखेज्जवासाउया य । तत्थणंजेते असंखेज्जवासाउया तेणियमा छम्मासावसेसाउया परभवियाउयं पकरेति । तत्थ णं जे ते संखेज्जवासाउया ते दुविहा पण्णत्ता । तं जहासोवक्कमाउया य णिरुवक्कमाउया य।
तत्थ णं जे ते णिरुवक्कमाउया ते णियमा तिभागावसेसाउया परभवियाउयं पकरेंति। तत्थ णं जे ते सोवक्कमाउया तेणं सिय तिभागे परभवियाउयं पकरेंति. सिय तिभागतिभागे य परभवियाउयं पकरेंति, सिय तिभागतिभागतिभागावसेसाउया परभवियाउयं पकरेंति । एवं मणूसा वि । वाणमंतर-जोइसियवेमाणिया जहा णेरइया ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો, આયુષ્યનો કેટલો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને (૨) અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા. તેમાંથી જે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા છે; તેના આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે તે પરભવનું આયુષ્ય બાંધે છે અને જે સાત વર્ષના આયુષ્યવાળા છે. તેના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સોપક્રમ આયુષ્યવાળા અને (૨) નિરુપક્રમ આયુષ્યવાળા.
તેમાં નિરુપક્રમ આયુષ્યવાળા તિર્યંચો અવશ્ય આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું