________________
પ્રથમ ૫૬ : પ્રજ્ઞાપના
૩૩
वणा, चउरिंदिक्संसारसमावण्णजीवपण्णवणा, पंचिदियसंसारसमावण्ण-जीवपण्णवणा । ભાવાર્થ :- પ્રશ્ન- સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) એકેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના, (૨) બેઇન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના, (૩) તેઇન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના, (૪) ચૌરેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના અને (૫) પંચેન્દ્રિય સંસાર
સમાપન જીવ પ્રજ્ઞાપના.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંસાર સમાપન્ન જીવોના પ્રકારોનું વર્ણન છે. સંસારી જીવોનું વર્ગીકરણ ગતિ, જાતિ, કાય, યોનિઆદિ અનેક પ્રકારે થઈ શકે છે. પ્રસ્તુત પ્રસંગમાં જાતિ વિશેષની અપેક્ષાએ સમસ્તસંસાર સમાપન્ન જીવોના પાંચ પ્રકાર કહ્યા છે.
(૧) એકેન્દ્રિય :– જે જીવોને માત્ર એક સ્પર્શેન્દ્રિય જ હોય, તેવા જીવોની જાતિ વિશેષને એકેન્દ્રિય કહે છે. જેમ કે– પૃથ્વી, પાણી, અગ્નિ આદિ પાંચ સ્થાવર જીવો.
(૨) બેઇન્દ્રિય ઃ– જે જીવોને સ્પર્શેન્દ્રિય અને જીહેન્દ્રિય, આ બે ઇન્દ્રિય હોય, તે બેઇન્દ્રિય જાતિના જીવો કહેવાય છે. જેમ કે— શંખ, છીપ, કોડી, ઈયળ, લાળિયા(રસજ) જીવો.
(૩) તેઇન્દ્રિય ઃ– જે જીવોને સ્પર્શેન્દ્રિય, જીહેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય, આ ત્રણ ઇન્દ્રિય હોય, તે તેઇન્દ્રિય જાતિના જીવો કહેવાય છે. જેમ કે– જૂ, લીખ, કીડી, મકોડા, માંકડ વગેરે.
(૪) ચૌરેન્દ્રિય જીવ :– જે જીવોને સ્પર્શેન્દ્રિય, જીહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, આ ચાર ઇન્દ્રિય હોય, તે ચોરેન્દ્રિય જાતિના જીવો કહેવાય છે. જેમ કે– માખી, મચ્છર, ડાંસ, પતંગિયાં, વીંછી વગેરે.
(૫) પંચેન્દ્રિય જીવ ઃ— જે જીવોને સ્પર્શેન્દ્રિય, જીહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય(કાન) આ પાંચ ઇન્દ્રિય હોય, તે પંચેન્દ્રિય જાતિના જીવો કહેવાય છે. જેમ કે– નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. એકેન્દ્રિય સંસારસમાપન જીવપ્રજ્ઞાપનાઃ
३९ से किं तं एगिंदिय-संसारसमावण्ण-जीवपण्णवणा ?
एगिंदिय-संसारसमावण्ण-जीवपण्णवणा पंचविहा पण्णत्ता, તું બહાपुढविकाइया आउकाइया तेउकाइया वाउकाइया वणस्सइकाइया । ભાવાર્થ :- પ્રશ્ન– એકેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– એકેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક (૨) અપ્લાયિક (૩) તેઉકાયિક (૪) વાયુકાયિક અને (૫) વનસ્પતિકાયિક. વિવેચનઃ
આ સૂત્રમાં એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકારનું નિરૂપણ છે.
(૧) પૃથ્વીકાયિક :– કાય એટલે શરીર. પૃથ્વી જ જે જીવોનું શરીર છે, તે પૃથ્વીકાયિક કહેવાય છે.