________________
[ ૭૪ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
યથા– દરેક પ્રકારની માટી, પથ્થર, રત્નાદિ. (૨) અષ્કાયિક – અ–પાણી જ જે જીવોનું શરીર છે, તે અપ્લાયિક કહેવાય છે. યથા-કૂવાનું, નદીનું, તળાવનું આદિ સર્વ પ્રકારના પાણી. (૩) તેઉકાયિક:- તેઉ–અગ્નિ જ જે જીવોનું શરીર છે, તે તેઉકાયિક(તેજસ્કાયિક) કહેવાય છે. યથાચૂલાનો, ભઠ્ઠીનો, નિંભાડાનો આદિ સર્વ પ્રકારના અગ્નિ. (૪) વાયકાયિક:- વાયુ જ જે જીવોનું શરીર છે, તે વાયુકાયિક કહેવાય છે. યથા- સામાન્ય વાયુ, વંટોળિયો આદિ સર્વ પ્રકારના વાયુ. (૫) વનસ્પતિકાયિક- વનસ્પતિ જ જે જીવોનું શરીર છે, તે વનસ્પતિકાયિક કહેવાય છે. યથા– વૃક્ષ, શાકભાજી, ફળ, ધાન્ય આદિ.
આ સૂત્રની વ્યાખ્યામાં વ્યાખ્યાકારે પાંચેય સ્થાવર જીવોના ક્રમની સાર્થકતાનું દર્શન કરાવ્યું છે. પૃથ્વી સમસ્ત જીવોની આધારભૂત હોવાથી સહુ પ્રથમ પૃથ્વીકાયિકોને ગ્રહણ કરવામાં આવ્યા છે. અપ્લાયિક પૃથ્વીના આશ્રયે રહે છે તેથી પૃથ્વીકાય પછી અષ્કાયિકોને ગ્રહણ કર્યા છે. તેઉકાયિક અપ્લાયનો પ્રતિપક્ષી છે તેથી અપ્લાય પછી તેજસ્કાયિકને ગ્રહણ કર્યા છે. વાયુ અગ્નિનો મિત્ર ગણાય છે, વાયુથી અગ્નિ વધે છે તેથી તેજસ્કાય પછી વાયુકાયિકનું ગ્રહણ કર્યું છે અને વૃક્ષાદિના કમ્પનથી વાયુનું અસ્તિત્વ પ્રગટ થાય છે તેથી વાયુકાયિક પછી વનસ્પતિકાયિકનું કથન છે. સમસ્ત જીવોમાં વનસ્પતિકાયિકની બહુલતા છે.
આ પાંચે ય એકેન્દ્રિય જીવો સ્થાવર છે. તે જીવો સ્થાવર નામકર્મના ઉદયે પોતાની ઇચ્છાનુસાર સ્વતઃ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકતા નથી, ગતિ કરી શકતા નથી. પૃથ્વીકાયિક જીવો - ४० से किं तं पुढविकाइया ? पुढविकाइया दुविहा पण्णत्ता, तं जहासुहुमपुढवि काइया य बादर-पुढविकाइया य । ભાવાર્થ - પ્રશ્ન– પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે૧. સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને ૨. બાદર પૃથ્વીકાયિક. ४१ से किं तं सुहुमपुढविकाइया ? सुहुमपुढविकाइया दुविहा पण्णत्ता, तं जहापज्जत्त सुहुमपुढविकाइया य अपज्जत्त सुहुमपुढविकाइया य । से तं सुहुमपुढविकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને (૨) અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક. આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકનું વર્ણન થયું. ४२ से किं तं बादरपुढविकाइया ? बादरपुढविकाइया दुविहा पण्णत्ता, तं जहासण्हबादर-पुढविकाइया य खरबादरपुढविकाइया य । ભાવાર્થ – પ્રશ્ન – બાદર પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-બાદર પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્લષ્ણ(સુંવાળી) બાદર પૃથ્વીકાયિક અને (૨) ખરબાદર પૃથ્વીકાયિક.